________________
ગીતાદોહન ]
તે પદ ગ્રહણાર્થે કહું છું; આ બધું છે એવા આત્મસ્વરૂપ જ છે.
[૫૩૩
અનેક જાતનાં પ્રાણીઓ, ગ્રહ, નક્ષત્રો, ધૂમકેતુઓ, તારાઓ, વીજળી, મેઘ તથા જે જે કાંઈ આ ભૂત, વર્તમાન, અને ભવિષ્યમાં જોવામાં આવે છે તે સર્વ એ વિરાટ પુરુરૂપ જ છે. વિરાટ પુરુષથી ભિન્ન કાંઈ નથી. આ વિરાટ પુરુષ આખા જગત(ક્ષાંક ૨ થી ૧૫ શ સુધી)ને વ્યાપીને તે કરતાં પણ ૫ર (ક્ષાંક ૧), એ રીતે સર્વત્ર રહે છે. જેમ સૂર્ય પોતાના મંડળને (સૂર્યમંડળને) પણ પ્રકાશિત કરે છે તથા તે મંડળની બહારની વસ્તુઓને પણ પ્રકાશમાન કરે છે તેમ એ વિરાટપુરુષ (કક્ષાંક ૨) પણ આ વિરાટ શરીરરૂ૫ બ્રહ્માંડ (વૃક્ષાંક ૧૪ થી ૧૫ ઘ)ને તથા તેની બહાર (વૃક્ષાંક ૩થી ૧૩ સુધી) સર્વને પ્રકાશિત કરે છે. વળી એ વિરાટ પુરુષ નાશવંત એવા કર્મફળરૂપે તથા તે કરતાંએ પર એવા અવિનાશી કર્મફળરૂપે પણ પોતે જ વ્યાપેલા હોવાથી તે કેવળ સર્વાત્મા છે એટલું જ નહિ પરંતુ અમૃતરૂ૫ આત્માનંદ અર્થાત મોક્ષના પણ અધિષ્ઠાતા (વૃક્ષાંક ૧) છે. હું બ્રહ્મન ! એ વિરાટ પુરુષનો મહિમા અગાધ છે (જુઓ પુરુષસૂકત મંત્ર ૧થી ૧૬).
બ્રહ્મદેવે બ્રહ્માંડ કેવી રીતે સજર્યું? આ વિરાટપુરુષ (વૃક્ષાંક ૨)ના અંતર્યામી મહાન આત્મરૂપ એવા નારાયણ (વૃક્ષાંક ૧૧)ની નાભિમાં પ્રથમ હિરણ્યગર્ભ (વૃક્ષાંક ૧૨) રૂપે રહેલો હું એટલે બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) ઉત્પન્ન થયો, ત્યારે આ પરમ પુરુષના ઉપર બતાવેલા) અવયવ સિવાય બીજી કોઈ પણ યજ્ઞની સામગ્રી મારા જોવામાં આવી ન હતી (બ્રહ્મદેવે આ બ્રહ્માંડ નિર્માણ કરવાની શરૂઆત કરી તે કમ કિંવા ક્રિયાને યજ્ઞ કહે છે. આ બ્રહ્માંડ મળે થતાં કાયિક, વાચિક અથવા માનસિક તમામ પ્રકારનાં કમને યજ્ઞકર્મો કહેવામાં આવે છે. વધુ માટે અધ્યાય ૩ તથા ૪ જુઓ), પછી યજ્ઞની સામગ્રીઓ તો મારે તૈયાર કરવાની હતી તેથી પશુઓ, વનસ્પતિઓ સહિત દર્શો, યજ્ઞભૂમિ યોનિસહ કુંડ), ઘણું ગુણવાળો વસંતદિક કાળ, સફસ્વાદિ પાત્રો, ડાંગર વગેરે ધાન્યો,
ઔષધિ ઇત્યાદિ હેમવાનાં દ્રય, ઘી વગેરે રિનગ્ધ પદાર્થો, મધુર રસાદિક, લોખંડાદિ ધાતુઓ; મારી, જળ, ઋક્, યજુ, સામવેદે, ચાતુહૌત્ર, જ્યોતિષ્ટોમાદિયાનાં નામે; સ્વાહાકાર વગેરે મંત્રો, દક્ષિણાઓ, દેવતાઓ, વ્રત, ઉદેથી, કપાદિ વેદાંગ, કે જે આધારે શ્રૌત તથા બોધાયન અને આશ્વલાયન ઋષિઓએ કર્મકાંડની પદ્ધતિ બતાવેલી છે તે; હું આના વડે યજ્ઞ કરીશ એવો સંક૯૫; યજ્ઞ કરવાના પ્રકાશરૂપ તંત્ર; વિષ્ણુક્રમાદિ ગતિઓ: દેવતાનું ધ્યાનાદિ કરવાની મતિઓ; પ્રાયશ્ચિત અને યજ્ઞનું સમર્પણ ઇત્યાદિ ય જોઈતી તમામ સામગ્રી અને એ પરમ પુરુષ(વૃક્ષાંક )ના અવયવોથી જ તૈયાર કરી. આ રીતે પરમ પુરુષના અવયવોથી જ સર્વ સામગ્રી એકઠી કરીને મેં સર્વને ઈશ્વર એવા તે જ યજ્ઞપુરુષનું તેના વડે જ યજન કર્યું. તે પછી મરીચ્યાદિ નવ પ્રજાપતિઓએ મનને એકાગ્ર કરીને ઇન્દ્રાદિક સ્વરૂપે પ્રકટ તથા પોતે અપ્રકટ એવા તે ભગવાન(ક્ષાંક ®)નું યજન કર્યું. ત્યાર પછી મનુઓ, ઋષિઓ, પિતૃઓ, દેવ, દૈત્ય તથા મનુષ્યોએ પોતાના સમયમાં તે ભગવાનનું યજ્ઞવડે પૂજન કર્યું. આ રીતે આ જગત ભગવાન નારાયણવૃક્ષાંક ૧૧) વિષે રહેલું છે. પરંતુ તે મૂળ પરમપુરુષ (વૃક્ષાંક ) તો પોતે નિર્ગુણ છે છતાં તે જ ઈશ્વર(વૃક્ષાંક ૨) રવરૂપે બની મિથ્યા માયા(વૃક્ષાંક ૩) શક્તિ દ્વારા અનેક ગુણે ધારણ કરે છે. હું એટલે બ્રહ્મદેવ વૃક્ષાંક ૧૩) તેમની અર્થાત ઈશ્વર(વૃક્ષાંક ૨ની આજ્ઞાથી જ આ જગતને ઉત્પન્ન કરું છું. રુદ્ધ તેમની આજ્ઞાને વશ રહીને જ જગતનો સંહાર કરે છે તથા માયાશક્તિને ધારણ કરનાર તે ઈશ્વર (વૃક્ષાંક ૨)ની આજ્ઞાનુસાર વિષ્ણુ જગતનું રક્ષણ કરે છે. પરંતુ હું, વિષ્ણુ અગર રુદ્ર તે વાસ્તવિક તેનાં જ અભિન્ન સ્વરૂપ હેઈ આ કારણાત્મક જે જે કાંઈ ભાવો છે તે તમામ વિરાટ પુરુષથી ભિન્ન નથી. હું વેદમય છું, તપમય છું, પ્રજાપતિએ મને વંદન કરે છે અને હું સર્વને સ્વામી છું છતાં અંગસહિત યોગને - ૧ વૃક્ષાંક રને સાક્ષી કિવા ક્ષર પુરુષ; વૃક્ષાંક ૧ને આત્મા કિયા અક્ષર પુરુષ તથા તે ઉપરના પુરુષને પરમ કિવા ઉત્તમ પુરુષ કહે છે. વૃક્ષાંક છે જુએ, અત્રે કહેલે પરમ પુરુષ એટલે તે જ સમજ.
૨૪ અત્યાર સુધી પરમ પુરુષમાંથી થયેલી ઉત્પત્તિ મહાકારણ ત(વૃક્ષાંક ૩થી ૫) તથા કારણ તો (વૃક્ષાંક ૬થી ૧૨) સુધીની સમજવી. તેથી તેને પરમાત્માના સૂમ અવયવો ચા ભાવ કહ્યા છે. કારણ વિરાટમાં પણ પ્રથમ ખા કારણુ ત ઉત્પન્ન થઈ અને ત્યારંબાદ જ કાર્યસૃષ્ટિની ઉત્પત્તિ થાય છે.