________________
ગીતાદેહન ] કેમ કે) આ જ્ઞાન બુદ્ધિના તર્ક વો પ્રાપ્ત થવું કદી શક્ય નથી. [૪૭૯
મારામાં ભૂત છે એમ કહેવાનું કારણ હે વત્સ! મેં ઉપર કહેલું જ છે કે આ સર્વ જગત મારા અવ્યક્ત (વૃક્ષાંક ૪) રૂ૫ વડે વ્યાપેલું છે. તેથી અવ્યક્ત (વૃક્ષાંક ૪) એ જ આ જગતાદિ તથા તેમાંનાં તમામ ભૂત (ક્ષાંક ૫ થી ૧૫ ૪) નું આદિ કારણું ગણાય છે અને તેનું પણ મૂળ “હું” (વૃક્ષાંક ૩) હેવાથી તેને મહાકારણ એમ કહે છે. આ રીતે આ કારણુરૂપ અવ્યક્ત (વૃક્ષાંક ૪ તથા તે વડે વ્યક્ત થનાર કાર્યકારણુભાવવાળી જગતાદિ તમામ દશ્ય જાળ (વૃક્ષાંક ૫ થી ૧૫ ૪) આ “હું” રૂ૫ ફુરણ (વૃક્ષાંક ૩)ના આધાર ઉપર જ અસ્તિત્વ ધરાવી શકે છે, એટલે કે આ “હું” (વૃક્ષાંક ૩) જે ના હોય તે અવ્યક્તાદિ કશાનું પણ અસ્તિત્વ સંભવતું નથી. તેથી ઉપર મેં સાક્ષીભાવ (વૃક્ષાંક ૨)માં સ્થિર રહીને તને સમજાવેલું છે કે, આ બધી મિથ્યા દશ્ય જાળનું કારણ અવ્યક્ત ( વૃક્ષાંક ૪ ) હોઈ તે અવ્યક્ત પણ “હું” રૂ૫ રફુરણ (વૃક્ષાંક ૩)ના આધાર વડે જ અસ્તિત્વ ધરાવે છે. એવા મિથ્યા હું (વૃક્ષાંક ૩) રૂ૫ મારામાં આ સર્વ ભૂતે રહેલાં છે, પરંતુ તે ભૂતાદિમાં “હુ” રહેલો નથી, કેમકે તેમાંથી જે હું (વૃક્ષાંક ૩)ને કાઢી લેવામાં આવે તો અવ્યક્તદિ તમામ ભાવોને વિલય અનાયાસે જ થઈ જાય છે. આટલે સુધી મેં તને સાક્ષીભાવ (રક્ષાંક ૨)નો આશ્રય લઈને અમે સમજાવ્યું હતું, હવે આગળ સમજાવું છું. કારણ કે જેને મેં મારામાં ભૂત છે એમ કહેતી વખતે “હું” એવી સંજ્ઞાથી સાધ્યું હતું તે હું એટલે (વૃક્ષાંક ૩) છે તે હવે તારા લક્ષ્યમાં સારી રીતે આવ્યું હશે. આ બહુ” ૨૫ મિથ્યા કુરણ થવું એને જ માયા, પ્રકૃતિ, અવિવા, અજ્ઞાન ઇત્યાદિ નામે શાસ્ત્રકારોએ આપેલાં છે ( રક્ષ માં વૃક્ષાંક ૩ જુએ).
આત્માને મારામાં કાંઈ છે એવી કલ્પના પણ નથી હે પાર્થ! મેં સાક્ષીભાવ (વૃક્ષાંક ૨)માં સ્થિત રહી જેને “હુ” “હું” એવી સંજ્ઞાથી સંબંધેલું છે તેનું સાચું રહસ્ય તને સમજાવ્યું. હવે, મારું સાચું સ્વરૂપ તે શાસ્ત્રકારો આત્મા, તત અથવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) ઇત્યાદિ સંજ્ઞાઓ જેનું ભાન કરાવે છે તેવું અનિર્વચનીય છે. તે પદની અંદર તે આ
હુ” “હું” રૂ૫ ફુરણ (વૃક્ષાંક ૩) તથા તેના સાક્ષીભાવ શુદ્ધ “હુ” (વૃક્ષાંક ૨) ને કિંચિત્માત્ર પણ કદી સ્પર્શ જ થતો નથી. તે પદ તો સ્વતઃસિદ્ધ, કોઈની અપેક્ષા વગરનું, ફૂટસ્થ, આકાશની પેઠે સર્વમાં હોવા છતાં પણ નિર્લેપ, તદ્દન અસંગ, નિરામય, શુદ્ધ, શાંત, અજ (જન્મરહિત), અવિકારી (વિકારાદિથી તદ્દન રહિત), અવ્યય અને અવિનાશી જેવું છે. જેમ સુવર્ણને સુવર્ણ કહેવાની જરૂર હતી નથી તેમ જ વ્યવહાર કરતી વખતે હું મનુષ્ય હોઈશ કે નહિ એવી કેઈન કદી પણ શંકા હોતી નથી તેમ આત્મા સ્વતઃસિદ્ધ હોવાથી તેને કેઈ આત્મા છે એમ કહે તો જ તેની સિદ્ધતા થાય છે એવું નથી, કેમકે તેને કોઈ આમાં કહે છે. અનાભાં કહું તો પણ તે તે પોતાના અસલ સ્વરૂપમાં જ સ્થિત ૨હે છે. તેને કલ્પના પણ હેતી નથી કે મને કોઈ આત્મા કહે છે, યા અનાત્મા કહે છે અથવા તો તેવું કહેનારા તેને કોઈ સાક્ષી છે, જેમાં પાણીને સમુદ્ર, તરંગ, ફીણ, પરપોટા કિવા હિમ કહેવામાં આવે છે તેની તેને ખબર હોતી નથી એટલું જ નહિ પરંતુ તેવું કહેનાર કેઈક હશે એવી કલ્પના પણ કદાપિ હેઈ શકે નહિ તેમ આ આત્મા (વૃક્ષાંક ૧) નું સમજે. તેને પિતામાં આ “હું” રૂ૫ ફુરણ (વૃક્ષાંક ૩) તથા તેના સાક્ષી (વૃક્ષાંક ૨)નું અસ્તિત્વ છે કે નથી તેની પણ ક૯૫ના નથી. આ પદ એ જ મારું એટલે “હું” નું સાચું સ્વરૂપ છે. હે પાંડવ. આ ઘોરણે મેં તને મારું સાચું આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
અંધપર પણ ન્યાય એટલે શું ? જેમ એક આંધળાએ સાંભળ્યું કે અહીં આ ઝાડમાં ભૂત છે, તે ઘણું ખરાબ છે તથા બધાને ખાઈ જાય છે તેણે તે વાત પિતાના બીજા ભાઈને કહી, બીજાએ ત્રીજાને કહી, આ રીતે વાત સધળા આંધળાઓને કાને પહોંચી ગઈ તે સાંભળી બધા ધણા જ ભયભીત બની આક્રોશ કરવા લાગ્યા. તેમને