________________
ગીતાહન ]
શાસ્ત્રોમાં કહેવાયેલું છે, એટલે કહેવામાં આવેલું છે.
[ ૪૮૫
અસંભવરૂપ હોઈ અનભવજન્ય છે. અધ્યારોપ દૃષ્ટિએ જોઈએ તે તે બ્રહ્મ જ સર્વરૂ૫ છે તથા આરેપિત દષ્ટિવડે જોઈએ તો તે કશારૂપ છે જ નહિ. જે બ્રહ્મના જે નિર્વિકાર હોય તે જ તેનો અનુભવ કરી શકે છે. આ પ્રમાણે જ્યારે સારી રીતે પ્રબોધનો ઉદય થાય ત્યારે જ આ પરમ નિર્વાણપદની પ્રાપ્તિ થઈ એમ કહી શકાય. આ દશામાં જગત યથાસ્થિતપણે જેમનું તેમ રહ્યા છતાં પણ પ્રલયન જેવી તદ્દન અભાવ સ્થિતિને પ્રાપ્ત થયા જેવું અનુભવમાં આવે છે. તેમાં એકતા કિંવા અનેકતાની સહેજ પણ કલ્પના નથી. તેમાં કશું પણ નથી અને કશાનો સંભવ પણ નથી. સર્વ સત, અસત વસ્તુઓની સીમા કિંવા અંતરૂપ તત્ત્વ તે આ જ છે. દશ્યને અત્યંત અભાવ છે એમ માનવાથી શુદ્ધ બોધનો ઉદય થાય છે અને તેથી સર્વ વિક્ષેપથી રહિત થવાય છે. ત્યાર પછી શાંતપણે જે કાંઈ નિરતિશય આનંદરૂપે સ્થિતિ રાખીને રહેવું તે જ પરમપદરૂપ છે, એમ તમે સમજો. આ શુદ્ધ બોધ સર્વોત્તમ ધ્યાનરૂપ છે. શાસ્ત્રપરિચયથી પદ અને પદના અર્થને એટલે વેદના મહાવા અને તેના અનુભવસિદ્ધ અર્થને જાણી શકનાર બુદ્ધિમાન અને નિરંતર મોક્ષના ઉપાયરૂપ સતશાસ્ત્રનું અધ્યયન કરનાર શુદ્ધ અધિકારી પુરુષ આ પરમપદને અધ્યાત્મશાસ્ત્રના વિચારથી થએલા જ્ઞાનરૂ૫ ઉપાય વડે મેળવી શકે છે, બીજા કોઈ ઉપાયથી તે પદની પ્રાપ્તિ થઈ શકતી નથી. તીર્થાટન, દાન, સ્નાન, અધ્યાત્મ વિના બીજી કોઈ વિદ્યા, ધ્યાન, તપ, યોગ કે યજ્ઞ ઇત્યાદિ વડે તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. સત્યરૂપે ભાસતું આ દશ્ય વાસ્તવિક તો અનિર્વચનીય ઈમિધ્યારૂપ હોવા છતાં ભ્રાંતિને લીધે સત્ય જેવું ભાસે છે.
એક જ આત્મતત્વ અનંતરૂપે શી રીતે થવા પામે? ભગવાન કહે છેઃ હે અર્જુન ! જેમ વખની અંદર જોવામાં આવતી તમામ દશ્ય જાળ વાસ્તવિક મિથ્યા છે છતાં એ જાણે સત્ય જ ના હોય તેમ અનુભવવામાં આવે છે, એ તો દરેકના અનુભવની વાત છે. તે મુજબ આ જગત આત્માની અંદર મિથ્યા હોવા છતાં મૃગજળની જેમ પ્રતીતિમાં આવે છે. સ્તનના દશ્યમાં કોઈ પણ વસ્તુઓ નહિ હોવા છતાં સ્વપ્ન વખતે એ વખતન્ય જ જાણે કે ભોકતા ભગ્યાદિ ત્રિપુટીરૂપે બન્યું હોય એમ જોવામાં આવે છે તથા જાગ્રત થતાં જ વળી પાછા ભોકતા ભોગ્યાદિ તમામ સ્વખચૈતન્યનો એક રૂપમાં જ વિલય થઈ જાય છે. તેમ આ એક આત્મા (વૃક્ષાંક ૧)જ અજ્ઞાન અવસ્થામાં જાણે અનંતરૂપે ભાસમાન થતો હોય તેમ ભાસે છે તથા જ્ઞાન થતાં કાચબાની જેમ વળી પાછો આ અનંત દક્ષ્યને પાતામાં એટલે એક આત્મસ્વરૂપમાં જ સમેટી લે છે. આ રીતે આત્માના નિર્ણય સંબંધે શાસ્ત્રમાં કથન છે.
યજ્ઞ, જપ, તપાદિ ચિત્તશુદ્ધિના ઉપામે છે. હે અર્જુન! એક જ આત્મા અનંતરૂપે કેમ ભાસે, છે, તે તારા લક્ષમાં આવ્યું ને? તેની પ્રાપ્તિ યજ્ઞ, યાગ, જપ, તીર્થ, તપ, દાન, સ્નાન, અધ્યાત્મ વિનાની બીજી કઈ વિદ્યા, ધ્યાન, તપ કે યોગ ઇત્યાદિ કોઈ પણ સાધનથી થવી સંભવતી નથી. આ બધાં સાધને ચિત્તશુદ્ધિ માટેનાં છે. તે બધાં કાંઈ પ્રત્યક્ષ પરમાત્માની પ્રાપ્તિરૂ૫ ફળના કારણભૂત થતાં નથી. પરમાત્મપ્રાપ્તિને માટે તે કેવળ એક આત્મજ્ઞાનની જ જરૂર છે. એ તો છે પણ જ્ઞાન વગરની સમાધિ પણ પાષાણુની માફક વ્યર્થ જ છે. એટલા માટે જ હું તને સર્વાના પરમાવધિરૂપ એવું મારું અનુભવસિદ્ધ જ્ઞાન આપી રહ્યો છું, કે જે જાણ્યા પછી તે કરતાં બીજું કાંઈ પણ જાણવાપણું રહેતું જ નથી.
હું કાંઈ શરીરી નહીં પરંતુ આત્મનિશ્ચયવાળે છે ભગવાને અજુન પ્રતિ અત્યાર સુધી કહેલા વિવેચનનો ઉદ્દેશ એ છે કે, મેં તને સર્વ ભાવે મારે શરણે આવ, નિત્યપ્રતિ મારું સ્મરણ કર, એમ જે વારંવાર કહ્યું છે, તે હું એટલે શરીરધારીકૃષ્ણ નહિ પરત ચરાચરમાં વ્યાપી પહેલો આત્મનિશ્ચયવાળો અને તે પ્રત્યક્ષ અનુભવ લીધેલા અનિર્વચનીય એવો આત્મ સ્વરૂપ જ છું. જેથી સર્વ ભાવે આત્મસ્વરૂપ એવા મારી ઉપાસના કરીશ અથવા સર્વકાળમાં મારું સ્મરણ કરીને તું યુદ્ધ કરીશ, તે તેથી હું એટલે આ શરીરાદિવાળે નહિ પરંતુ આત્મસ્વરૂપના અનુભવસિદ્ધ