________________
ગીતાહન ]
.
કેટલાક ભૂતકાળને ભવિષ્ય ઇત્યાદિ રૂપે જુએ છે–
[ પર૩
અધ્યાય ૧૦
श्री भगवानुवाचभूय एव महाबाहो शृणु मे परमं वचः। यत्ते हं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया ,१॥
પરમ અને હિતકારી વચન સાંભળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ હે મહાબાહે ! અત્યાર સુધી તને જે કહેવામાં આવ્યું તે તારી સમજમાં આવ્યું કે? વળી બીજા પણ પરમ ઉત્તમ બોધરૂપ વચન કહું છું તે લયપૂર્વક સંભાળ, કેમ કે તું મને અત્યંત પ્રિય હોવાથી તારા હિતની ઈરછાથી હું તને તે કહી રહ્યો છું. આ વિષય છે કે અત્યંત ગૂઢ છે એટલે કે સમજી ન શકાય એવો અત્યંત ગહન છે છતાં તારા ઉપર મને અત્યંત પ્રીતિ હોવાથી હું તને તે સમજાવી રહ્યો છું, માટે તું તેનું અત્યંત કાળજીથી અને લક્ષ્ય પૂર્વક શ્રવણ કર. જેમની બુદ્ધિ તદ્દન નિર્મળ અને શુદ્ધ હેય તે જ મારું આ વચન સમજી શકશે. અરે આત્મસ્વરૂપ એવા મારા સ્વરૂપનો ઉપદેશ તો કઈ થકી પણ થઈ શકે તેમ નથી, એવું તે અનિર્વચનીય છે, છતાં હું પોતે જ તને તે કહી રહ્યો છું. માટે મારું આ પરમ હિતકારક વચન નું ધ્યાન દઈ સાંભળ.
न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः ।
अहमादिहिं देवानां महर्षीणां च सर्वशः ॥२॥
દેવતા અને મહર્ષિએ પણ મારા મૂળને જાણતા નથી મારા પ્રભવ એટલે મૂળને દેવતાઓના ગણો અથવા મહર્ષિએ પણ જાણતા નથી. કેમ કે આ દેવતાઓ અને મહર્ષિઓના આદિ તે સર્વ પ્રકારે આત્મવિરૂ૫ અર્થાત અનિર્વચનીય એવો હું જ છે. સૂર્યનો પ્રકાશ જેવાને માટે શું મશાલનો ઉપયોગ થઈ શકે ખરો કે? કિંવા પ્રતિબિંબો શું બિંબને જોઈ શકે છે ખરાં કે ? તેમ સર્વ રીતે આદિ એવો હું(વૃક્ષાંક ૨) આ સમયના કેવળ એક સાક્ષીરુપ છું તથા તે હું એટલે તત કિંવા આત્મા (વૃક્ષાંક ૧) છે. બહું જ સર્વનું આદિકારણ હોઈ મારુ કેઈ કારણ છે જ નહિ. હું તો સ્વતઃસિદ્ધ જ છે. આ દેવતાઓના સમૂહો યા તો મહર્ષિઓ વગેરે સર્વ આત્મસ્વરૂપ એવા મારું કાર્ય હોવાથી પ્રતિબિંબ જેમ બિંબને જોઈ શકે નહિ તેમ તેઓ મારા આદિસ્થાનને કેવી રીતે જાણી શકે ? શું રમકડાંઓ તેના બનાવનારને કદી ઓળખી શકે ખરાં કે ? તાત્પર્ય એ કે, મારું આ આત્મસ્વરૂપ સમસ્તનું બળ હોઈ તેને આદિ, મધ્ય અને અંત ઇત્યાદિ કાંઈ નથી તેમ જ તેને કાળ તથા દેશાદિની મર્યાદા પણ નથી. તે શુદ્ધ અને અખંડ એકરસ છે. અરસામાંના પ્રતિબિબની જેમ આ જગત જેના ઉપર ભાસમાન થયેલું છે એવું તે આત્મતત્વ જ્ઞાતા, જ્ઞાન, યાદિ ત્રિપુટીઓથી તથા તે સર્વના સાક્ષીભાવથી પણ પર હેઈ તદ્દન અસંગ, નિલેં૫, સ્વતસિદ્ધ અને અનિર્વચનીય છે; મારું આત્મસ્વરૂપ એ ચક્ષનો વિષય નથી, વાણીને વિષય નથી તેમ બીજી કોઈ ઈક્રિયાને પણ વિષય નથી, તેમ જ તે તપાદિ કિંવા કર્માદિનો પણ વિષય નથી પરંતુ જેનું ચિત આત્માકાર બનેલું હોય એવા બ્રહ્મવિદો આત્મા વડે જ આત્માને જોઈ શકે છે. બાકી પ્રવચન દ્વારા કિંવા બળવડે તે લભ્ય નથી. આ રીતે ઉપનિષદોમાં પણ મારું એટલે આત્મસ્વરૂપનું વર્ણન છે (મુંડક ૩, ખંડ ૧, મંત્ર ૮). સારાંશ એ કે, આત્મા અનિર્વચનીય હેઈ દ્રષ્ટા, દર્શન અને દશ્ય તથા જ્ઞાતા, જ્ઞાનાદિ ત્રિપુટીથી પણ પર હોવાથી મહર્ષિઓ અથવા દેવતાઓ અમો તે તેને સમજીએ છીએ એ