________________
પ૬ ]
વિતરું સઘ ગતિ મળે છે .
[ સિદ્ધાન્તકાષ્ઠ ભર ગીર અને
આવે તો પણ તે આડંબરરૂપ હોવાથી મને સ્વીકાર્ય નથી; આ મુજબ શ્રીકૃષ્ણ ભગવાનનું અત્રે કથન છે. સાંખ્ય અથવા જ્ઞાનયોગમાં બુદ્ધિને એક આત્મનિષ્ઠામાં જ અચળ રાખવી એવો અભ્યાસક્રમ બતાવેલ છે ( જુઓ અધ્યાય ૨ શ્લોક ૩૦ તથા અ૦ ૩, ૪ વગેરે) તે પ્રમાણે ભક્તિયોગમાં બુદ્ધિને એક ભગવાનમાં જ અચળ રાખવી એવું દર્શાવવાને ભગવાનને ઉદ્દેશ છે, એ ખાસ ધ્યાનમાં રાખવું,
यत्करोषि यदनासि यज्जुदोषि ददासि यत् । यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् ॥२७॥
તું જે જે કરે છે તે મને અર્પણ કરી હે કે તેય ! તને જે ભક્તિમાર્ગનું રહસ્ય ઉપર કહ્યું તે તું સારી રીતે સમોને એટલા માટે જ તને હું કહું છું કે તું જે કરે છે, જે ખાય છે, જે હમે છે, જે દાન કરે છે, જે તપ કરે છે, તે સર્વ આત્મસ્વ૨૫ એવા મનોવૃક્ષાંક ૧ ને અર્પણ કર. આમાં ભક્તિ કેવી હોવી જોઈએ તથા કેવી રીતે કરવી જોઈએ એ સંબંધે વિવેચન છે. ભકિતમાર્ગની સ્પષ્ટતાને માટે મુખ્ય જે ભાગવત ધર્મ ઉપર આધાર રાખવામાં આવે છે તે ભાગવત ધર્મ બાબતને શાસ્ત્રમાં બતાવેલે નિર્ણય નીચે મુજબ છેઃ
ભાગવત ધર્મને મુખ્ય સિદ્ધાંત નિમિરાજા પૂછે છે: આયુષ્યમાં અડધી ક્ષણને સત્સંગ પણ મનુષ્યોને માટે મે ખજાનાને ભંડાર પ્રાપ્ત થવાની બરાબર આનંદરૂ૫ થઈ પડે છે. માટે અમો જે સાંભળવાને અધિકારી છીએ એમ આપને લાગે તે સર્વનું કલ્યાણ કરનારા ભગવત્ સંબંધી ધર્મો કહે.
કવિયોગેશ્વર કહે છે. આ સંસારમાં દેહાદિકના ઉપર આત્મભાવના અર્થાત દેહ એટલે જ આત્મા છે એવી બુદ્ધિ થવાને લીધે નિત્ય ભય વડે વ્યાપેલા પુરુષોને માટે આત્મસ્વરૂપ એવા ભગવાનનાં ચરણારવિંદની ઉપાસના એ જ સર્વ પ્રકારના ભયની નિવૃત્તિ કરનારું સર્વોત્તમ કલ્યાણકારી સાધન છે, એમ હું માનું છું. અજ્ઞાની પુઓને પણ અનાયાસે આત્મવસ્તુની પ્રાપ્તિ થાય તે માટે ભગવાને મનુ તથા યાજ્ઞવલકયાદિ અતા દ્વારા અતિરસ્યરૂપ વર્ણાશ્રમ વગેરે જે ધર્મો સ્વમુખે પોતે જ કડેલા છે તેને તમારે ભાગવત ધર્મ ન વા. હે રાજન! ભાગવત ધર્મોને આશ્રય કરનારો પુરુષ કદી પણ પ્રમાદી થતો નથી. યોગસાધને ઇત્યાદિમાં જેવાં વિદો નડે છે તેવાં ભાગવત ધર્મમાં કદી પણ નડતાં નથી. આ ભાગવત ધર્મ માં કોઈ આંખ મીંચીને દેડી જાય છતાં પડતોએ નથી અને ઠોકર પણ ખાતા નથી. ઉદ્દેશ એ કે, શ્રુતિ તથા રમૃતિઓ એ બે નેત્રો કહેવાય અને તે પૈકી એકને ન જાણનારો કાણે તથા બેને ન જાણનારો આંધળો કહેવાય; જેથી જેઓને વેદ તથા ધર્મશાસ્ત્રનું અર્થત શ્રુતિ, રમૃતિ શાસ્ત્રનું જ્ઞાન ન હોય તેવાઓને માટે આ ભાગવત ધર્મનું પાલન કરવાથી પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે. મનુ તથા યાજ્ઞવજ્યાદિ દ્વારા કહેવાયેલા વર્ણાશ્રમાદિ ધર્મો કે જે ભગવાને પોતે જ કહેલા છે(ઉદ્ધવગીતા ભા. કં૦ ૧૧, અ૦ ૭) તે સર્વ ભાગવત ધર્મો છે, એમ મેં પ્રથમ કહ્યું છે. પરંતુ ભાગવત ધર્મનું સારરૂપ રહસ્ય સંક્ષેપમાં હું તને કહું છું તે સાંભળ. “તમામ કર્મો પરમેશ્વર એટલે અમસ્વરૂપ એવા ભગવાન(ક્ષાંક ૧)ને સમર્પિત કરવાં.” તે જ મુખ્ય ભાગવત ધર્મ છે. કેવળ શાસ્ત્રવિધિ અનુસાર કરવામાં આવતાં કમેં જેવાં સંસ્થા, પાન. વૈશ્વદેવાફ યા તો નિત્ય નૈમિત્તિકાદિ કર્મો જ પરમેશ્વરને સમર્પણ કરવાં એમ નહિ પરંતુ કાયાથી, વાણીથી, મનથી, દિવડે, અહંકારથી તથા અધ્યાંથી માની લીધેલા જેમ કે હું બ્રહ્માદિ વર્ણવાળો અથવા બ્રહ્મચર્યાદિ આશ્રમવાળો છું ઇત્યાદિ રવભાવાનુસાર જે જે કાંઈ કર્મ કરવામાં આવે છે તે સવળું આત્મા કિંવા પરમેશ્વરને અર્પણ કરી દેવું, એ જ પરમ ભાગવત ધર્મ છે. આ પ્રમાણે ભાગવત ધર્મનું આચરણ કરનારની સર્વ પ્રકારની કાયિક, વાચિક અને માનસિક આદિ તમામ ક્રિયા પણ ભગવત સંબંધી ધર્મરૂપ જ