________________
૫૦૮ ]
થી
જૌ જ્ઞાતિ . ઠ.
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૯રા
આવે છે. કેમ કે ઋતુમાં અને ઋતુ વગર પણ સ્ત્રી સંગ સ્વાભાવિક પ્રીતિથી જ પ્રાપ્ત જ છે, તેમ તેમ કરીને તથા હેમ કર્યા વગર પણ માંસભક્ષણ તે સ્વાભાવિક રીતે જ થઈ શકે તેમ છે અને યજ્ઞ વગર પણ સુરાપાન પ્રાપ્ત છે. આથી ઋતુકાળે જ સ્ત્રીસંગ, હેમમાંથી અવશેષ રહેનાર માંસનું જ ભક્ષણ તથા યજ્ઞ કાળે જ સરાપાન કરવું ઈત્યાદિ નિયમોથી તેમ કરવામાં અંતરાયો નાંખવાને વેદને હેતુ તે થકી ધીરે ધીરે નિવૃત્તિ તરફ જ લઈ જવાનું છે એ સ્પષ્ટ થાય છે. વળી ઋતુ વગર સ્ત્રી સંગ, હામ વગર માંસભક્ષણ અને યજ્ઞ વગર સુરાપાન કદી થઈ શકતું જ નથી એમ નથી તેથી તેમ કર્યા સિવાય કદી પણ કરવું જ નહિ એવો અર્થ કરવામાં આવે તો પણ તે અયોગ્ય કહી શકાશે નહિ,
સ્વાર્થ ત્યાગ, પરાર્થકલ્પના અને પ્રાપ્તબાધ એટલે શું ? ઉપરના વેદમાં કહેવાયેલા આ વાક્યમાં પરિસંખ્યા માનીએ તે તેઓનું નિર્દોષપણું મટી જાય છે. અને તેમાં સ્વાર્થયાગ, પરાર્થકતપના અને પ્રાપ્તબાધ એવા ત્રણ દોષ આવી પડે છે. કેમ કે “ઋતુમાં સ્ત્રી સંગ કરવો,” એ વાકયોને વ્યવહારમાં પોતાને જે પ્રચલિત અર્થ છે તેને ત્યાગ થશે એ સ્વાર્થત્યાગને દેષ આવ્યો. “ઋતુ વગર સ્ત્રી સંગ ન કરો” એવો જે બીજો અર્થ થયો તેમાં પરાર્થદેવ એટલે વાસ્તવિક અર્થ નહિ નીકળતાં લક્ષ્યાર્થથી ભિન્ન પ્રકારે અર્થ કરવામાં આવ્યો, એવા પ્રકારનો દેવ તેમાં આવ્યો અને
ઋતુ વગર સ્ત્રીને સંગ ન કરવો” એવા વેદ વાક્યને લીધે ઋતુ વગર પણ સંગ થઈ શકે છે એવો સ્વાભાવિક રીત જે પ્રાપ્ત છે તેનો બાધ થયો, માટે પ્રાપ્તબાધ નામનો દોષ આવ્યો. “હોમ કરીને શેષ રહેલા માંસનું ભક્ષણ કરવું તથા યજ્ઞ કરી સુરાપાન કરવું,” એ બે વાક્યોમાં પણ આ મુજબ જ ત્રણ ત્રણ દોષો ઉત્પન્ન થાય છે. આ કારણને લીધે તેવાં વાકયોને પરિસંખ્યા વાયરૂપ કહેવાં પણ અયોગ્ય છે. આ પ્રમાણે એ વાકાને વેદમાં કહેલાં વિધિરૂપ, નિયમરૂપ કે પરિસંખ્યારૂપ કાંઈ પણ કહી શકાતાં નથી, માટે તે વાની
વ્યવસ્થા આ પ્રમાણે થાય છે. એ વાયો નિયમરૂપ છે પણ તેમાં એક પક્ષમાં અપ્રાપ્તની પ્રાપ્તિ કરવારૂપ ફળ નહિ હેવાથી તે નિયમઠાર ફલિતાર્થ પરિસંખ્યા થાય છે. આથી એમ સિદ્ધ થયું કે ઋતુમાં પણ સ્ત્રી સંગ કરે જ નહિ, હેમવાથી અવશેષ રહેલું માંસ ખાય જ નહિ તથા સૌત્રામણિ યજ્ઞ કરીને પણ સુરાપાન જે કરે જ નહિ તો દોષ લાગે છે; એવી દઢ આજ્ઞા રૂપ કાંઈ આ વાક્ય વેદમાં આવેલાં નથી. પરંતુ તે કાંઈક અંશે છૂટ આપી તેમાંથી ધીરે ધીરે યુતિપ્રયુક્તિ દ્વારા નિવૃત્ત કરાવવા માટે છે.
વેદોમાં શું માંસાદિકની છૂટ છે? જે પુરૂને મિથુન વગર ચાલતું જ ના હોય તેને પોતાની સ્ત્રીમાં મૈથુન કરવાની અને તે પણ ઋતુકાળમાં જ કરવાની છૂટ છે; જે પુરૂને માંસ ખાધા વગર ચાલતું જ ન હોય તેને દેવના હેમ(યજ્ઞ) કર્યા પછી અવશેષ રહેલું માંસ ખાવાની છૂટ છે અને જેને સુરાપાન કર્યા વગર ચાલતું જ ના હોય તેને સૌત્રામણિ યજ્ઞ કરીને તેમાં જ સુરાપાન કરવાની છૂટ છે. આવી રીતના નિબંધ રાખીને કહેવાને વેદને આંતરિક ઉદેશ તે બની શકે ત્યાં સુધી મિથુન, માંસભક્ષણ અને સુરાપાન છોડી જ દેવાં જોઈએ એવો છે. આ મુજબ વેદમાં આવેલાં આ વાકને અભિપ્રાય છે એમ સ્પષ્ટ થાય છે. જેમ કે કોઈ છોકરો ઘણે રમતિયાળ હોઈ ભણવામાં લક્ષ આપતો ન હોય તેને તેનો બાપ કહે કે “તારે દરરોજ અમુક વખત જ રમવું” એ વાક્યનો અર્થ “જો તું દરરોજ તને કરાવી આપેલા વખતે રમીશ નહિ તો હું તને મારીશ,” એવો થતો નથી પરંતુ તારે જે રમત કર્યા વગર ન જ ચાલતું હોય તે પછી મેં ઠરાવી આપેલા વખત પૂરતી તને રમવાની છૂટ છે માટે બની શકે તે રમત છોડી દેવી જોઈએ; એવો અર્થ જ તેમાંથી નીકળી શકે છે. અર્થાત આ વાક્ય જેમ નિવૃત્તિનું નિરૂપણ કરે છે તેમ વેદ પણ નિવૃત્તિનું નિરૂપણ કરે છે પરંતુ પ્રવૃત્તિનું નિરૂપણ કરતાં નથી. એમ જાણવું; “જે પુરુષ પોતે પાસે છતાં પણ ઋતુમાં રમાન કરેલી ભાર્યાને સંગ કરતો નથી તેને ગર્ભહત્યા જેટલું ભયંકર પાપ લાગે છે.” ઇત્યાદિ સ્મૃતિમાં આવેલાં વચને તે જે પુરુષ મનમાં કામના હોવા છતાં પણ સ્ત્રી ઉપર અચ કિવા ઠેષાદિકથી તેનો સંગ ન કરે તે તેને લાગુ પડે છે, એમ સમજવું. પુરાણ કરતાં સ્મૃતિ અને સમૃતિથી કૃતિ વધુ પ્રમાણભૂત છે. .