________________
૪૮૨ ]
यां त्वमापः सत्यधृतिर्बतासि
ભક્તિમાર્ગ વેદના સિદ્ધાંતાથી યકચિત પણ ભિન્ન નથી
વિચાર કરવાથી જણાશે કે, ભક્તિમા` એ વેદના સિદ્ધાંતાથી યતકિંચિત્ પણ ભિન્ન નથી. ગણિતશાસ્ત્રમાં તાળા મેળવવા નિયમ છે. જેવી રીતે એકમાં એ ઉમેરીયે તે ત્રણ થાય તેમ ત્રણમાંથી એ કાઢી લેવામાં લાવે તેા એક રહે. આમ બંને રીતે જ્યારે ખરાખર તાળા મળે તેા જ ઉદાહરણ બરાબર ગણુાય. તેમ હું અને મારું આ બતે ભાવાતા વિલય પ્રથમ હું (વૃક્ષાંક ૩)માં ક્રરવા અને એ હું (વૃક્ષાંક ૩) એટલે અનિવચનીય એવા આત્મા (વૃક્ષાંક ૧) છે એમ જાણવું તે. હું આત્મા છું, બ્રહ્મ છું. જ્ઞાનસ્વરૂપ છું, તત(તે)રૂપ છું, એવા પ્રકારના ભાવનેા આ અભ્યાસક્રમમાં સમાવેશ થાય છે. હવે તેથી વિપરીત અભ્યાસ એટલે જ્યારે હું (વૃક્ષાંક ૩) આત્મા (વૃક્ષાંક ૧) છે તેા આત્મા (વૃક્ષાંક ૧) પણ હું (વૃક્ષાંક ૩) છે. આ મુજબ ‘હું આત્મા’ અને ‘આત્મા હું' એમ પરસ્પર બને ભાવાતા અનુભવ થાય ત્યારે જ પૂર્ણતા થઈ એમ કહેવાય છે; પરંતુ સાધકે પ્રથમ આ બે પૈકી કાઈપણ એક ભાવના અભ્યાસ કરી તેને અપરાક્ષાનુભવ કરી લેવા પડે છે, જ્યાં સુધી તેવા અનુભવ ના થાય ત્યાં સુધો અને માર્ગાવાળા દંભી જ ગણાય છે.
જ્ઞાનમાર્ગની સિદ્ધિનાં લક્ષણા
પ્રથમ માર્ગામાં હું આત્મા (ભગવાન) છું એવા પ્રકારની ભાવના વધુ હું ભાવનેા પણ વિલય કરીને નિર્વિકલ્પતાના અનુભવ કરી લઈ તેમાં તદાકારતા પ્રાપ્ત કરી લેવી જોઈએ, આ રીતની તદાકારતા થઈ તેને જ્યાં સુધી અપરેક્ષાનુભવ ના થાય ત્યાં સુધીને માટે તે વ્યવહારષ્ટિએ ગમે તેટલા નાની ગણાતા હોય યા તે મેઢા મહાત્મા તરીકે પૂજાતા હોય તેા પણ કેવળ ઢાંગ છે એમ જાવું. તેમાં શુષ્ક વેદાંત વગર ખીજાં કાંઈ પણ છે જ નહિ, પરંતુ જેણ હું ભાવના સંપૂર્ણ વિલય કરી નિર્વિકલ્પતાને અનુભવ લીધેા હોય છે અને તેમાંથી ફરીથું ઉત્થાન થઈ જે નિર્વિકલ્પ આત્મ(વ્રુક્ષાંક ૧) સ્થિતિ તે જ આ વિકલ્પ (વૃક્ષાંક ૩થી ૧પ૪) છે એ પ્રમાણે તેમાં અભેદ દષ્ટિ થતાં સુધી દૃઢ અભ્યાસ કરી સહજસમાધિમાં સ્થિત રહેવું જોઈ એ. આમ થાય ત્યારે જ તે પૂણ સ્થિતિએ પહેાંચ્યા છે એમ સમજવું. આ અભ્યાસ ‘ હું આત્મા છું' તથા આત્મા હું છે' એવા પ્રકારનેા એટલે કે પ્રથમ મારી મારી કરીને કહેવાતી તમામ વસ્તુઓથી હું ભિન્ન છું એવા નિશ્ચય કરી ત્યાર પછી એવા ‘હું' ભાવ પણ જ્યાં નથી એ જ આત્મપદ છે, એ રીતે જાણી પુરુષા વડે હું ભાવને પણુ વિલય કરી નાખવા તેને નિરાસભાવને અભ્યાસ પણ કહે છે. આને જ વ્યવહારમાં નિર્ગુણ કહે છે, જે ઉપર કહેવામાં આવ્યું છે. આમ ધ્યેયપ્રાપ્તિ થતાં સુધો એ પૈકી ગમે તે એક ભાવના અભ્યાસને આશ્રય લઈ ત્યારબાદ પોતે પેાતાને પણ ભૂલી જવું એટલે પેાતાસહ અહંમમાદિ ભાવાના વિલય થતાં જે કવલાવસ્થા શેષ રહે છે તેવી સ્થિતિમાં જ સ્થિત થઈ રહેવું જોઈ એ.
[ સિદ્ધાન્તકાષ્ડ ભ૦ ગી૦ ૦ ૯/પ
ભકિતમાર્ગોની સિદ્ધિનાં લક્ષા
જેએ પેાતાને ભક્તિમાવાળા સમજે છે, તેઓએ પણ જે જે કાંઈ આ સવ દૃશ્ય દેખાય છે તે તથા કાયિક, વાચિક અને માનસિક જે જે કર્માં થાય છે તે સર્વ (વૃક્ષાંક ૩થી ૧પ૪) ભગવાનનું જ રૂપ છે, તે સિવાય બીજું કાંઈ પણ છે નહિ, એવા પ્રકારની દૃઢ નિષ્ઠા રાખી તેના સાક્ષાત્ અનુભવ નહિ થાય એટલે જેએ જેના ઉપાસક હેાય તે ભગવાનનાં તેને સગુણરૂપે પ્રત્યક્ષ દર્શીન જ્યાં સુધી નહિ થાય અને ત્યારબાદ સર્વત્ર ભગવાન હોવાને જ પ્રત્યક્ષ અનુભવ નહિ આવે≠ ત્યાં સુધી આ ભક્તિમાર્ગીની સિદ્ધતા થઈ એમ કહી શકાય નિહ. આમ તમામ દશ્ય વસ્તુમાં ભગવાન કિવા આત્માનાં દર્શન થાય તે। જ મનુષ્ય કૃતકૃત્ય થાય છે. જ્યાં સુધી આવી રીતના તેને પ્રત્યક્ષ અનુભવ થતા નથી ત્યાં સુધીને માટે તે તે પૂણ દંભી છે, એમજ જાણવું. મને સ્વમામાં દર્શીન થયાં, પ્રકાશ દેખાયા, જાગૃતિમાં અમુક પ્રકારના ભાસ થયે। ઇત્યાદિ
* અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન થયું તે બાગ આગળ અધ્યાય ૧૧ માં જુએ. ભક્તિમાની પૂર્ણાહૂતિ આ સ્થિતિ થાય ત્યારે થઈ શકે છે એમ નવું.