________________
ગીતાદોહન ] એવા તે આત્માની પ્રાપ્તિ કરી લેનારે ઉત્તમ અધિકારી માનું છું [ ૫૧૭ થાય છે. જો કે અજ્ઞાનથી કલ્પેલો ભય તે જ્ઞાનવડે જ મટે છે તે પણ ઈશ્વરથી વિમુખ એટલે ઈશ્વરને નહિ જાણનાર પુરુષને ઈશ્વરના જ્ઞાનના અભાવે તેની જ માયાથી આ અજ્ઞાન થયેલું હોઈ અજ્ઞાન વ “હું દેહ છું” એવી બુદ્ધિ થઈ છે અને એવી દેહબુદ્ધિ થવાથી જ ભય ઉત્પન્ન થયેલો છે. માટે ગુરુમાં ઈશ્વર અને આત્માની દઢ ભાવના રાખી ભયના મૂળ કારણરૂપે માયાના નિયંતા ઈશ્વરનું અનન્ય ભક્તિથી સમજુ મુખે ભજન કરવું જોઈએ.
આ ત પ્રપંચ વસ્તુત: અવિદ્યમાન છે. વિષે વડે ચિત્તમાં વિક્ષેપ થતો હોવાથી અનન્ય ભક્તિ શી રીતે થઈ શકે તથા અન્ય ભક્તિ ન થાય તો પછી અભય થવાની તો વાત જ કયાંથી? એવી શંકા થવા સંભવ છે, પરંતુ તેવી શંકા કરવાનું પ્રયોજન નથી. કારણ કે આ વિષયવાળે દશ્ય વા દ્વૈત પ્રપંચ વાસ્તવિક રીતે તે અવિદ્યમાન છે એટલે વસ્તુતઃ છે જ નહિ. છતાં પણ ચિંતન કરનારા પુરુષને સ્વપ્ન કિવા મનોરાજ્યની પેઠે તો જાણે તે સત્ય જ હેય એમ મન વડે ભાસે છે. માટે બુદ્ધિમાન પુરુષે મિથ્યા કર્મોના સંકલ્પવિકલ્પ કરનારા મનને રોકવું જોઈ એ એટલે મનમાં ઉત્પન્ન થતા દરેક સંકલ્પ આત્મસ્વરૂપ એવા ભગવાનરૂપ છે એ રીતે અંતઃકરણમાંથી સંક૯૫ ઊઠતાંની સાથે જ તેને તુરત દાબી દે જોઈએ. આ મુજબ મનને રોકવારૂપ અનન્ય (અન નહિ+ અન્યત્રીજો; બીજે નોંહ એ અનન્ય) ભક્તિથી નિત્યપ્રતિ ભગવાનનું ભજન થતાં અભયતા પ્રાપ્ત થાય છે.
અવિચ્છિન્ન ભગવાનની જ ભક્તિ કરવી આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃી, નક્ષત્રાદિક, તેજ, સમસ્ત પ્રાણીઓ, દિશાઓ, સમુદ્ર તથા જે જે કાંઈ દેખાય છે તે તમામ પદાર્થો એ સઘળું ભગવાનનું જ રૂપ છે એમ સમજીને તે સર્વને જોઈએ. આવી ગતિ યોગીઓને માટે પણ ઘણું જમો થવા છતાં દુર્લભ છે તો પછી કેવળ આ રીતે અનન્ય ભાવે કીર્તનમાત્રથી અને એક જ જન્મમાં તે શી રીતે પ્રાપ્ત થાય? એવી શંકા રાખવી નહિ; કેમ કે જેમ ભોજન કરનાર પુરુષને કળિયે કળિયે નહિ પરંતુ કર્ણએ કણીએ ઉદર પોષણ થઈ તે સુધાની નિવૃત્તિ કરે છે તથા સુખ આપે છે તેમ આત્મસ્વરૂપ એવા ભગવાનનું ભજન કરનારા પુરુષને નિત્યપ્રતિ ભગવત પ્રેમમાં નિમમ બનવારૂપ ભકિત, ભગવત સ્વરૂપની કૃર્તિ તથા ગૃહાદિ પ્રત્યે વૈરાગ્ય એ ત્રણે બાબતો એક સાથે જ
૧ છે. જેમ વણા કેળિયા જમવા થકી સુખાદિક વધતાં જતાં અંતે પરમ સુખાદિક થાય તેમ નિત્યપ્રતિ દરેક દસ્યાદિમાં ભગવાનની ભાવના કરી તેનું જ સતત ભજન કરવાથી ભકિત વગેરે વધતાં પરમપદની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે અવિચ્છિન્ન એટલે જ પણ ખંડ પડ્યા સિવાય અચુત અર્થાત જે કદી આત્મસ્વરૂપ વૃક્ષાંક ૧) સ્થાનેથી ચુસ થતો નથી અર્થાત નીચે પડતું નથી, તેવા ભગવાનનું ભજન કરનારા ભક્તને ભકિત, જ્ઞાન અને વૈરાગ્ય પ્રબળ થતાં અંતે સાક્ષાત પરમ શાંતિ પ્રાપ્ત થાય છે (ભા રકં૦ ૧૧ અ. ૨ ૦ ૨૯થી૪૩).
शुभाशुभफलैरेव मोत्यसै कर्मबन्धनैः। सन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैयसि ॥२८॥
કર્મબંધનમાંથી છૂટી મોક્ષને પામીશ ભગવાન આગળ કહે છે: હે પાર્થ! તને ઉપર દરેક કર્મોને આત્મસ્વરૂપ એવા ભગવાનમાં અર્પણું કરવારૂપ સંન્યાસયોગ કહ્યો. તે પ્રમાણે તમામ કર્મોને આત્માર્પણ કરનાર એટલે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થતાંની સાથે તુરત જ તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારના પ્રતિસંક૯પ વડે તેને દાબી દેનારો જે હંમેશ આત્મામાં જ યુકત છે એવો યુકતાત્મા; કર્મ થતાં રહેવા છતાં પણ તે કર્મ અને તેનાં શુભાશુભ ૧ળાના બંધનથી હંમેશ મુકત જ રહે છે માટે તે પણ જે આ પ્રમાણે આચરણ કરીશ તે તેથી વિમુક્ત