________________
૪૯૬ ]
તોગનચમમય વEા [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ. ૧૬ તમામ કર્મોને કર્મો એવી સંજ્ઞા નહિ જાણતાં આત્મસ્વરૂપભૂત જ જાણવાં એટલે તે કાયિક, વાચિક અને માનસિક થતાં તમામ કમીને પોતાહ સર્વભાવે આત્મસ્વરૂપે જોતો હોવાથી અર્થાત અંતઃકરણમાં આત્મા વિના બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન થવા નહિ દેનારે જ ખરે આત્મસ્વરૂપનો ઉપાસક છે એમ જાણવું.
એકત્વની ભાવનાથી થતાં કર્મોની સ્થિતિ હે અર્જુન ! દેહ એટલે જ પોતે છે એમ માનનારા આસુરી કિંવા રાક્ષસી પ્રકૃતિવાળા ઉપાસકેના સર્વ કર્મો, આશા અથવા જ્ઞાન ઇત્યાદિ તમામ વ્યર્થ હોય છે એમ ઉપર કહેવામાં આવ્યું છે, તેથી ઊલટું દેવી સંપત્તિમાન મહાત્માનાં તમામ કર્મો, સધળી આશાઓ અને જ્ઞાન ઇત્યાદિ સહિત સર્વ આત્મસ્વરૂપ હેવાને લીધે વ્યર્થ હતાં નથી. સારાંશ એ છે કે, દૈવી સંપત્તિમાનનાં શરીર, વાણી અને મનવડે થતાં તમામ કર્મો, તે કરનાર અને તેને જાણનારો ઈત્યાદિ સર્વ કેવળ એક આત્મસ્વરૂપ જ હોય છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, એવા પ્રકારની એક આત્માની જ દઢ ભાવના રાખી અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન:જ થવા નહિ પામે એવી રીતે દઢ વ્રત ધારણ કરીર અનન્યભાવે એટલે જુદાપણાની ભાવનાને ત્યાગ કરીને પ્રયત્ન કરનારા દૈવી સંપત્તિમાનના તેવા ઉદ્દેશ વડે થતાં નમકારાદિ તમામ સ્કૂલ કિવા સક્ષમ કર્મો પણ આત્મસ્વરૂપ બનેલા હોય છે. તેનું હલન, ચલન, પ્રસારણ, શ્વાસોચ્છાસ અથવા સંકલ્પ વિકલ્પ ઇત્યાદિ તમામ કાયિક, વાચિક અને માનસિક કર્મો આત્મસ્વરૂપ હેવાને લીધે સાર્થકરૂપ જ છે. આ રીતે દૈવી પ્રકૃતિના આશ્રિત મહાત્માની એકત્વથી થતી આત્મોપાસનાની શ્રેષ્ઠતા ભગવાને અને દર્શાવેલી છે. હવે પૃથભાવથી યજન કરનારાઓ સંબંધે કહું છું, તે તું સાંભળ.
शानयक्षेन चाप्यन्ये यजन्तो मामुपासते ।
एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥१५॥ મારી એક રૂપે, જુદાજુદા રૂપે કિવા અનેક રૂપે થતી ઉપાસના શ્રીકૃષ્ણ કહે છે હે કૌતેય ! એટલે કૃષ્ણ નહિ પરંતુ આત્મા છે, એવા પ્રકારની દઢ ભક્તિ વડે અનન્ય એટલે એકત્વની ભાવનાથી મારું સતત કીર્તન કરનારા ભક્ત વિષે કહ્યું. હવે કેટલાકે જ્ઞાનયજ્ઞ વડે એટલે પોતે પોતાને હું છું એમ જે કહે છે તે હું એટલે આત્મા છે એવા પ્રકારની જ્ઞાનદષ્ટિ વડે અંતઃકરણમાં બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન થવા દેતા નથી, અથવા તે ઉત્થાન થતાંની સાથે જ તે આત્મસ્વરૂપ છે, એવા પ્રકારની એકત્વની ભાવના વડે આત્મસ્વરૂપ એવા મને જ ભજે છે વળી કેટલાકે તે ભિન્નપણની ભાવના વડે એટલે હું આત્માથી જુદો જ કઈ છું એવા પ્રકારની ભાવના વડે તથા કેટલાક ચરાચર વિશ્વના મુખે
અનેક પ્રકારે આત્મસ્વરૂપ એવા મને જ ઉપાસે છે. સારાંશ એ કે, કેટલાક ઉપાસક હું અને ભગવાન જુદા | છે એમ સમજીને ઉપાસના કરે છે તથા તે સિવાયના બીજા કેટલાકે તો વળી વિશ્વમાં અનેક પ્રકારના મુખેથી જે “હું” “હું” એમ કહેવામાં આવે છે અર્થાત દરેક મનુષ્યો જે પિતાને “હું હું' એવા પ્રકારે કહે છે તે હું આત્મભાવે એકરૂપ હોવા છતાં પણ દરેકના “હું' જુદા જુદા છે એમ સમજીને ઉપાસે છે.
કોઈને “હું” કાળે કિંવા ધળ છે ખરો કે? વિચાર કરે કે, દરેક મનુષ્ય પોતપોતાને માટે “હું એ શબ્દપ્રયોગ કરે છે. તે “૬ વાસ્તવમાં તે એક રૂપ જ છે. કેમકે વ્યવહારમાં પણ કાંઈ એમ જોવામાં નથી આવતું કે કોઈને હું લાલ રંગવાળા, તે કેઈને પીળે, કઈ ધોળા રંગને; અથવા કેઈને હું ચોરસ, કેઈને ત્રિકોણ, કેઈને ગોળ કિંવા કેઈન અર્ધગોળ ઈત્યાદિ ભિન્ન ભિન્ન આકૃતિવાળા; કિંવા કેાઈનો હું નાને, તો કોઈનો મોટો, તો કોઈનો હું બાળક, તે કઈને જુવાન અને કોઈને વૃદ્ધ અવસ્થાનો. આ રીતે હુંમાં જાતિ, વર્ણ, રંગ, આશ્ચર ઇત્યાદિ જુદાપણાને લવલેશ પણ હેત નથી. વૃદ્ધ પણ બેલશે , જુવાન પણ હું અને બાળક પણ હું છું,