________________
૫૦૬ ]
અધ્યાત્મના વિમેન રે વા–
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૨.
છે. પરંતુ એ અભિપ્રાય લેકે ના સમજવામાં આવતો નથી. તેનું કારણ એ છે કે, આત્મા આનર્વચનીય હેવાથી તેનું જ્ઞાન પક્ષવાદ વડે સમજાવ્યા સિવાય વેદને માટે બીજો કોઈ ઉપાય જ નથી તેથી મને પક્ષવાદ જ અત્યંત પ્રિય છે. આ પક્ષવાદ વડે આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લઈ અપરોક્ષ માટે પુરુષાર્થ કરવાનો હોય છે. પરોક્ષવાદ એટલે વેદમાં જે કર્મ કરવાનું કહ્યું છે તે કર્મ છોડાવવાને માટે જ છે જેમ કે નાના બાળકને રોગ મટાડવાના ઉદ્દેશથી દવા પીવી હોય તો સાકર મળશે એવી લાલચ આપવી પડે છે તેમ આ પરોક્ષવાદ સંબંધમાં પણ સમજે (આગળને માટે અધ્યાય ૨, પૃષ્ઠ ૧૫૫/૧૫૬ તથા શ્રી ભાઇ કું. ૧૧ અ૨૧ ૦ ૧૮ થી ૩૫ ઉદ્ધવગીતા જુઓ).
વર્ણો, આશ્રમધર્મો તથા ગુણની ઉત્પત્તિ પુરુરૂપ ઈશ્વરના મુખ, બાહુ, સાથળ તથા પગમાંથી, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચાર આશ્રમે સહુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શક, એ ચાર વર્ષે ઉત્પન્ન થયા છે. આ વર્ષે ગુણવિશાત જુદાજુદા છે, સત્ત્વગુણથી બ્રાહ્મણ, સર્વ રજના મિશ્રણ વડે ક્ષત્રિય, રજ તમના મિશ્રણ વડે વૈશ્ય અને તમમાંથી શુદ્ધ ઉત્પન્ન થયા. તેમજ મુખમાંથી બ્રાહ્મણો, બાહુથી ક્ષત્રિય, ઉર (સાથળ)માંથી વૈશ્ય તથા પગથી શુદ્ધ ઉત્પન્ન થયા. ગૃહસ્થાશ્રમ જાંઘમાંથી, બ્રહ્મચર્ય હૃદયમાંથી, વાનપ્રસ્થ છાતીમાંથી, સંન્યસ્ત મસ્તકમાંથી ઉત્પન થયો. આવી રીતે આ આશ્રમો તેમ જ વર્ષો પુરુષરૂ૫ એવા ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલા છે. આ વર્ગોમાંથી જેએ પિતાને ઉત્પન કરનાર પુરુષ(ભગવાન)ને નહિ જાણતા તેનું ભજન કરતા નથી અને જેઓ જાણવા છતાં તેનું અપમાન કરે છે તેઓ પોતાના આશ્રમ અને વરૂપ સ્થાનમાંથી ભ્રષ્ટ થઈ અગતિમાં પડે છે.
કેટલાક દિજાદિક, સ્ત્રીઓ તથા શાદિક તો અજ્ઞાનને લીધે આત્મસ્વરૂપ એવા ભગવાનને જાણતા નહિ હોવાને લીધે ભજતા જ નથી; તેઓની ઉપર રાજાઓએ કૃપા કરીને તેમને સામ, દામ, દંડ, ભેદ આદિ નીતિ અનુસાર સુધારી સમાગે દેરવા જોઈએ વળી કેટલાક દ્વિજો એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈો જો કે ઉપનયન સંસ્કારથી અને વેદાધ્યયનથી ઉત્તમ અધિકારને પામેલા હોય છે, તે પણ વેદને ફળસ્તુતિના વચનોમાં મેહ પામીને જાણતા છતાં આત્મસ્વરૂપ ભગવાનને ભજતા નથી અને અનેક કામનાઓ વડે સકામ કર્મો કરવામાં જ આસક્ત થઈ રહેલા હોય છે. તેવા અર્ધદગ્ધને સુધારવાને કશો પણ ઉપાય જ નહિ હોવાથી તેવાઓ તે ઉપેક્ષાને જ પાત્ર છે.
મદાંધ પરમેશ્વરના સ્વરૂપને ઓળખતા નથી કર્મ કરવા છતાં પણ તે બંધન કરનાર થાય નહિ એવા પ્રકારને નહિ જાણતારા તેમ જ નમ્રપણાથી વિદ્વાનોને પણ નહિ પૂછનારા અને મૂર્ખ છતાં પણ પંડિતાઈનું અભિમાન ધરાવનારા આ અર્ધદગ્ધ લેકે દિના ફળથતિનાં મીઠાં વચનેથી ઉસુક બનીને “અમે અપ્સરાઓ સાથે વિહાર કરીશું” ઇત્યાદિક મીઠી મીઠી વાત કેવળ મૂખપણુથી કહે છે. રજોગુણની બુદ્ધિને લીધે આવા કર્મચંડ પુરુષો અભિચારાદિક નહિ કરવા ગ્ય ભયંકર સંકલ્પ કરવાવાળા ભારે તૃષ્ણાવાળા, સર્પ જે ધવાળા, ઢેગી, અભિમાની અને દક સ્વભાવવાળા અને અર્ધદગ્ધ કર્મકાંડીઓ કેવળ કર્મને જ પ્રધાન માનનારા લેકે આત્મરવ૫ એવા ભગવાનની હાંસી કરે છે. વૃદ્ધો કિંવા પૂની નહિ પરંતુ સ્ત્રીઓની ઉપાસના કરનારા આ લોકો કે જેઓ મિથનના સુખને જ મુખ્ય માને છે. તેઓ ઘરમાં રહીને “આજ મેં આટલું તે મેળવ્યું, આ મારો મનોરથ પૂર્ણ થશે, મારી પાસે આટલું ધન છે અને અને ફરી આટલું થશે” ઇત્યાદિ પ્રકારોમાં જ સુખ માની લઈ તેવી વાતે જ આપસઆપસમાં કરે છે. પૂરેપૂરી દક્ષિણ કિંવા અન્નદાન નહિ આપતાં દંભને માટે યજ્ઞ કરે છે અને હિંસાના દેશને નહિ જાણીને કેવળ આજીવિકાને માટે જ પશુઓ મારી નાખે છે. સંપત્તિ, ઐશ્વર્યા, ઉત્તમ કુળમાં જન્મ, વિદ્યા, દાન, ૨પ, બળ અને કર્મથી થયેલા અભિમાનને લીધે આંધળાં બનેલા આ ખલ (૬૪) લકે ઈશ્વર તથા ઈશ્વરના અનન્ય ભકતો અપરોક્ષાનુભવી એવા સત્પનું અપમાન કરે છે. .