________________
ગીતાદેહન 3 કેટલાક કાર્ય અને અકાર્ય રૂપે તથા એને જ
[ ૫૨૧ આત્મરૂ૫ બનેલા તત્ત્વવિદ્દ ઋષિઓ સમાન છે એવા રાજર્ષિઓ તથા પરમ પવિત્ર ભકતો માટે તે શું કહેવું અર્થાત તેઓ પરમ પવિત્ર ગતિને પામે તેમાં શી નવાઈ? અનિત્ય ને દુઃખવડે વ્યાપી રહેલા એવા આ લોકને પામેલા કોઈ પણ જીવો આત્મરૂપ એવા મને ભજી શકે છે. તત્પર્ય એ કે, જેઓ અનિત્ય એટલે કાયમ નહિ રહેનારા, અસુખ એટલે સર્વત્ર દુઃખ જ વ્યાપેલું છે એવા આ મૃત્યુલોકમાં જન્મેલા કઈ પણ મનુષ્ય આત્મસ્વરૂપ મને એટલે કે ભગવાન (રક્ષાંક ૧)ને ભજીને પરમપદની પ્રાપ્તિ કરી શકે છે. ઉદ્દેશ એ કે, મને ભજવામાં કોઈ પણ મનુષ્યને પ્રતિબંધ નથી. અજ્ઞાનતાથી પણ આત્મસ્વરૂપ એવા નારાયણનું નામ લેનાર અજામિલ જેવા મહાપાપીનો ઉદ્ધાર નિત્યપ્રતિ પુત્રને ઉદેશી કાં ન હો, પરંતુ નારાયણ નામમાં જ પરાયણ થવાથી કેવી રીતે થયો તે સંબંધમાં યમદૂત પ્રત્યે વિષ્ણુદ્દતએ કહેલું ભકિતનું રહસ્ય સંક્ષેપમાં નીચે આપવામાં આવે તો તે અયોગ્ય ગણાશે નહિ.
આત્મસ્વરૂપ ભગવાનના નામને મહિમા
વિશુદૂત બેલ્યાઃ અહો! મટે ખેદની વાત છે કે ધર્મરાજાની સભામાં પણ અધર્મ જોવામાં આવે છે, કેમ કે જ્યાં પાપરહિત અને શિક્ષાપાત્ર નથી એવા લોકોને પણ વૃથા શિક્ષા કરવામાં આવે છે. જે ધર્મને ન્યાય કરનારા ન્યાયાધીરો પ્રજાઓના પિતા ગણાય છે તેઓ તે શિક્ષાપાત્રને જ રિક્ષા કરે છે અને સર્વત્ર સમાન દષ્ટિવાળા હાય છે, તેમાં પણ જો આ રીતે વિધમતા થાય તે પછી પ્રજા કોને શરણે જાય ? આ જગતમાં જે કોઈ શ્રેષ્ઠ પુરૂષ હોય છે તે જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા સામાન્ય લોકે પણ કરે છે તથા શ્રેષ્ઠ પુરુષ જે વસ્તુને માન્ય કરે છે તેને જ બીજ પ્રમાણભૂત ગણીને માન્ય કરે છે. આ અજામિલે તો પોતાના કરોડો જન્મનું પ્રાયશ્ચિત કરી નાંખ્યું છે. કારણ કે તેણે પરાધિન અવસ્થામાં (વગર સમજે) પણ સર્વ કલ્યાણોના આધાર અને આત્મસ્વરૂપ એવા શ્રીહરિના નામનું ઉચ્ચારણ કર્યું છે. આ અજામિલે પુત્રને ઉદ્દેશીને માત્ર આભાસથી કાં ન હ પણ “નાદાન શાયા' હે નારાયણ ! તું આમ આવ’ એમ કહી ચાર અક્ષરવાળું આત્મસ્વરૂપ એવા ભગવાનનું નામ અંતકાળના સમયે ઉચાયું છે તે સમયના નામોચ્ચારણથી પાપીના તમામ પાપનું પ્રાયશ્ચિત થઈ ચૂક્યું છે. પાપકર્મોનો સમૂળગો વિનાશ ઈચ્છતા પુરુએ તે શ્રીહરિના ગુણાનુવાદરૂપે પ્રાયશ્ચિત જ કરવું જોઈએ, કારણ કે એ પ્રાયશ્ચિત ચિત્તની શુદ્ધિ કરનારું છે. માટે જેણે આ પ્રમાણે સર્વ પાપનું પ્રાયશ્ચિત કર્યું છે એવા આ અજામિલને હે યમદૂત! તમોએ યમદેવ પાસે લઈ જવું જોઈએ નહિ. આણે મરતાં મરતાં અંતે ભગવાનનું નામ લીધું છે. વિદ્વાનો કહે છે કે પુત્રાદિકના નામ ઉપરથી, મશ્કરીથી, ગાવાનો આલાપ કરવા સારુ, ગાળ દઈને અથવા ગમે તે નિમિત્તથી અંતકાળે જે આત્માથી અભિન્ન ભાવે ભગવાનનું નામ લેવાય તો કેવળ તેવા એક નામ વડે જ સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય છે, એવો સિદ્ધાંત છે. પડતાં, ઠેસ વાગતાં, હાડકાં ભાંગતાં, સર્પદંશ થતો હોય તે વખતે, તાવ વગેરેની પીડા થતી હોય ત્યારે અથવા લાકડી વગેરેના માર વખતે, આ રીતે જે મનુષ્ય હતાશ થઈને પરવશ અવસ્થામાં પણ આત્માથી જુદા નથી એવા ભગવાનનું અયભાવે નામ લે તે તેને યમપુરીનાં કષ્ટ ભોગવવાં પડતાં નથી. અંતકાળે જ્ઞાનથી કિંવા અજ્ઞાનથી કોઈ પણ વ્યાવહારિક કામના સિવાય લેવાયેલ ભગવાનનું નામ જેમ બાળકે અજ્ઞાનથી નાખેલો અગ્નિ પણ ઘાસના ગંજને બાળી નાંખે છે તેમ મનુષ્યનાં સઘળાં પાપોને બાળીને ભસ્મ કરી નાખે છે. જેમ કેઈ દિવ્ય ઔષધિને અજાણતાં અને અશ્રદ્ધાએ પણ ઉપયોગ કર્યો હોય તે પણ તે પિતાને ગુરુ દેખાડ્યા વગર રહેતી નથી તેમ આમેયરૂપ એવા ભગવાનના
ત્ર, અંતકાળે કોઈને ઉપદેશ વગર અને શ્રદ્ધા વગર બોલાઈ જાય તે પણ તે પિતાનું કાર્ય કર્યા વગર રહેતો નથી. હે યમદૂત! અમેએ કહેલા નામની મહત્તારૂપે ધર્મ વિષયમાં જે તમોને કાંઈ શંકા હશે તે તે તમારા સ્વામી યમદેવ(ધર્મરાજા)ને પૂછી જોજે; કેમ કે તે ધર્મરાજ યમદેવ ધર્મનાં પરમ ગા રહસ્યોને જાણે છે (શ્રી ભાઇ કં૦ ૬ અ૦ ૨).