________________
૧૧૮]
અન્યત્ર માત્રામ– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅવે ૯/૩૦ એટલે તમામ પાશમાંથી સર્વ રીતે છૂટી અંતે આત્મસ્વરૂપ એવા મને જ પામીશ અર્થાત મારા સાચા આત્મરવ૫ સાથે એકરૂપ બની જઈશ.
समोऽहं सर्वभूतेषु न मे द्वेभ्योऽस्ति न प्रियः । ये भजन्ति तु मां भक्त्या मुयि ते तेषु चाप्यहम् ॥२९॥
મને કઈ દ્વિષ્ય કિંવ પ્રિય નથી આત્મસ્વરૂપ એ હું(વૃક્ષાંક ૧) સર્વ ભૂતોમાં સમાન છું. મારે કઈ ઠેબ એટલે અપ્રિય નથી કે કોઈ પ્રિય નથી, છતાં જેઓ મને એટલે આત્મા (વૃક્ષાંક ૧)ને એકનિક ભકિત વડે ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેઓમાં છું. ઉદ્દેશ એ કે, આત્મસ્વરૂ૫ એવો (વૃક્ષાંક ૧) સર્વ ભૂતમાત્રમાં સમાન એટલે સરખો જ છે. જેમ ઘર કિવા મઠની અંદર રહેલું આકાશ તો એક સરખું જ હોય છે. ઘડામાં રહેલું આકાશ એક પ્રકારનું તથા ધરમાં રડેલું બીજ પ્રકારનું હોય છે એમ બનતું નથી. આકારાને ઘટ નાની હેવાથી અપ્રિય અને મડ મોટો હોવાથી પ્રિય છે એમ હોતું નથી. તેમ આત્મસ્વરૂપ એવા મારામાં આ ટ્રેષ કરવા યોગ્ય અથવા આ પ્રીતિ કરવા યોગ્ય એવા પ્રકારના બંને ભાવો કદીપણ હોતા નથી. છતાં ઉપર જણાવ્યા પ્રમાણે જે આત્મસ્વરૂ૫ એને મારામાં જ વૃત્તિને સર્વ રીતે રોકી રાખી આત્મસ્વરૂપમાંથી અન્ય કોઈપણ જગાએ સહેજે ચલાયમાન થવા નહિ દેનારા એકનિમકને મને ભકિતથી ભજે છે, તેઓ તે એટલે આત્મસ્વરૂપ એવા હું (ક્ષાંક ૧) વિષે છે તથા તેમાં લક્ષાંક ૨થી ૧૫ ઘ)ના વિશે આત્મસ્વરૂપ એવો હું (રક્ષાંક ૧) છે, એમ સમજે. સ્પષ્ટતા માટે દષ્ટાંત કહું છું.
પરસ્પર એક બીજાની ઓળખનું દષ્ટાંત એક સંગ્રહસ્થ સંસારથી કંટાળીને પોતાની સ્ત્રી તથા એક વર્ષના પુત્રને છોડીને નાસી ગયા. આમ ઘણું વર્ષો સુધી ભિક્ષાવૃત્તિ કરી વિચરતા હતા ત્યારે ફરતા ફરતા એક વખતે કઈ મોટા શહેરમાં આવી ચડ્યા. ત્યાં તેમને દ્રવ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ ઈશ્વર કૃપાથી તેઓ સારા શ્રીમંત બન્યા. આ મુજબ પંદર, સત્તર વર્ષનો લાંબો કાળ વહી ગયો. તે પછી તેમને પુત્ર અને સ્ત્રીને મળવાની ઉત્કંઠા થઈ. તેથી તેઓ પોતાના દેશ તરફ જવા નીકળ્યા. આ તરફ તેઓ સંસાર છોડી ગયા પછી તેમની સ્ત્રી અને પુત્ર નિરાધાર બન્યાં તથા ગામમાં ભિક્ષાવૃત્તિ કરીને જ પેટ ભરવા લાગ્યાં. છોકરો ધીરે ધીરે મોટો થયો અને
સ, બાર વર્ષની ઉંમરે નોકરી કરવા લાગ્યો. તે જે ગૃહસ્થને ત્યાં નોકરીએ રહ્યો હતો તે ગૃહરથ વેપારને અંગે આ શહેરમાં જ રહેતા હતા તેથી તેઓ પોતાની સાથે આ છોકરાને પણ ત્યાં લાગ્યા. કેટલાએક વર્ષો પછી શેઠની સ્થિતિ તંગ બનવાથી તેમને નોકરોને રજા આપવી પડી. પછી તે છોકરા નેકરીની શોધ કરવા લાગ્યો અને કેઈકની ભલામણથી છેવટે આ શ્રીમંત ગૃહસ્થ કે જે તેના પિતા હતા તેમને ત્યાં નોકરીમાં રહો. કેટલોક સમય વિત્યા બાદ શેઠ જ્યારે પોતાના દેશ તરફ જવા નીકળ્યા ત્યારે પિતાની સાથે આ નવા નોકરને પણ લીધો હતો. ગામમાં પહેચ્યા પછી તપાસ કરતાં સ્ત્રી પુત્રના બૂરા હાલ થયેલા જાણી તેને ઘણું દુઃખ થયું. તેમણે પિતાની સ્ત્રીની શોધ કરાવી અને પોતાની પાસે બોલાવી મંગાવી, તેને જોતાં જ શેડની સાથે આવેલો છોકરે એ મારી મા’ એમ કહીને તેને વહાલથી ભેટી પડ્યો, શેઠ વસ્તુસ્થિતિ તરત જ સમજી ગયા. તેમણે પોતાના પુત્રને ઓળખો તથા પુત્રે પિતાને ઓળખ્યા. આ રીતે પરસ્પર એકબીજાની ઓળખાણ થઈ
આ છે એટલે શરીર જ ભગવાન કહે છે કે: હે અર્જુન! આ પ્રમાણે હું એટલે આ શરીરધારી કિંવા મર્યાદિત એ કૃષ્ણ નહિ પરંતુ ચરાચરમાં વ્યાપક એ આત્મા(વૃક્ષાંક ૧છે; એવા પ્રકારના જ્ઞાન વડે જે ભકત મતે ભજે