________________
ગીતાદોહન ] અતિ સૂક્ષમધર્મવાળા આત્માને માનવી નિદિધ્યાસથી જ મેળવે છે; [ ૫૩
મારી અવિધિથી થતી ઉપાસના આ અનેકરૂપે ભાસના તમામ દસ્ય વરતુ તે એક આત્મસ્વરૂપે જ છે, આત્માથી કિંચિત્માત્ર પશુ ભિન્ન નથી, એવું એકરસાત્મક આત્મસ્વરૂપ એ જ મારું સાચું સ્વરૂપ છે, તેને જ લેક અનેક પ્રકારનાં
કલ્પના વડે વાસ્તવમાં એક હોવા છતાં અસંખ્યરૂપે કલ્પી લે છે; પરંતુ સાચી પરિસ્થિતિ તો તે કેવળ એક અતરૂપ જ છે. આમ હોવાને લીધે જેઓ શ્રદ્ધાથી યુક્ત થઈને મને આત્મસ્વરૂપ સમજવાને બદલે અન્ય એટલે બીજા કેઈ રૂપવાળે જેમ કે રામ, કૃષ્ણ, વિષ્ણુ, શંકર, દેવી ઇત્યાદિ દેવતારૂપે અથવા હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, અમો, તમો દત્યાદિ સ્વરૂપવાળે સમજીને જે છે યા ઉપાસે છે, તે તેવા ઉપાસકે (પૂજકે) પણ વારતવિક રીતે તે આત્મસ્વરૂપ એવી મારી (વક્ષાંક ૧ ની)જ ઉપાસના કરે છે, એમ સમજવું. પરંતુ આ પ્રકારની તેમના તરફથી થતી ઉપાસના કિવા પૂજ અવિધિસરની હોય છે, એટલું જ. જેમ સમુદ્રને મળવાની છત્ર છાવાળે શ્રદ્ધાપૂર્વક નદીને સમુદ્ર સમજીને તેના વહેણની દિશામાં કાંઠે કાંઠે ચાલ્યો જાય તે અંતે તે સમુદ્રને મળી શકે છે, તેમ ભગવાનને આત્મસ્વરૂપે નહિ જાણતાં પોતપોતાના ઇષ્ટદેવરૂપે માનીને મૂર્તિદ્વારા જે તેની ઉપાસના કરે છે, તેવા ઉપાસકે પશુ નદી અંતે જેમ સમુદ્રને જ મળે છે તેમ ઉપાસક ભલે અજ્ઞાની હોય પણ ઉપાસ્ય પોતે તે આમસ્વરૂપ જ હોવાને લીધે તે ઉપાસક પણ અંતે તો પોતાના ઉપાય એવા ઇષ્ટદેવતાના મૂળ આત્મસ્વરૂપને જ પામે છે, એમાં શંકા નથી. તાત્પર્ય એ કે, જેઓ આ, હું, તું, મારું, તારું, મને, તને ઇત્યાદિ દૈતભાવ વડે મને એટલે આત્મા(વૃક્ષાંક ૧)ને જ બીજો એટલો મૂર્તિ આદિ ઇષ્ટરૂપે સમજીને શ્રદ્ધાયુક્ત અંત:કરણથી ઉપાસે છે તે પણ હે કુંતીપુત્ર! પર્યાયે તો મારું એટલે આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)નું જ પૂજન કરે છે, પરંતુ તેમનું પૂજન કિવા ઉપાસના અજ્ઞાનયુકત હેવાથી તે અવિધિસરનું કહેવાય છે (અવિધિસરની ઉપાસના સંબંધે લોક ૧૫ પૃષ્ઠ ૪૯૬ જુઓ). હે કૌતેય ! તેમનું આ પૂજન વિધિપુરઃસરનું ભલે ન હોય પરંતુ પર્યાયે તે તે આત્મસ્વરૂપ એવા મારું(રક્ષાંક ૧)નું જ યજન કરે છે; એમ નિશ્ચયપૂર્વક જાણું. એટલું જ નહિ પરંતુ આ સમસ્ત બ્રહ્માંડમાં હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ તમામ વ્યવહાર જેમ સુવર્ણને કડાં, કંડલ, બંગડી, વીંટી ઇત્યાદિ અનેક નામરૂપ વડે ભાસનારા દાગીનાઓ કહો છતાં તે સર્વ એક સેનાના જ પર્યાય છે. દાગીના કહેવાથી તેમાંથી સુવર્ણભાવ જરા પણ ઓછો થતો નથી પણ સુવર્ણને જ દાગીના કહેવામાં આવે છે તેમ સમરત વિશ્વમાં હું, તું, તે, આ, તારું, મારું ઇત્યાદિ ભિન્ન ભિન્ન અનેક નામરૂપ વડે ચાલી રહેલે તમામ વ્યવહાર અજ્ઞાત રીતે તો બ્રહ્મ કિવા આત્માને ઉદ્દેશીને જ કરાતો હોવાથી તે અવિધિસર એવી આત્માની જ ઉપાસના થઈ રહી છે, એમ જાણતું.
अहं हि सर्वयज्ञानां भोका च प्रभुरेव च । न तु मामभिजानन्ति तत्त्वेनातश्चयवन्ति ते ॥२४॥
મને તત્ત્વતઃ નહિ જાણનાર પતિત થાય છે હે પાર્થ! મેં તને વખતોવખત જણાવેલું છે કે આ દયાભાસ(વૃક્ષાંક ૩થી ૧૫૪) રૂપી ચાલનાર તમામ યજ્ઞનો ભક્તા ઈશ્વરસ્વરૂ૫(વૃક્ષાંક ૨) એ હું જ હોઈ તે હું પ્રભુ એટલે તતરૂ૫ એવો અનિર્વચનીય આત્મા(વૃક્ષાંક ૧) છે, છતાં પણ અજ્ઞાનદષ્ટિવાળા મને તત્ત્વતઃ જાણતા નહિ હોવાથી તેઓ સ્વરૂપમાંથી ઢળી પડે છે એટલે મને આત્મસ્વરૂપ સમજવાને બદલે અન્યરૂપે સમજે છે. આ આત્મસ્વરૂપને બદલે બીજું જ કાંઈ છે એવા પ્રકારે આત્મનિષ્ઠામાંથી બુદ્ધિનું ચલાયમાન થયું તે જ આત્મામાંથી વયવંતિ એટલે પતન થયું એમ જાણવું. તાત્પર્ય એ કે, ઉપર જણાવ્યા પ્રમાણેના અવિધિસરના ઉપાસકે, અનિર્વચનીય આત્મસ્વરૂપ એવો હું(ક્ષાંક ૧) જ આ સર્વ દશ્યાદિ યાને ભોક્તા, યજ્ઞપુરુષ કિવા ઈશ્વર, પ્રભુ તથા આત્મા(ક્ષાંક ૧)