________________
૪૮૬] ગાનાખ્યા વિન– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીત અહ હ૭ એવા નિશ્ચયવાળો હોવાથી પણ અંતે આત્મસ્વરૂપ એવા મને જ પ્રાપ્ત થઈશ અને તે વાત હું તને પ્રત્યક્ષા અનુભવમાં લાવી આપીશ, એટલા માટે આ સ્વાનુભવ કરાવી આપનારું વિજ્ઞાન(અપરોક્ષ) સહિત જ્ઞાન (પરોક્ષજ્ઞાન) હું તને કહી રહ્યો છું. હવે તું ખાતરીથી પૂર્ણ રીતે સમજ કે મને ભજ, મારે શરણે આવ, મારું સ્મરણ કર, મારું ઐશ્વર્યા જે ઈત્યાદિ શબ્દપ્રયોગ વડે તને હું વખતો વખત જે સમજાવી રહ્યો છું તે હું એટલે આ શરીર નહીં પરંતુ આત્મા કિલા બ્રહ્મ છે, એમ નિશ્ચિત જાણ.
મારામાં ભૂતે છે અને નથીનું કારણ ભગવાન કહે છેઃ હે પાર્થ! હવે તેને સારી રીતે સમજાયું હશે કે મારામાં ભૂતો રહેલાં છે પણ હું તેમાં નથી તેમ જ મારામાં ભૂત પણ રહેલાં નથી. અરે ! મારા આ યુગનું અદ્ભુત ઐશ્વર્યા તે જે કે
તો ચમત્કાર છે? અવ્યક્ત સ્વરૂ૫ (વૃક્ષાંક ૪)માંથી ભૂતને ઉત્પન્ન કરતો તથા “હું” “હું” એવા સ્કુરણ (વૃક્ષાંક ૩)રૂપે સર્વ ભૂતેને ધારણ કરતો હોવા છતાં મારો સાક્ષી (વૃક્ષાંક રનો) આત્મા(વૃક્ષાંક ૧) ભૂતોમાં રહેલો નથી, તે તો તદ્દન અસંગ તથા નિર્લેપ જ છે. ચિત ચમત્કાર તે આનું નામ જ..
यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् । तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ॥ ६ ॥
મારામાં ભૂતોનું ધારણ કેવી રીતે થયેલું છે? જેમ હંમેશાં સર્વત્ર ગતિ કરનારો મહાન વાયુ આકાશમાં સ્થિત છે અર્થાત વાયુ જેમ આકાશ વડે ધારણ કરાયેલ જ હોય છે તે પ્રમાણે આ સર્વ ભૂતો આત્મસ્વરૂપ એવા મારા(વૃક્ષાંક ૧)માં સ્થિત છે, એમ સમજ. અર્થાત વાયુ અને તેનું ચલનાદિ કાર્ય આકાશ વગર હોઈ શકે નહિ. એટલું જ નહિ પરંતુ આકાશ વિના વાયની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કદી પણ સંભવતો નથી, છતાં આકાશ તે તદ્દન અસંગ, અવિકારી તથા નિશ્ચળ હોય છે. તેમ આ સર્વ ભૂતમાત્રરૂપ કાર્ય (વૃક્ષાંક ૫ થી ૧૫ ઘ) અને તેનું આદિ કારણ અવ્યક્ત (વૃક્ષાંક ૮), તેનું મૂળ કારણ માયારૂપ મિથ્યા અહં(વૃક્ષાંક ૩) તથા તેને સાક્ષી શુદ્ધ “હું” કિવા ઈશ્વર (વૃક્ષાંક ૨) ઇત્યાદિ સર્વ મારા એટલે આત્મા(વૃક્ષાંક ૧)માં જ સ્થિત રહેલું છે, છતાં આત્મા તે તદ્દન નિર્વિકાર, અસંગ અને નિશ્ચળ જ છે. આ મુજબ અસંગ આત્મસ્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧)માં આ સર્વ ધારણ કરાયેલું છે, એમ સમજે.
सर्वभूतानि कौन्तेय प्रकृति यान्ति मामिकाम् ।
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ॥ ७ ॥
આ સર્વ ભૂતસમુદાય કલ્પને અંતે પ્રકૃતિમાં જ વિલય પામે છે. ભગવાન કહે છેઃ જેમ સ્વપ્નામાં દેખાતા મોટા મોટા પહાડ, સમુદ્રો, નગર, અરો, નાનાવિધ પ્રકારનાં પ્રાણીઓના સમૂહ, મનુષ્યો તથા કાળ ઇત્યાદિ અનંત સ્વરૂપે પ્રતીત થનારું સ્વપ્નચૈતન્ય જાગૃત થતાંની સાથે જ કોણ જાણે કયાં અદશ્ય થઈ જાય છે, તેને લેશ પણ કઈ જગાએ મળતો નથી. છતાં ફરી પાછા સ્વપ્ન પડતાં જ તે એકદમ ખડે થઈ જાય છે, તેમ હે કૌતેય ! આ સર્વ ભૂતને સમુદાય કપને અંતે એટલે બ્રહ્મદેવને દિવસ પૂરો થાય ત્યારે મારી અવ્યક્ત પ્રકૃતિને પામે છે તથા કપના આરંભમાં એટલે બ્રહ્મદેવના દિવસના આરંભમાં ફરી પાછે હું(વૃક્ષાંક ૩) તેને સજું છું. તાત્પર્ય, કલ્પ બે પ્રકારના છે તે પ્રથમ (અધ્યાય ૨, ૪ અને ૮માં) કહેવામાં આવેલું છે.