________________
ગીતાદેહન ]
આ નચિકેતાને હું અતિ આનંદ આપનાર ને હર્ષ ઉપજાવે–
[ ૫૧૫
पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति । तदहं भक्युपहृतमन्नामि प्रय॒ताःमनः ॥२६॥
પત્ર પુષ્પ ફલં તેય શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છેઃ હે પાર્થ! હું આત્મસ્વરૂપ હોવા છતાં મને તે રૂપે નહિ જાણનારા અને અન્ય દેવતારૂપ સમજીને કાં ન છે, પરંતુ જે ભક્તિ વડે ઉપાસના કરે તો તેવા ઉપાસકોની શી ગતી થાય છે, તે તને કહી સંભળાવી. હવે તેઓ જે સાધન થકી મારું પૂજન, અર્ચન કરે છે તે સાધન સંબંધમાં કહું છું તે સાંભળ. પ્રયતાત્મા એટલે જેનું ચિત્ત નિત્યપ્રતિ એક આત્મામાં જ નિયત થયેલું છે, સતત આત્મનિષ્કામાં જ જેની બુદ્ધિ નિત્યપ્રતિ પરોવાયેલી છે, એવા પ્રકારની ભક્તિ વડે જે મને પત્ર, પુષ્પ, ફળ કે જળ ઇત્યાદિ આપે છે તે અમાપંગુ બુદ્ધિો ૫ ભક્તિ વડે અર્પણ થયેનો પગ આત્મસ્વરૂપ એવો હું(વૃક્ષાંક ૧) જ અંગીકાર કરે છે. આ સંબંધે શાસ્ત્રમાં પણ આમ કહેવામાં આવ્યું છે.
મા ભકતે અર્પણ કરેલું ભાવથી હું ગ્રહણ કરું છું મારા ભક્તોએ આભરવરૂપ એવા મને પ્રેમ વડે થેડું પણ અર્પણ કર્યું હોય તો તે મને ઘણું થઈ પડે છે પરંતુ અભક્ત પુરુષોએ મને ગમે તેટલું અર્પણ કર્યું હોય છતાં પણ તેઓ મને પ્રસન્ન કરી શકતા નથી. જે પુરુષ પત્ર, પુષ્પ, ફળ કે જળ મને ભક્તિથી અર્પણ કરે છે, તો ભકિતથી અર્પણ કરેલી તેની એ વસ્તુઓ રવીકારી લઉં છું. કારણ કે તેવા ભક્તનું મન અતિ શુદ્ધ હોય છે (ભા સ્ક- ૧૦, અ. ૮૧, શ્લોક ૩, ૪. )
આડંબર રહિત પૂજન જ મને પ્રિય છે. તાત્પર્ય એ કે, ભક્ત એટલે જે મારાથી વિભકત અથવા જુદો નથી તે. આ મુજબ મારી સાથે ઐયરૂપ બની જઈ ભકિત કરનારો ભકત મારું પૂજન યજન કરવાના ઉદ્દેશથી પત્ર, પુષ્પ, ફળ કે પાણી વગેરે જે જે કંઈ મને અર્પણ કરે છે, તે તમામ આત્મરૂપ જ બની જાય છે. એટલે જેમ અમિમાં ઘી, તલ વગેરે ગમે તે હવિદ્રવ્ય નાખવાથી તમામ એક અમિરૂપ જ બની જાય છે, તેમ આત્મસ્વરૂપ એ છે મારી સાથે ઐયરૂપ બનેલો ભક્ત તેની શારીરિક, વાચિક, માનસિક યિાઓ તથા તેનું થતું પણ આત્મસ્વરૂપ જ બની જાય છે. કેમ કે તેવો ભક- તે આત્મસ્વરૂપ એવા એક ભગવાન વિના બીજું કાંઈ પણ દેખતે જ નથી. અંતઃકરણમાં વૃત્તિઓનું ઉત્થાન થાય કે તરત જ તે ભગવાન સ્વરૂપ જ છે એવા પ્રકારની અર્પણ બુદ્ધિ વડે તમામને ભગવાન(વૃક્ષાંક ૧) માં જ અર્પણ કરી દે છે. આથી અમિમાં લાકડાં નાખવાથી તે અમિર૫ જ બની જાય છે તેમ આ ભક્ત પોતે તથા તેનાં તમામ કાર્યો એક એવા ભગવાન અર્થાત આત્મા(વૃક્ષાંક ૧)રૂપ જ બની જાય છે; પરંતુ જે આ પ્રમાણે ભક્તિભાવના રાખ્યા વિના વિભકત એટલે દૈતપણાની ભાવનાનું સેવન કરી ગમે તેટલા ઉપચારો કિંવા સામગ્રીઓ અર્પણ કરવાનો પ્રયત્ન કરે છે તેઓ જેમ તેલ અને પાણીનું મિશ્રણ થઈ તે એકરસ થઈ શકતું નથી કિંવા પ્રકાશ અને અંધકારનું ઐક્ય કદી પણ થવું શકય હોતું નથી તેમ અંતર એટલે જુદાપણાનો ભાવ રાખીને ભકિત કરનારની તમામ ક્રિયાઓ તથા ગમે તેટલા ઉપચારો આત્મસ્વરૂપ એવા મને કદી પણ સ્પશી શકતાં નથી. ઉદેશ એ કે, આત્મસ્વરૂપ ભગવાન(વૃક્ષાંક ૧) ની અભિન્ન ભાવે ઉપાસના કરનાર એટલે કે જે પોતાની બુદ્ધને આત્મરરૂપ એવા ભગવાનમાંથી બીજી કોઈ તરફ કિંચિત્માત્ર ૫ણું ચલાયમાન થવા દેતા નથી, તે જ ખરો ભકત હોઈ તેવા ભકતોની તમામ ક્રિયાઓ આત્મસ્વરૂપ જ હોય છે. એટલું જ નહિ પરંતુ તેની પાસે ઉપાસનાદિને માટે બીજી કોઈ બાય સામગ્રી ન હોય અથવા તો એકાદ પાન, ધ, ફળ કે પાણી ઇત્યાદિ ગમે તે હોય તે પણ મને સ્વીકાર્ય છે. પરંતુ દૈતની ભાવનાવડે ગમે તેટલા બાહ્ય ઉપચારોથી પૂજન કરવામાં