________________
૫૩૨ ] तत्ते पद संप्रहेण ब्रवीम्योमित्येतत् ॥ कठ.
[સિદ્ધાન્તકાષ્ડ ભગી૦ ૦ ૧૦/૧૯
મારા વિસ્તારના તા અંત નથી
અર્જુનના ઉપર પ્રમાણેના પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણે ખેાલ્યા હે વત્સ! તેં ઘણા સારા પ્રશ્ન કર્યાં. આત્મસ્વરૂપ એવી મારી દિવ્ય વિભૂતિએ જાણવાની તારી ઇચ્છા છે, પરંતુ હન્ત' એટલે અરે! આવા કટોકટીના વખતે હું મારી સ` વિભૂતિએ તને શી રીતે કહું? છતાં પણ તારી ઇચ્છા છે તેથી હમણાં તે મારી મુખ્ય મુખ્ય પ્રસિદ્ધ એવી દિવ્ય એટલે પ્રકાશ કિવા ચૈતન્યરૂપ વિભૂતિ જ હું તને કહીશ. કેમ કે હું કુશ્રેષ્ઠ ! મારા વિસ્તારને તે। અંત જ નથી, તે। પછી રશૂળ વાણી વડે હું પાતે પણ તેનું વન શી રીતે કરી શકું? વિરાટ પુરુષ ડી વિભૂતિ સંબંધમાં પ્રત્યક્ષ મહ્માજીએ શ્રીનારદને કહેલું શાસ્ત્રકથન નીચે પ્રમાણે છે, તે ઉપરથી વિરાટ પુરુષ કાને કહે છે તે સારી રીતે સમજી શકારો.
વિરાટ પુરુષના મહિમા
એ વિરાટ પુરુષ(વૃક્ષાંક ૨)નું મુખ સર્વ વ્યષ્ટિ તથા સમિષ્ટ વાની વાક્ ઇંદ્રિય(વૃક્ષાંક ૮/૨/મા-૬)નું તથા તે ઇંદ્રિયના દેવતા અગ્નિ (વૃક્ષાંક ૮/૧/૪-૬)નું ઉત્પત્તિસ્થાન છે; તેમજ તેમની રસ, રકત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર એ સાત ધાતુઓ; ગાયત્રી, ઉષ્ણુક, બૃહતી, પંકિત, જગતી, ત્રિષ્ટુપ અને અનુષ્ટુપ એમ સાત છંદોનું ઉત્પત્તિસ્થાન છે; (આ સંબંધમાં અધ્યાય ૨ માં વર્ણન આવેલુ છે તે જુઓ). તેમની જીભ (વૃક્ષાંક ૮/૨/મ-૪) પિતૃએના અને મનુષ્યાના અન્નતા મધુર, તીખા, ખાટા, કડવા, તૂરા, અને ખારા એ છ રસેાની ઉત્પત્તિનું સ્થાન છે. તેમની ઘ્રાણેન્દ્રિય (વૃક્ષાંક ૮/૨/મા-૫) એ અશ્વિનીકુમારાનુ, સવ ઔષધિઓનુ તથા સામાન્ય અને વિશેષાદિ સર્વ ગંધનુ ઉત્પત્તિસ્થાન છે. તેમના બે નેત્ર ગેાલક (વૃક્ષાંક ૮/૨/- ૩) સૂનું તથા સ યેાતિશ્ચક્રનું ઉત્પત્તિસ્થાન છે. તેમના એ કાન (વૃક્ષાંક ૮/૨/ગ-૧) દિશાઓ તથા તીર્થોનુ તથા શ્રોત્રક્રિય આકાશ તથા શબ્દની ઉત્પત્તિનું ક્ષેત્ર છે. વિરાટ પુરુષ બ્રહ્માંક ૨)નુ શરીર દરેક વસ્તુઓના સારાંશ (ભાવા)નુ તથા સૌંદર્યનું એક ઉત્પત્તિસ્થાન છે તથા તેમની ત્વચા (નૃક્ષાંક ૮/૨/બા-૨) પ ગુણુનું, વાયુનું તથા યજ્ઞનુ ઉત્પત્તિસ્થાનક છે. તેમનાં રુંવાટાં સ વૃક્ષેની ઉત્પત્તિનું સ્થાનક છે, કે જે વૃક્ષા વડે યજ્ઞ થઈ શકે છે; તેને ઔષધિ નામના વાયુ પણ કહે છે તથા તેમના કેશ, મેશ્વેાનું; દાઢી, મૂછ, વીજળીઓનુ તથા હાથપગના નખ એ પત્થરે તથા તમામ પ્રકારના લાખડની ઉત્પત્તિનું સ્થાન છે. તેમના બાહુએ એ લગભગ સઘળાઓનું પાલન કરનારા લેાકપાલેાનું સ્થાન છે. તેમના પગ લટક, ભુવલાક તથા સ્વર્ણાંકનુ થાન છે. તેમના ચરણુ (પમ) ક્ષેમ અર્થાત ઉત્પન્ન થયેલી તમામ વસ્તુની સભાળ તથા શરણુ એટલે ભય થકી તેનું રક્ષણુ કરવું તે તેમ જ સર્વ ઇચ્છિત પદાર્થીનાં વરદાનેાનુ સ્થાન છે. એ વિરાટ પુરુષનું લિંગ પાણી, વીય, ઉત્પત્તિ, વરસાદ તથા પ્રજાપતિનું સ્થાન છે. એમની ઉપસ્થ ઇંદ્રિય સંતાનને માટે કરવામાં આવતા સભાગ દ્વારા થતી શાંતિનું સ્થાન છે. પુરુષની પપ્પુ ઇંદ્રિય યમનુ (મિત્રતુ) તથા મળત્યાગનું સ્થાન છે. વિરાટ પરુષનું ગુદારથાન હિંસા, અલક્ષ્મી (દરિદ્રતા), મૃત્યુ તથા નરકનું સ્થાન છે. તેમના વાંસેા પરાભવ, અધમ તથા અજ્ઞાનનું સ્થાન છે. તેમતી નાડીએ ન અને નદીઓનું સ્થાન છે. હાડકાં એ પવર્તીનુ સ્થાન છે. ઉત્તર (પેટ) પ્રકૃતિ (માયા)નું, અાદિ રસેનું, સમુદ્રો તથા પ્રાણીઓના લયનું સ્થાન છે, તેમનું હૃદય એ સર્ર સૃષ્ટિ જીવેાના સિંંગ (મ) શરીરનું સ્થાન છે; એ વિરાટ પુરુષનું ચિત્ત ધમનું, તારું, મારું, સનકુમારનું, શંકરનુ, બુદ્ધિનું તથા સત્ત્વગુગુનું શ્રેષ્ઠ સ્થાન છે. હું, તું, વિષ્ણુ, મહાદેવ તથા આ મરીથ્યાદિ મુનિ, સનકાદિક કુમાર, દેવા, અસુરા, મનુષ્યા, હાથી, પક્ષીઓ, મૃગા, પાપટા, સરકીને ચાલનારાં પ્રાણીએ, ગંધાઁ, અપ્સરાએ, યક્ષા, રાક્ષસેા, ભૂતગણે, સૌ પશુ, પિતૃ, સિદ્ધો, વિદ્યાધરા, ચારણેા, દક્ષા તથા જળચર (જળમાં રહેનારાં), સ્થળચર (પૃથ્વી ઉપર રહેનારાં), અગ્નિચર (અગ્નિમાં રહેનારાં), વાયુચર (વાયુમાં રહેનારાં) અને ખેયર (આકાશમાં રહેનાાં)
* આ વિરાટ પુરુષનું વર્ણન વેદમાં આવેલા પુરુષસૂક્તના આધારનું છે. આ મજકુરના વિવેચન માટે ઉપાસના કાણ્ડ કિરણાંશ ૩૬, પૃષ્ઠ ૯૭ જીમ,