________________
ગીતાદહન ] અક્ષર પણ એ જ હેઈ–
[ ૫૩૫ તેને અદિત્ય વિષ્ણુ છે અને આ સર્વ આદિત્યોમાં વિષ્ણુ નામનો આદિત્ય શ્રેષ્ઠ હોઈ તે હું છે તેમ જ તે આદિત્ય સંક્રમણ નાક્ષત્રિકમાન પ્રમાણે માર્ગશીર્ષ માસના આરંભમાં રહેવાથી તે માસ પણ શ્રેઝ છે. એમ ભગવાને અત્રે કહેલું છે “માસાનાં માશી ' (આગળ શ્લોક ૩૫, પૃષ્ઠ ૫૪ જુઓ). સર્વ પ્રકાશમાનમાં પ્રકાશરૂ૫ કિરણવાળો અતિ દૈદિપ્યમાન અને તેજ:પુંજ સૂર્ય હું જ છે.દતિના ઓગણપચાસ પુત્ર કે જે ઈન્દ્રના મગણો થઈ સોમરસનું પાન કરનારા યનના વાયુદેવો થયા તે પિકી મરીચિ નામનો શ્રેષ્ઠ મસ્ત હું જ છે. આ ઓગણપચાસ મતોની ઉત્પત્તિ શી રીતે થવા પામી તે સંબંધમાં શ્રી વ્યાસાચાર્યજીએ કહેલા વર્ણનને સાર નીચે પ્રમાણે છે.
ઓગણપચાસ મતની ઉત્પત્તિ દિતિના પુત્રો ને ઈ મારી નાખવાથી દિતિએ કશ્યપમુનિને પ્રાર્થના કરી. ઇદ્રને મારનાર પુત્ર થાય તેવા પ્રકારના વતની માગણી કરી. તે ઉપરથી તેને વ્રતને વિધિ સમજાવી કશ્યપે કહ્યું કે, જે આ વ્રતનું બરાબર પાલન થશે તે ઇંદ્રનો શત્રુ અને તેને મારનાર એવો પુત્ર થશે; પરંતુ તેમાં જરા પણ ત્રુટી રહેશે તો ઇન્દ્રનો મિત્ર એવો એક પુત્ર થશે. તે પ્રમાણે વ્રતની શરૂઆત દિતિએ કરી, પરંતુ એક દિવસે કાળ ગતિના બળે દૈવવશાત શુચિભૂતપણાને વાગ થઈ તેને સંધ્યા સમયે નિદ્રા આવી. આને લાભ લઈ ઇન્દ્ર યોગ વડે દિતિના પેટમાં પ્રવેશ કર્યો અને તેમાં જે ગર્ભ હતો તેના પ્રથમ સાત ટુકડા કર્યા છતાં તે જ્યારે મર્યા નહિ ત્યારે વળી પાછા દરેક ટુકડાના સાત સાત ટુકડા કર્યા છતાં પણ તેઓ નહિ મર્યા ત્યારે તે કુમારો ઇન્દ્રને કહેવા લાગ્યા કે “અમને શા માટે મારે છે? માતાના વ્રતમાં અપૂર્ણતા થવાથી હવે અમે તમારા ભાઈ એ છીએ,” આથી ઇન્કે તેઓનો ભાઈઓ તરીકે સ્વીકાર કર્યો તથા તેમને પોતાની સાથે યજ્ઞમાં સમરસનું પાન કરનારા પાંદે-મરગણો કર્યા. નિદ્રામાંથી ઊઠ્યા પછી આ વાત માતા દિતિના જાણવામાં આવી. આ પ્રમાણે ઓગણપચાસ માણે ઉત્પન્ન થયા; તેમનાં નામઃ (1) એકતિ, (૨) દ્વિતિ, (૩) ત્રિાતિ, (૪) જ્યોતિ, (૫) એશક, () દિશક્ર, (૭) ત્રિશ૪ (૮) મહાબળ, (૯) ઈન્દ્ર, (૧) ગયદશ્ય, (૧) પતિસકૃત, (૧૨) પર, (૧૩) મિત, (૧૪) સંમિત, (૧૫) સુમિત, (૧૬) ઋતજિત, (૧૭) સત્યજિત, (૧૮) સુષેણ, (૧૯) સેનજિત, (૨૦) અંતિમિત્ર, (૨૪) અનમિત્ર, (૨) પુમિત્ર, (૨૩) અપરાજિત,
ત, (૨૫) ઋતવાહ, (૨૬) ધર્તા, (૨૭) ધરુષ્ણ, (૨૮) ધ્રુવ, (૨૯) વિવારણ, (૩૦) દેવદેવ, (૩૧) ઈદક્ષ, (૩૨) અદક્ષ, (૩૩) વ્રતિન, (૩) પ્રસદ (૩૫) સભર, (૩૬) ધાતા, (૩૭) દુર્ગ, (૩૮) ધિતિ, (૩૯) ભીમ, (૪૦) અભિયુક્ત, (૪૧) અપાત, (૪૨) સહ, (૪૩) ઘુતિ, (૪૪) ધપુર, (૪૫) અન્નાય, (૪૬) કામ, (૪૭) વાસ, (૪૮) જય અને (૪૯) વિરા એ પ્રમાણેના છે. તે પૈકી કેટલાકે ધ્રુવને કેટલાકે જયને તથા કેટલાકે વિરાટને મરીચિ કહે છે; પરંતુ જેમ નાગાળામાં રા' એ વાકયમાં સત્તાવીસ નક્ષત્રોમાં ચંદ્રનું નામ નથી પરંતુ તે સર્વાનો અધિકાતા છે તેમ આ ઓગણપચાસ મરુગણે મૂળ એકમાંથી જ થયેલા હોવાથી તે એક દિતિના પિટમાં પ્રથમ ગર્ભ કે જેના ઇન્ડે ટુકડા કર્યા તે પૂર્વે જે પ્રથમ એકરૂપે હતો તેને જ મરીચિ કહેવું છે, આથી ભગવાન કહે છે કે મરુદ્ગણમાં મરીચિ હું જ છે.
ચંદ્ર હું જ છે તારાગણે પિકી મુખ્ય એવા (૧) અશ્વિની, (ર) ભરણ, (૩) કૃતિકા, (૪) રોહિણી, (૫) મૃગ, (૧) આદ્રી, (૭) પુનર્વસુ, (૮) પુષ્ય, (૯) આશ્લેષા, (૧૦) મધા, (૧૧) પૂર્વાફાગુનિ, (૧૨) ઉત્તરાફાગુનિ, (૧૩) હસ્ત, (૧૪) ચિત્રા,(૧૫) સ્વાતિ, (૧૬) વિશાખા, (૧૭) અનુરાધા, (૧૮) જ્યેષ્ઠા, (૧૯) મૂળ (ર૦) પૂર્વાષાઢા (૨૧) ઉત્તરાષાઢા (૨૨) આભજિત, (૨૩) શ્રવણ, (૨૪) ધનિષ્ઠા, (૨૫) શતતારકા, (૨૬) પૂર્વા ભાદ્રપદા, (૨૭) ઉત્તરા ભાદ્રપદ, (૨૮) રેવતિ (અભિજિત, ઉત્તરાષાઢાને અંત ચરણ તથા શ્રવણની પ્રથમ પંદર ઘટી એટલો ભાગ મળીને થાય છે તે સ્વતંત્ર નથી તેથી કુલ નક્ષત્રો સત્તાવીશ ગણાય છે.) આ નક્ષત્રોને અધિપતિ છે. ચંદ્રમાં છે તે જ છે.