________________
ગીતોહન ] આ આત્માને જ કેટલાક ધર્મરૂપે, કેટલાક અધર્મરૂપે– ૫૧૯ છે તેવા એકનિષ્ઠ ભક્તમાં આત્મસ્વરૂપ એવો હું છું તથા મારામાં તે છે. તાત્પર્ય એ કે, દરેકે દરેક ભૂતભાવ પોતાને માટે હું છું એમ કહે છે. પણ આ હું, હું એવું કહેનાર કોણ છે, તેને નહિ ઓળખતાં આ હું એટલે શરીર જ એમ કલ્પી લઈ તેવો અધ્યાસ દઢ કરે છે. આ મુજબ જગતમાં સર્વોત્ર ના સાચા રવરૂપની ઓળખાણું થયા વગર મિથ્યા અધ્યાસ વડે હું એટલે દેહ જ એમ માની લઈ વ્યવહાર ચાલી રહેલો જોવામાં આવે છે. આ સર્વના હૃદયમાં સ્કરણ પામનારો એ આ બ્રહ્માંક ૩) છે એ હવે આ હું કોણ? એ વિચાર કરી તે હું એટલે શરીર નહિ પરંતુ આત્મા કિંવા ભગવાન(વૃક્ષાંક ૧). છે એમ સમજીને જે ભક્ત આત્મસ્વરૂપ એવા મારી(વૃક્ષાંક ૧)ની ઉપાસના કરે છે, તેવા ભક્તરૂપ હું (રક્ષાંક ૩)ને પિતાના સ્વરૂપનું સાચું જ્ઞાન થવાથી તે ભક્તરૂ૫ છું ( ક્ષાંક ૩) આત્માને તથા ભગવત સ્વરૂપ આત્મા (વૃક્ષાંક ૧), આ ભકતરૂ૫ છે (વૃક્ષાંક ૩)ને ઓળખે છે, એમ જણવું. આ રીતે જ્ઞાન થવાથી તે પરર૫ર એક બીજાને ઓળખી શકે છે, પરંતુ હીરાની પરીક્ષા નહીં હોવાને લીધે તે પાસે પડેલો હોવા છતાં પણ કાચ છે એમ માનવામાં આવે છે તે પ્રમાણે સ્વરૂપના જ્ઞાનના અભાવથી આત્મા સર્વત્ર વ્યાપક હેવા છતાં પણ તેને આત્મસ્વરૂપે નહીં ઓળખતાં હું, તું, આ, તે ઈત્યાદિ મર્યાદિત એવા અનેક આકારે વડે પ્રતીત થનારા દશ્ય જગતદિરૂપે જુએ છે.
હું” માં તે? અને તે માં હું ઉદેશ એ છે. કોઈપણ વસ્તુનું અસ્તિત્વ હોવા છતાં તેને જે જ્ઞાન ન હોય તો તે નિરર્થક જ છે. તેમ આત્મા ચરાચરમાં વ્યાપક હોવા છતાં પણ તેનું જ્ઞાન નહિ હોવાને લીધે આ મિયા સંસારરૂપ મોહ તથા તેમાંના સુખદુઃખાદિની નિવૃત્તિ થતી નથી. આથી ભગવાને અત્રે કહ્યું છે કે જે ભક્ત મને ભજે છે એટલે આત્માને જાણે છે, તેમાં બહુ તથા હું' માં તે છે, એમ ભગવાને અહીં સાપેક્ષ ભાવે કહેલું છે. અર્થાત અજ્ઞાનીઓ આ સર્વ દશ્ય આત્મસ્વરૂપ હોવા છતાં તેને આત્મસ્વરૂપે નહિ એાળખતાં જગતરૂપે સમજે છે, પરંતુ જ્ઞાનીએ તો તત્તથી જાણવા યોગ્ય એવું આત્મસ્વરૂપ એટલે તત રૂપ “હું”(વેક્ષાંક ૧) સર્વમાં સમભાવ રહેલો છે, તેને તો કોઈ પ્રિય અથવા દુષ્ય નથી એમ જાગે છે. આ મુજબ આત્માની સ્થિતિ હોવા છતાં પણ જે ભક્તો મને એટલે આત્માને “હું” (વૃક્ષાંક ૧)ને જ્ઞાનયુક્ત ભક્તિથી ભજે છે તેઓ(વૃક્ષાંક ૩ થી ૧૫ જ) તે તત ૨૫ “હુ”(વક્ષાંક ૧)માં હેય છે અને હું અર્થાત તતક્ષાંક ૧) તેઓ (વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ)માં હોય છે, એમ સમજ.
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् । साधुरेव स मन्तख्यः सम्यव्यवसितो हि सः ॥३०॥
દુરાચારી કે સાધુ
ભગવાન કહે છે કે હે પાર્થ ! જે મને એટલે આત્માને અનન્ય અર્થાત દ્વૈતભાવે છડી એકય ભાવથી ભજે છે તે ગમે તેવો દુરાચારી પણુ કાં ન હોય, છતાં પણ તેને સાધુ જ સમજવો જોઈએ. કેમ કે તે સમ્યક એટલે આત્મસ્વરૂપના ઉત્તમ પ્રકારના નિશ્ચયવાળે છે. તાત્પર્ય એ કે, વ્યવહારદ્રષ્ટિમાં અતિનિંદિત ધંધો કરનારો અતિશય, ચાંડાળ કિંવા જેનો આચાર અત્યંત ખરાબ છે તે દુરાચારી કેમ ન હોય પરંતુ જે તે ઉપર બતાવી ગયા તેમ અનન્ય એટલે જુદાપણાની ભાવના નહિ રાખતા એકય ભાવવડે આત્મસ્વરૂપ એવા મને ભજે, તો તેને પણ મહાન સાધુ જાણો કેમ કે તે આત્મસ્વરૂપના ઉત્તમ નિશ્ચયવાળે છે. સારાંશ વ્યવહારમાં કોઈ ગમે તે ધંધો કરનારે હોય, પૂર્વ પ્રારબ્ધ અનુસાર યથાપ્રાપ્ત જે કર્મ કરવાનું માથે માવી પડ્યું હોય તે કરવા છતાં બુદ્ધિને ભગવાનમાં જોડીને તેવા એક નિશ્ચય વડે તમામ કાર્યો આત્માર્પણ દષ્ટિએ જે કરવામાં આવે તે ન્યાતિ, જાતિ કુળ, ઉંચ નીચ કર્મ ઇત્યાદિ કલાને પણ બાધ