________________
ગીતાદેહન ] તેમ તે કઈ પણ વખતે ઉત્પન્ન જ થયેલો નથી.
[ ૫૯ પ્રદ્યુમ્ર, અનિરુદ્ધ, નારાયણ, હયગ્રીવ, વરાહ, નરસિંહ તથા બ્રહ્માએ શ્રેષ્ઠ નવ મૂર્તિઓમાં પ્રથમની વાસુદેવ એ મૂર્તિ હું છે, ગંધમાં વિશ્વાવસુ, અપ્સરાઓમાં પૂર્વચિતિ નામની અપ્સરા, પર્વતેમાં સ્થિરતા, પૃથ્વોની તન્માત્રા ગંધ, જળની રસ, તેજની રૂપ, વાયુની સ્પર્શ તથા આકાશ ની શબ્દ, તેજસ્વી પદાર્થોમાં અગ્નિ, સુર્ય, ચંદ્ર અને તારામાં જે કાંતિ છે તે, દાતાઓમાં શ્રેષ્ઠ એવો બલિ, વીર પુરુષોમાં અર્જુન, દરેક પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ; જવું, બેલવું, ત્યાગ કર, પ્રહ કરવું અને આનંદ લેવો, એ પાંચ કમેન્દ્રિયોનો તથા સ્પર્શ કરવો, જેવું, વાદ લેવો, સાંભળવું અને સૂંધવું, એ પાંચ જ્ઞાનેંદ્રિયોનો વ્યાપાર પણ હું છે તથા સર્વ ઇંદ્રિયની તે તે વિષય ગ્રહણ કરવાની શક્તિ પણ હું જ છે..
| સર્વ શ્રેષ્ઠ બ્રહ્મ પણ હું જ છે. મહત્તત્વ, અહંકાર, પૃથ્વી, જળ, વહ્નિ, વાયુ અને આકાશની તન્માત્રામાં પાંચ મહાભૂતે, પાંચ કર્મે કિયો, પાંચ જ્ઞાનેંદ્રિયો અને મને મળી અગિયાર ઇદ્રિો, જીવ, પ્રકૃતિ, સવગુણ, રજોગુણ, તમોગુણ અને તે સૌથી પર એવું જે “બ્રહ્મ' તે પણ હું જ છે, તેમ જ આ સર્વ તત્તની ગણત્રો (સાંખ્યતરવ), તેઓનું લક્ષણપૂર્વક જ્ઞાન તથા ફળ રૂ૫ જે તત્ત્વનો નિશ્ચય તે પણ હું જ છે, વળી છ-ઈશ્વર, ગુણ-ગુણી તથા ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ એમ જે જે કાંઈ દૂતાદિપ પદાર્થ છે તે સર્વ ઈશ્વર, સર્વાત્મા અને સર્વ રૂ૫ એવા મારાથી કોઈપણ સ્થળે પિન્ન નથી અર્થાત સર્વ કાંઈ હું એટલે આત્મસ્વરૂપ એવા મારા ૨૫ જ છે. કાળે કરીને કદાચ પરમાણુની ગણતરી કરી શકાય પરંતુ હું પોતે જ અસંખ્ય બ્રહ્માંડને સુજતા હોવા છતાં તેની ગણતરી મારાથી પણ કરી શકાય તેમ નથી. ટૂંકમાં એ જ કે જ્યાં જ્યાં પ્રભાવ, સંપત્તિ, કીર્તિ, ઐશ્વર્યા. લજજા, દાન, સૌંદર્ય, ભાગ્ય, બળ, ક્ષમા, તથા વિજ્ઞાન હોય તે તે સર્વ આત્મસ્વરૂપ એવા મારી ર્વિભૂતિ છે.
મારી મુખ્ય વિભૂતિઓ તને સંક્ષેપમાં કહી આ સર્વ મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ મેં તને સંક્ષેપમાં કહી. તે સર્વ મનના વિકાર ૨૫ જ છે, એટલે જેમ સ્વાન એ મનને એક વિકાર છે તેવા પ્રકારની જ છે એમ જાણવું. જેમ આકાશપુષ્પાદિ એ માત્ર કહેવા પુરતાં હોય છે પણ વાસ્તવિક હેતાં નથી તેમ આ સર્વ વિભૂતિઓ કહેવા માત્ર જ છે. માટે તમો વાણુ, મન, પ્રાણ, ઇંદ્રિય તથા બુદ્ધિને સત્વગુરુસંપન્ન એવા એક નિશ્ચય વડે જ વશ કરે કે જેથી તમો ફરી સંસાર કરવા છતાં પણ અલિપ્ત રહેશે અર્થાત જીવન્મુક્ત બની રહેશે. જે યેગી વાણુ તથા મનને આત્મરૂપ બુદ્ધિવડે વશ કરતા નથી તેનાં વ્રત, તપ અને દાન ઇત્યાદિ તમામ કાચી માટીના ઘડામાંથી જેમ પાણી સવી જાય છે તેમ નાશ પામે છે. માટે હંમેશાં નિઃસંગ, નિષ્ક્રિય તથા નિષ્ક્રપંચ અને આત્મસ્વરૂપ એવા મારામાં જ પરાયણ રહી બુદ્ધિ, મન, વાણી તથા પ્રાણ વડે નિત્યપ્રતિ આત્મરૂપ એવા મારું જ ચિંતન કરી તેને વશ કરવાં જોઈએ. તાત્પર્ય એ કે આ સર્વ આત્મસ્વ૨૫ એવા મારું જ રૂ૫ છે, મારાથી ભિન્ન કાંઈ છે જ નહિ; એવા પ્રકારે મન, વાણી, બુદ્ધિ તથા પ્રાણને તેમાં જ વશ કરી રાખવા૫ અને તેમાંથી કિચિ માત્ર પણ અન્ય સ્થળે હઠવા નહિ દેવારૂપ સાધન વડે જ કૃતકૃત્ય થવાય છે (ભા૦ ૦ ૧૧ અe ૧૬, ૧૭ જુએ).
ઉપર કહેવામાં આવેલ બંને વિભૂતિઓનાં વર્ણનમાં કેટલેક સ્થળે થડે ફેરફાર છે, વળી આ ઉદ્ધવને કહેવામાં આવેલી વિભૂતિઓમાં કેટલીક મહત્વની વિભૂતિઓ ૫ણું છે પરંતુ આ સર્વને અંત તો આ બધું આત્મસ્વરૂપ છે એવા પ્રકારના સર્વાત્મભાવરૂપ જ્ઞાનમાં જ થતો હોવાથી આ વિભૂતિઓ પણ અનાન નષ્ટ થતાં સુધી ફક્ત કહેવા પુરતી જ છે. અર્થાત અદ્વૈત સ્થિતિમાં મુમુક્ષુની સ્થિરતા થઈ ના હોય ત્યાં સુધી માટે તે અભ્યાસમાં ઉપયોગી છે. તેથી અપરોક્ષાનુભવ થયા પછી તે તે આકાશના પુષ્પ તથા સ્વપ્નની માફક જ મિથ્યા કરે છે, એમ કહેવામાં આવેલું છે. એ રીતનું આ વિભૂતિ યુગના અંતે જે વિવેચન છે. તેને બારીકાઈથી વિચાર કરવાથી આ સર્વ વિવેચનને ઉદ્દેશ સ્પષ્ટ રીતે જણાઈ આવશે,