________________
ધર૦ ]
अन्यत्रास्मात्कृताकृतात्
[સિદ્ધાન્તકાષ્પ ભ૦ ગી૦ ૦ ૯ ૩૩
આવતા નથી. ભાગવત્ ધર્માંમાં દરેક કાશ્વરાર્પણુ કરવુ' એમ જે ઉપર કહેવામાં આવ્યું છે તેની સિદ્ધિ એટલે કે ભક્તિમાતું મુખ્ય લક્ષણુ ભગવાન અત્રે બતાવી રહ્યા છે. આ ભક્તિમાર્ગમાં હું તથા મા ઇત્યાદિ તમામ ભાવના ત્યાગ કરી દેવા જોઈએ તથા આ દેડ, વાણી, મન, બુદ્ધિ ત્યાદિ વડે ભાસતુ તમામ દશ્યાળ(જગત) આત્મસ્વરૂપ એવા ભગવાનનુ જ રૂપ છે, ભગવાન સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારને દૃઢ નિશ્ચય કરી અંતઃકરણમાં ભગવાન વગર ખીજી કેાઈ વૃત્તિનું ઉત્થાન થવા નહિ પામે ક્રિવા જે જે સંકલ્પ વિકલ્પાની સ્ફુરણા થાય તેની ઉત્પત્તિ થતાંની સાથે તરત તે અત્મસ્વરૂપ એવા ભગવાનનું જ રૂપ છે, એ રીતની પ્રતિવ્રુત્તિ વડે તેને તત્કાળ દાખી દેવી જોઈ એ. આટલુ` જ એક કાર્ય કરવાનુ હોય છે. આનું જ નામ ઈશ્વરાણુ. ભક્તિ માર્ગ તે આ જ. આ ભક્તિમાંનુ અવલંબત કરનારને જાતિ, કુળ, વણુ, નીચીંચપણું કિવા ઊઁચાપ્રકારના ધંધા ઇત્યાદિ કશાની પણુ અડચણ આવતી નથી.
क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्ति निगच्छति ।
,
कौन्तेय॒ प्रति॑जानीहि न मे भक्तः प्रणश्यति ||३१||
માશ ભક્ત કદી પણ વિનાશને પામતા નથી
ઉપર બતાવ્યા પ્રમાણે એક ભગવાનના જ નિશ્ચષમાં સ્થિર થયેલે તત્કાળ ધર્માંત્મા એટલે આત્મધમ વાળે થાય છે. અર્થાત્ જેમ અગ્નિમાં નાખવામાં આવેલાં લાકડાં જેમ અગ્નિરૂપ બને છે તેમ આત્માને ધારણ કરવાવાળા તે ધર્માત્માનાં શરીર, વાણી, મન અને બુદ્ધિ વગેરે દ્વારા થતાં તમામ કર્મો આત્મવપ જ બની જાય છે, આથી તે હ ંમેશને માટે એટલે કાયમી શાંતિને પામે છે. હું કુંતિપુત્ર! હું તને પ્રતિજ્ઞાથી કહું છું કે આત્મસ્વરૂપ બનેલે એવા મારા એકનિષ્ઠ ભક્ત કદી પણ વિનાશને પામતે નથી; પછી તે વ્યવહારદષ્ટિએ ગમે તેવું હલકું યા શ્રેષ્ઠ કાર્ય કરનારા હોય.
मां हि पा॒र्थ व्य॑पात्र॒त्य येऽपि स्युः पायोनयः ।
ञ्जियो वैश्यास्तथा शु॒द्रास्ते॒ऽपि यन्ति पु॒रां गतिम् ॥३२॥
મારી ભક્તિ કરવા માટે જ્ઞાતિવર્ણાદિની અડચણો નથી
હું પાં ! કરીથી કહું છું તે સાંભળ. દૃઢ નિશ્ચય વડે આત્મસ્વરૂપ એવા મારા આશ્રય કરીને રહેનાર પછી તે પાપયેાનિમાં જન્મેલા મહાન નીચ કિંવા ચડાળ હો, સ્ત્રી હૈ, વૈશ્ય એટલે વ્યવહાર દૃષ્ટિએ હલકા અથવા તેા ઉત્તમ પ્રકારના ગમે તેવા ધંધા કરનારા હા, બાળક હા, અથવા વૃદ્ધ હૈ। અથવા શુદ્ર હૈ। અર્થાત્ શાસ્ત્ર વગેરે કાંઈ જાણુતા ન હા, તે પણ પરમગતિને પામે છે. ઉદ્દેશ એ કે, આ ભક્તિ મામાં કાંઈ ભણવાની, જાણવાની, કાંઈ છેાડવાની, અમુક કરવાની કિવા અમુક નહિં કરવાની ઇત્યાદિ કશાની જરૂર નથી તેમ જ તેમાં જ્ઞાતિ, જાતિ, વણુ, ધંધા ઇત્યાદિ કશા ભેદભાવની અડચણુ પણ આવતી નથી. વળી તેમાં અમુક અધિકારી છે અને અમુક અધિકારી નથી વગેરેના ભેદભાવ પણુ નથી તેમ જ તેમાં શાસ્ત્રના અભ્યાસની કિવા જંતર ક્રાઈ` પણુ પ્રકારની કિંચિમ્માત્ર અડચણા આવી શકતી નથી.
I
किं पुनर्ब्राह्मणाः पुण्या मुक्ता राजयस्तथा ।
अनित्य॒मसु॑खं लो॒कमि॒मं प्राप्य भूजस्व माम् ॥३३॥ મને ભજવામાં કોઈને પણ પ્રતિમધ નથી
આ મુજબના ગમે તેવે અધમમાં અધમ અને નીચમાં નીચ યાનિમાં જન્મેલે મનુષ્ય પશુ આ એકનિષ્ઠાયુક્ત ભક્તિમાર્ગનું અવલંબન કરવાથી પરમગતિને પામે છે. તે પછી બ્રાહ્મણેા તથા જેએનું આચરણુ