________________
ગીતાહન] પ્રાપ્ત કર્યો છે; પણ હું તે નિત્ય છું.
[ ૪૯૩ જ યુક્તિ વડે સમજાવેલું છે. જ્યાં સુધી વિદ્યાભ્યાસ કરવામાં આવતું હોય ત્યાં સુધી તેને વિદ્યાર્થી એવી સંજ્ઞા હોય છે તથા જ્યારે વિદ્યાભ્યાસ સંપૂર્ણ થાય ત્યારે તેને પોતે વિલાથી અવસ્થામાં અભ્યાસ કરેલા પુસ્તકોનો જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં ઉપગ થાય છે. જે પુસ્તકનું વિદ્યાર્થી અવસ્થામાં પણ વાચન થાય છે તે જ પુરતોનું શિક્ષકને પણ પોતાના વિદ્યાર્થીઓને સમજાવવાને માટે ફરીથી વાચન કરવું પડે છે. બંને વાચન કરે એમ કહેવામાં આવે છે. છતાં તે બંનેની ક્રિયામાં સામ્ય જ છે એમ ન કહી શકાય, તેમ જીવ-મુક્તિ પ્રાપ્ત થતાં અગાઉ થનારી ક્રિયાઓને કર્મ કહેવામાં આવે છે. વિસર્ગસૃષ્ટિનો મૂળ ઉત્પાદક બ્રહ્મદેવ સૌથી પ્રથમ કર્મ કરનારો કહેવાય છે કેમકે અજ્ઞાનીઓ તેના સંકલ્પરૂપ કર્મને વશ થઈને જ કર્મ કરે જાય છે. આથી તેનું નામ જ કર્મ છે. કેમ કે નિયતિતંત્રમાં પરવશ હેવાથી તેના નિયમમાં રહેનારા તમામના થતા કાયિક, વાચિક અને માનસિક કર્મોને તે કર્મો કરે છે એમ કહેવામાં આવે છે, પરંતુ જેઓ તે પાશમાંથી છૂટી - જીવન્મુક્ત બનેલા છે તથા દેહ છૂટ્યા બાદ ફરીથી જેઓને જન્મમરણના ચક્કરમાં ફસાવાનો પ્રસંગ આવતો નથી; તેવા અપરોક્ષાનુભવીઓ તો દેહ હોવાં છતાં પણ આમસ્વરૂપને પામી કતાર્થ થએલા હોય છે, તેથી તેઓને જીવન્મુક્ત કહેવામાં આવે છે. તેઓનું ચિત્ત વાસનારહિત બનેલું હોય છે. છતાં કર્મોમાં તો સંસારી તથા જીવન્મુકત બનેનું જાણે સામ્ય હોય એમ જોવામાં આવે છે. તેથી જ વાસનારહિત એવા જીવન્મુકતોના ચિત્તને ચિત્ત નહિ પરંતુ સર્વ કહે છે અને તેમના કર્મોને પણ કમ નહિ, પરંતુ “સંત” એવી સંજ્ઞા છે. તથા વાસનાયુક્ત ચિત્તવાળાઓનાં થતાં કર્મોને કર્મ એવી સંજ્ઞા આપેલી છે. આ મુજબની યુતિ વડે શાસ્ત્રકારોએ સમજાવેલું છે. માટે મારામાં કર્મોનો અંશ પણ નથી એમ જે કહેવામાં આવ્યું છે, તે તને હવે સારી રીતે સમજાયું હશે.
मयाऽध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् । हेतुनाऽनेन कौन्तेय जगद्विपरिवर्तते ॥ १० ॥
આ જગત મારી અધ્યક્ષતા નીચે છે. દ્રષ્ટા, ઇશ્વર કિંવા સાક્ષી(વૃક્ષાંક ૨)ની અધ્યક્ષતા નીચે તથા તેના હેતુ, પ્રેરણા વા ઈક્ષણને લીધે આ ચરાચર જગત(વૃક્ષાંક ૪થી ૧૫ સુધી)ને તે પ્રકૃતિ અથવા માયા (વૃક્ષાંક ક) રૂપે ઉપજાવે છે. હે કૌતેય ! આ સાક્ષીરૂપ ઈશ્વર (વૃક્ષાંક ૨)ના નિમિત્તને લીધે જ આ જગતાદિ તમામ દસ્ય પ્રવર્તી રહ્યું છે, એમ નકકી સમજ. ઉદ્દેશ એ કે તત્ કિવા આત્મસ્વરૂપ એવો હું (વૃક્ષાંક ૧) તો તદ્દન અનિર્વચનીય હોઈ નિલેંપ છે, તે જગતના હેતુ અથવા નિમિત્તરૂપ કદી પણ બનતો નથી, એ એ તદ્દન અસંગ છે. કેમ કે વ્યવહારમાં પણ એ નિયમ જોવામાં આવે છે કે કઈ પણ કાર્ય કરતાં પહેલાં તે કરવા વિષે પ્રથમ મનમાં હેતુ ઉત્પન્ન થાય છે. પછી તે હેતુના ધોરણે કાર્ય કરવાની સ્મૃતિ જાગ્રત થવા પામે છે, અને ત્યારબાદ સ્થળ શરીરાદિ દ્વારા કાર્ય થાય છે, તેમ જ કાર્ય થયા પછી તેનું ફળ ઉત્પન્ન થવા પામે છે, એવો નિયમ છે. તે ધોરણે કઈ શંકા કરે કે આત્મા કાર્યથી રહિત ભલે હોય, પરંતુ તેના નિમિત્ત કિવા હેતુ વડે તે આ સર્વ કાર્ય થતું હશે અને આમ જે તે પ્રકૃતિના કાર્યના હેતુ રૂપ બને તે પછી તે પ્રકૃતિવડે થતાં સુખદુઃખાદિ ધંધોના પાશમાંથી કદાપિ છૂટી શકે નહિ અને પછી આત્માને માટે તે તદ્દન અસંગ છે એવું જે કહેવામાં આવે છે તે કથન ટકી શકતું નથી. ભગવાને અર્જુનને પ્રથમ કહ્યું કે આત્મસ્વરૂપ એવો હું(વૃક્ષાંક ૧) તે તદ્દન નિલેંપ છે. મારામાં પ્રકૃતિ, તેનું કાર્ય અને તેનો હેતુ ઇત્યાદિ કશાને પણ સંબંધ નથી, આ કથનની સિદ્ધતા અત્રે ભગવાન આ રીતે કહી રહ્યા છે કે, હે પાર્થ! આત્મસ્વરૂપ એવો હું (વૃક્ષાંક ૧) તે અનિર્વચનીય હોઈ અસંગ અને તદ્દન નિર્લેપ છે, પરંતુ સાક્ષી અથવા ઈશ્વર (વૃક્ષાંક ૨) રૂપ જે શુદ્ધ હું તેની અધ્યક્ષતાને લીધે પ્રકૃતિ અથવા માયારૂપ બહુ” (વૃક્ષાંક ૩) આ સાક્ષીના નિમિત્ત કિવા પ્રેરણા વડે જ આ ચરાચર શ્યાદિ જગત પ્રકટ કરે છે અને તેમાં નિત્યપ્રતિ ઉથલપાથલે થતી હોવાનું જોવામાં આવે છે.