________________
૫૩૦ ].
છિન્ને પ્રાર્ચ રાન્તિ– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ. ૧૦/૧૦ “ક્ષાનહીન મારવતા' એટલે આ રીતના જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે હું, તું, તે, આ, મા, તારું ઈત્યાદિ અનંતરૂપે ભાસતું તમામ દસ્ય આત્મસ્વરૂપ છે, આ પ્રકારે સર્વાત્મભાવના અભ્યાસ વડે અહમને વિલય કરી રવાનુભવથી જાણવું તે જ અપરોક્ષજ્ઞાન છે, આ મુજબના અપરોક્ષજ્ઞાનરૂપ દીપવડે નિત્યપ્રતિ આત્મસ્વરૂપમાં સ્થિત થયેલો એવો જે હું તેવા મારામાં જ હંમેશ યુક્ત થયેલાઓને તેમની ઉપર અપ્રહ કરીને તેઓના અજ્ઞાનજન્ય તમ વા અંધકારને નાશ હું કરું છું, એમ સમજાવેલું છે.
अर्जुन उवाच । परं ब्रह्म परं धाम पवित्र पर्म भवान । पुरुष शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥१२॥ आहुस्त्वामृषयः सर्वे देवर्षि दस्तथा । असिनो देवलो व्यासः स्वयं चैत्र वीषि मे ॥१३॥ सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव। न हि ते भगवम्व्यक्तिं विदुर्देवा न दानवाः ॥१४॥
આપના સ્વરૂપને દેવ કે દાનવ જાણી શકતા નથી શ્રીકૃષ્ણ ભગવાનનું અત્યાર સુધીનું સ્થાન સાંભળીને અર્જુને અતિ આનંદપૂર્વક કહ્યું ઃ ભગવન આપ આ શરીરધારી અથવા મર્યાદિત એવા કૃષ્ણ નહિ પરંતુ બ્રહ્મથી પણ પર એવા પરબ્રહમ પરમધામ (શ્રેષ્ઠ સ્થાન) તથા જે અત્યંત પરમ પવિત્ર વસ્તુ કહેવાય છે, એવા અમર્યાદિત છે તેમજ દિવ્ય એટલે ચૈિતન્યરૂ૫ અને શાશ્વત અર્થાત કાયમના આદિદેવ, અજન્મા એટલે જેને કદી જન્મ જ થયો નથી તથા વિભુ અર્થાત સર્વવ્યાપી એવા પ્રકારના છે. સર્વે ઋષિઓ (મપિએ), દર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ, ઇત્યાદિ સર્વ પણ આપને એમ જ કહે છે, અર્થાત આ૫ શરીરધારી ! નહિ પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે સર્વાના આદિકારણુરૂ૫ અજન્મા એવા છે. આપ એવા પ્રકારના છે એમ તેઓ પણ સર્વ જણાવે છે. વળી આપ પોતે પણ મને તેમ જ કહે છે, તો હે કેશ! આપ મને જે કહો છો તે સર્વે હું નિઃશંક રીતે તદન સત્ય છે એમ માનું છું. કારણ કે મને આપના પાયે પૂર્ણ શ્રદ્ધા તથા પ્રેમ છે. વળી આપની વ્યક્તિ એટલે એકમેવ સર્વત્ર વ્યાપેલા સ્વરૂપને દેવો કે દાન પણ જાણી શક્તા નથી, તે પછી મારા જેવા પામરની વાત જ શી?.
રાથમેવારમનારનાને વેરણ નુકશોરન भूतभावन नेश देवदेव जगत्पते ॥१५॥ वकुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतयः । यामिविभूतिमिर्लोकानिमास्त्वं व्याप्य तिष्ठसि ॥१६॥