________________
૫૪૨ ] Uતફાવત્ત ઇમેતાવને વર – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૦ ૩૬ દર્શાવે છે. (બૂ. ૧/૨૨ શાંકરભાષ્ય જુઓ). યજ્ઞની અંદર શાસ્ત્રના કાર્ય પહેલાં આ સામનું ગાન કરે છે તે શુદ્ધ અને સ્પષ્ટ સ્વરવાળું હોવું જોઈએ. સામવેદના મંત્ર એ સામરૂપ છે. ઇતર વેદના મંત્રો પણ સામરૂપ જ છે. સામનું ગાન ઉગતાનું છે. ગાન શી રીતે કરવું તે સંબંધમાં શાસ્ત્રમાં (છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય પ્રપાઠક ખંડ ૨૨ અનુવાફ ૧ માં) આ પ્રમાણે કહ્યું છે; “ઉગાતાએ કહ્યું કે વિનર્દિ એટલે રવર વિશેષવાળા સામની હું ઇચ્છા કરું છું. જે પશુને માટે હિતકારી ગણાય છે. (યજ્ઞીય પશુ સામના ગાનથી સર્યલોકમાં પહોંચી શકતાં હતાં. જે લોક મનુષ્યોને મળવો પણ મુશ્કેલ છે.) અમિતા દેવતરૂપે, પ્રજાપતિના અનિરુક્ત (અસ્પષ્ટ) રૂપે, સોમના નિરુક્ત (સ્પષ્ટ) રૂપે, જે સામાન વાયુને નરમ તથા અવદથી રહિત એટલે કંપ વગરનું, જે ઇન્દ્રના મધુર તથા ઉચ્ચ સ્વરવાળા રૂપે તથા જે બૃહસ્પતિને કેચ પક્ષીના નાદ સરખું તેમ જ વરુણને અપપ્પાંત (કુરેલા કાંસ્યમાંથી નીકળતા) સ્વરવાળું છે, તેવા સામનું સેવન કરવું જોઈએ. અર્થાત સર્વત્ર શુદ્ધ સામનું જ સેવન કરવું, પરંતુ ખાખરા સ્વરવાળા સામનો હમેશ ત્યાગ કરવો.”
સામોની સંખ્યા ૮૯ ૧૪ આઠ હજાર ચૌદ હોઈ તે પૈકી કેટલાક ઈશ્વરનું સ્તવન કરે છે અને કેટલાક ચિત્ત પ્રસાદન કરે છે. સામોપાસના ઘણી રીતે કરવામાં આવે છે. (જુઓ છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય પ્રપાઠક). તે પૈકી બહત્યામ આદિત્યને વિષે પ્રેત છે (છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય પ્રપાઠક ખંડ ૧૪ જુઓ).
બૃહસામ એટલે શું? સવારના યજ્ઞક્રિયા વસુઓને, મધ્યનો અને અને અપરાણ કાળની ક્રિયા વિશ્વદેવ તથા આદિત્યને લાગુ પડે છે. તે જ બૃહત્સામ છે. અગ્નિ પૃથ્વીરૂપ હેઈ ઋદ છે. વરુણ યજુર્વેદ હોઈ અંતરિક્ષરૂપ છે તથા સામવેદ આદિત્ય૩૫ હાઈ સર્ષ યા વિકરૂપ છે, આથી આદિત્ય એ બહત્યામ છે. ઋચાઓના અક્ષરમાં આરૂઢ જે ગીતિવિશેષરૂ૫ ઋચાઓ છે તે સામ છે. એ સામોમાં પણ વા િદવાને આ ઋચામાં ગતિવિશેષરૂપ તથા સર્વના ઈશ્વર-ઈતની સ્તુતિરૂ૫ જે આ સ્વર્લોકરૂપ ઋચાઓ તે બહત્યામ કહેવાય છે (છાં પ્રપાળ ૨ શાંકરભાષ્ય તથા કિરણાંશ ૩૩ પૃષ્ઠ ૮૯ જુઓ).
ગાયત્રી ઈદ હું જ છે સર્વ માં શ્રેષ્ઠ એવો ગાયત્રી છંદ હું છે (જુઓ વેદાંગ પાણિનીય શિક્ષા અનુ. ૩). જેનાં અક્ષરો 'તથા પદો નિયમિત હોય છે તે છંદ કહેવાય. તેઓમાં ગાયત્રી ઈદ મુખ્ય હેતે હું જ છે. કેમ કે તે દ્વિજોના બીજા જન્મના હેતુરૂપ છે. પ્રાત, મધ્યાહ્ન અને સાયં એમ ત્રશુ સંવાદિમાં તે વ્યાપેલ છે. વળી ત્રિપ્રુપ,
ગતી પ્રત્યાદિ ઇદે સામને લાવી શક્યા નથી પણ ગાયત્રીએ તે સંપાદન કર્યો છે માટે તે હું જ છે (જુઓ શતપથ બ્રાહ્મણ). “ જાથી વા આ સર્વ ગાયત્રી છે” એવી શ્રતિ પણ છે. સર્વ ઈદનો પાયો ગાયત્રી છે. (અ) ૩૦ ૩૫ પૃષ્ઠ ૨૬ ટિપ્પણ સહિત જુઓ) આથી ગાયત્રી છંદ હું છે, એમ અત્રે કહ્યું છે.
માર્ગશીર્ષ મહિનાઓમાં માર્ગશીર્ષ માસ હું છે. આમાં આપેલ માર્ગશીર્ષ માસ નાક્ષત્રિક કિવા પૂર્ણિમાંત છે. મહિનાઓ બે પ્રકારના છે (૧) પૂર્ણિમાંત અને (૨) અમાંત, વદિ ૧ થી સુદિ ૧૫ પુનમ સુધી જે માસ તે પૂર્ણિમાંત હેઈ આને જ નાક્ષત્રિક માસ પણ કહે છે તથા સુદ ૧ થી વદિ ૦)) અમાવાસ્યા સુધીનો જે માસ તે અમાંત કહેવાય. આને ચાંદ્રમાસ પણ કહે છે. ગુજરાત, મહારાષ્ટ્ર તથા દક્ષિણ ભાગમાં અમાંત માસ ચાલે છે તથા કુરુક્ષેત્ર, મારવાડ, મેવાડ, નૈમિષારણ્ય વગેરે ઉત્તર ભાગમાં પૂર્ણિમાંત માસ ચાલે છે.
પૂર્ણિમાંત અને અમાંત સુદિ ૧ થી આરંભ થઈ ) અમાસે પૂર્ણ થતો જે માસ તે અમાંત કિવા ચાન્દ્રમાસ કહેવાય છે તથા વદિ ૧ થી આરંભ થઈ સુદિ ૧૫) પૂર્ણિમાએ પૂર્ણ થનારે મહિને તે પૂર્ણિમાંત કિવા નાક્ષનિક માસ કહેવાય છે. આ બંને મહિનાઓ જે કે સરખા છે છતાં પણ તેમાં ભેદ એટલે જ છે કે અમાંત