________________
ગીતાદહન]
એવા તે આત્માનું સ્વરૂપ કહે.
[પર૫
શરીરના એવા બે પ્રકારના ભેદો કહેલા છે કેમ કે બ્રહ્મનું સાચું સ્વરૂપ, સમજાવવાને માટે સાંખ્ય વા સંખ્યા યુતિનો આશ્રય લઈ તેઓએ પુરુષ(વૃક્ષાંક ૨)ને અકતી તથા બુદ્ધિ(અવ્યકત વૃક્ષાંક ૪ ને બુદ્ધિ કહેવામાં આવેલી છે)ને પ્રકૃતિ(વક્ષાંક ૩)ને એક વિકાર માને છે. આથી અવ્યક્ત(વૃક્ષાંક )થી, હિરણ્યગર્ભ (વક્ષાંક ૧૨) સુધીનાં કારણ તત્વ એ અવ્યક્ત એવા બુદ્ધિતત્ત્વ(વૃક્ષાંક ૪)ના જ વિકારો કિવા ભાવરૂપે પ્રકૃતિને પામેલાં છે. અર્થાત અચકારૂપ બદ્ધિતા(વૃક્ષાંક ૪)થી હિરણ્યગર્ભ(વૃક્ષાંક ૧૨ ) સુધીના તમામ વિકારો યા ભાવે બુદ્ધિના જ ગણાય છે તથા બ્રહ્મદેવ(વૃક્ષાંક ૧૨)થી માંડીને ચૌદ લેકવાળું ચરાચર બ્રહ્માંડ(વૃક્ષાંક ૧૩ થી ૧૫ ઘર સુધીનું) તે સર્વ કાર્ય કિવા કર્મસૃષ્ટિ કહેવાય છે. આજ બ્રહ્મદેવનું સમષ્ટિરૂપે શરીર છે એમ સમજવું. આ વિરાટ કિંવા સમષ્ટિ શરીરને વિકાસ પ્રથમતઃ બ્રહ્મદેવે ભાવ એટલે વૃત્તિ કિવા સંકલ્પ વડે કરેલ છે, પછી તે ભાવ(સંકલ્પ) વૃદ્ધિને પામીને ક્રમે પ્રથમ માનસિક સૃષ્ટિ ઉત્પન્ન કરનારા મહર્ષિ સનકુમાર, પ્રજાપતિઓ, મનુઓ ઉત્પન્ન થયા છે તથા મનુઓની ઉત્પત્તિ બાદ મિથુની સૃષ્ટિની ઉત્પત્તિ થવા પામેલી છે. આ રીતે બુદ્ધિના ભાવવાળી મહાકારણ તથા કારણરૂપ સૂક્ષ્મ સૃષ્ટિ(વૃક્ષાંક ૩ થી ૧૨ જુઓ) તથા શરીરભાવવાળી કાર્યસૂષ્ટિ(વૃક્ષાંક ૧૩થી ૧૫ )ની ઉત્પત્તિ આત્મસ્વરૂપ એવા મારામાંથી જ થવા પામેલી છે; એમ સુચવવાને ભગવાનનો હેતુ આમાં સ્પષ્ટ જણાય છે. અર્થાત ઈશ્વર(વૃક્ષાંક ૨) સ્વરૂપ થકી પ્રતિબિંબિત થયેલ પ્રકૃતિ(વૃક્ષાંક ૩)માંથી અવ્યક્ત કિવા બુદ્ધિ (ક્ષાંક ૪)ના ભાવ યા વિકાર જ ક્રમે કારણ તથા કાર્યરૂપે (વૃક્ષાંક ૫ થી ૧૫ ૬ સુધી) બનેલા છે. આ બુદ્ધિના ભાવ (વિકાર)માં જેને સમાવેશ થાય છે એવાં સૂક્ષ્મ તત્વોનું વર્ણન ભગવાને અવે (લેક ૪ થી ૬ સુધી) કરેલું છે. આ વર્ણન તેમણે પિતાની સૂક્ષ્મ વિભૂતિઓનું કરેલું છે. આથી ભગવાન કહી રહ્યા છે કે બુદ્ધિ, જ્ઞાનાદિ ઉપર કહેવામાં આવેલા મુખ્ય વિસ ભાવ તથા બીજા પણ ભિન્ન ભિન્ન એવા અનેક જે ભાવો પ્રાણીમાત્રને થાય છે તે તમામ આત્મસ્વરૂપ એવા મારાથી જ થાય છે. તાત્પર્ય, આ બ્રહ્માંડમાંના સમગ્ર પ્રાણીમાત્રના વ્યવહારનો આરંભ બ્રહ્મદેવના ભાવ એટલે સંક૯૫ વડે જ શરૂ થયેલો હોઈ તે વ્યવહાર કેવળ પોત પોતાની ભાવના અનુસાર જ ચાલી રહ્યો છે, એટલે જીવોને ઈપણ કાર્ય કરતાં પહેલાં પ્રથમ મનમાં સંકલ્પ કરે પડે છે. મનમાં જે સંક૯૫ એટલે ભાવના જ ન થાય તો પછી વ્યવહાર થવો કદી પણ શકય નથી તેથી ભાવના એ જ જગતનું મૂળ છે. આ ભાવનાઓમાં અનેક ભેદો છે પરંતુ તેમાં પણ મુખ્ય વીસ છે, જે ઉપર જણાવેલા છે. ભગવાન આગળ કહે છે, હે ભારત! અત્યાર સુધી તને બુદ્ધિના સૂક્ષ્મ ના કહ્યા કે જે આધકારણરૂપ છે. હવે મારા કાર્યરૂપ એવા શરીરના મુખ્ય ભાવ કહું છું, એટલે કે આ સ્થલ શરીરાદિ મારા પ્રકૃતિના વિકારરૂપ જ છે તે સાંભળ.
महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा। मद्भावा मानसा जाता येषां लोक हमाः प्रजाः ॥६॥
મહર્ષય: સતપૂર્વે આત્મવરૂપ એવા મેં જ્યારે વિવર્તભાવે વિરાટપુરુષના કાર્ય એવા બ્રહ્માંડના અભિમાની બ્રહ્મદેવરૂપ થઈ સરિ રચવાને આરંભ કર્યો એટલે જેમ મનુષ્ય મારું શરીર એમ કહી દેહ ઉપર મારાપણાનું અભિમાન રાખે છે, જેને શાસ્ત્રમાં વ્યષ્ટિ અભિમાની કહે છે તેમ બ્રહ્માંડરૂપ વિરાટના કાર્યરૂપ એવું ચૌદલોકવાળું આ બ્રહ્માંડ એ તે મારું છે એવું અભિમાન ધારણું કરનાર બ્રહ્મદેવ હોવાથી તે સમષ્ટિનો અભિમાની છે, એમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે આ બ્રહ્મદેવે પૂર્વે એટલે સૃષ્ટિ રચવાને આરંભ કર્યો તેના પહેલા જ દિવસે કે જેને કલ્પ એવું નામ છે તેમાં; (૧) મહા (૨) કુમાર (૩) પ્રજાપતિ અને (૪) મનુઓ કે જેમનાથી આ ચરાચર લોકપ્રજાની વૃદ્ધિ થવા પામેલી છે તેઓને ઉત્પન્ન કર્યા; તે તમામ મારા માનસ