________________
પર ] प्रवृह्य धर्म्य मणुमेतमाग्य ।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગીર અ૦ ૨૪ જ કોઈ ચલાવે છે કે શું? વારુ, વ્યવહારમાં જઈશું તે જેને ભક્ત કહે છે તેની ઐહિક સ્થિતિ માટે ભાગે તો ઘણી જ નબળી હોવાનું જણાય છે, જેમ કે નરસિંહ મહેતા, તુકારામ, સુરદાસજી વગેરે જેઓ ખરેખર સાચા ભકત હતા તેઓ વ્યવહાર દૃષ્ટિએ શું કદી કરોડપતિ બન્યા છે કે તેઓને જે કે કદી તેવી ઈચ્છા પણ હોતી નથી. કરોડપતિની વાત તો જવા દો પરંતુ ઊલટું કઈ કઈ સમયે તો તેઓને એક ટંક ખાવાના પણ સાંસાં હતાં. આ પરથી જાણી શકાશે કે આ યોગક્ષેમનો વ્યવહારમાં જે સંકુચિત અર્થે કરવામાં આવે તે તે વ્યવહાર દૃષ્ટિએ પણ અનુભવમાં આવી શકતો નથી; પરંતુ તત્ત્વષ્ટિએ જોતાં જણાશે કે જે ખરેખર વિભક્ત(અભકત) નહિ તેવો ભકત જ આત્મસ્વરૂપ એવા ભગવાન (કક્ષાંક ૧)ની સાથે એકરૂપ થશે પામેલો છે; આ રીતે જે આત્મસ્વરૂપ એવા હું (વૃક્ષાંક ૧)ની સાથે તદ્દન એકાકાર થયેલો છે, તેથી કિંચિત્માત્ર પણ જુદો નથી, એવો જે ભગવાનની સાથે એકરૂપ થયેલ હોય તે જ ખરો ભક્ત કહેવાય. વ્યવહારમાં પણ ભકતનો અર્થ માં જુદાપણું કિંવા બે પણું નથી તે, એવો કરવામાં આવે છે. તેવો ભકત આત્મસ્વરૂપ એવા ભગવાન (વૃક્ષાંક ૧)ની સાથે એકરૂપ થયેલ હોવાથી તેના એકલાના ખાવાપીવાને તો શું પણ તમામ કાર્યનો એટલે અનંત બ્રહ્માંડે ઉત્પન્ન થવા તથા તેને નાશ કરવો ઇત્યાદિ વિશાળકાય કે જે ઈશ્વર(વક્ષાંક ૨)ને ઈક્ષણ (પ્રેરણશકિત વડે પોતાની માયા કિંવા પ્રકૃતિ(વૃક્ષાંક ૩)દ્વારા સત્યાદિ ગુણે વડે થઈ રહેલું છે તે (ક્ષાંક ૩ થી ૧૫ ૫ સુધી) તમામનું વહન આત્મસ્વરૂપ એવા ભગવાન(વૃક્ષાંક ૧) જ કરે છે. આમ અભિન્નતાને લીધે જે ભગવાનનું કાર્ય તે જ ભકતનું બને છે તથા ભકતનું કાર્ય તે જ ભગવાન (વૃક્ષાંક ૧)નું છે, એમ સમજવું.
સુવર્ણ અને તેના અલંકારનું દષ્ટાંત લો. જ્યાં સુધી અલંકારે પોતાને અલંકારરૂપે સમજે છે ત્યાં સુધી વાસ્તવિક સુવર્ણથી ભિન્ન નહિ હોવા છતાં પણ ભિન્નરૂપે અને મર્યાદિત થયાનું માને છે પરંતુ તે જ્યારે પોતે સુવર્ણ છે એવું જાણે છે ત્યારે સુવર્ણરૂપ બની જઈ અનંત પ્રકારના દાગીનારૂપે પિતે જ બન્યા છે એમ જાણી શકે છે. આ દાગીના સુવર્ણરૂપે અભાવે બનેલા હોવાથી જે સુવર્ણનું કાર્ય તે જ દાગીનાનું બને છે તેમ જ આત્મરૂપમાં અિયરૂપ બનેલા ભક્તનું પણ સમજે.
येऽप्यन्यदेवताभक्ता यजन्ते श्रद्धयान्विताः । तेऽपि मामेव कोय य॒जन्त्यविधिपूर्वकम् ॥२३॥
મારી વિધિસરની ઉપાસના ભગવાન આગળ કહે છેઃ હે પાર્થ! તને અત્યાર સુધી હું એટલે આત્મા છે, એવા પ્રકારના નિવડે મારું વજન કરનારા ભકત સંબંધમાં કહેવામાં આવ્યું. આ રીતે ઉપાસના કરનારાઓ જ વિધિપુર સર એટલે પદ્ધતિસર મારી ઉપાસના કરી રહ્યા છે એમ નિશ્ચયાત્મક સમજ. કારણ કે આત્મસ્વરૂપ એ જ મારું સાચું સ્વરૂપ હોઈ તે જ ખરે દેવ છે. તેની ઉપાસના એ જ સાચી ઉપાસના હોઈ તેને વિધિસરની ઉપાસના કહે છે (વિધિસરની ઉપાસના માટે આત્મપદ વિશ્રાંતિને અભ્યાસક્રમ કિરણાંશ ૨૨ તથા અધ્યાય ૨, શ્લોક ૩૯ જુઓ). સાંખ્ય(જ્ઞાન)ોગ માર્ગ દ્વારા થતી તમામ ઉપાસનાઓ કે જેનું વર્ણન પ્રથમ વિસ્તારપૂર્વક કરવામાં આવેલું છે તે દઢતા માટે સંક્ષેપમાં ફરીથી કહું છું. (૧) આ સર્વ આત્મસ્વરૂપ છે એવા સર્વાત્મભાવ વડે કિંવા (૨) આત્મામાં નામરૂપાદિનું નામનિશાન પણ નથી તેથી તમામ નામરૂપાદિને પિતાસહિત વિલય કરી રહેનારી નિઃશેષ અવરથા “આ હું નથી ” “ આ હું નથી' એવા પ્રકારના નિઃશેષ ભાવ વડે અથવા (૩) પ્રાગપાસનામાં બતાવેલા વિધિ અનુસાર થતી ઉપાસના અગર (૪) હું એટલે આ શરીરધારી કૃષ્ણ, રામ, શંકર, વિષ્ણુ ઇત્યાદિરૂપવાળો નહિ પરંતુ તે તે શરીરને બદલે અમર્યાદિત એવો આત્મા છું એમ સમજીને તેની ઉપાસના કરવી તે ભકિતમાર્ગની સાચી ઉપાસના છે. આ ઉપાસના એ જ વિધિસરની ઉપાસના કહેવાય.