________________
ગીતાદોહન ] અને હાથી અને ક્યા ગવાયેલા વિષય ત્રિરૂ૫ આ જગતને જાણી લઈ– [ ૪૯ ઈક્ષિણ શકિત એટલે પ્રેરણા શકિતના પ્રભાવથડે પિતાની માયા (વક્ષાંક ૩)માં સત્વ, રજ અને તમ ગુણોમાં ક્ષોભ કિંવા ગતિ (સ્પદ) ઉત્પન્ન કરે છે તથા તે દ્વારા પ્રથમ મહાકારણ તો (ક્ષાંક ૩ થી ૫ સુધી) અને ત્યારબાદ કારણ તો (વૃક્ષાંક ૬ થી ૧૨) ઉત્પન્ન થઈ, પછી કાર્ય કિંવા કર્મ સૃષ્ટિ (ક્ષાંક ૨૩ થી ૧૫ વ)ની રચના થવા પામેલી છે. આ રીતે આત્માના અધિષ્ઠાન વડે આ યજ્ઞપુરુષ (કક્ષાંક ૨)જ ચરાચર રૂપે જલતરંગ વાયાનુસાર વિવક્રમને પામેલો છે. વળી કાર્ય કિવા કર્મસૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે પૂર્વે તે રડ્યૂલસૃષ્ટિ કારણરૂપ એવાં મન (વેક્ષાંક ૧૧) સ્વરૂપે સૂમ બોજ રૂપે હતી, આમ આ યજ્ઞપુરુ ઈશ્વરે જ વિવત ભાવે મન સ્વરૂપે (ક્ષાંક ૧૧), અને પછી હિરણ્યગર્ભ (ક્ષાંક ૧૨) રૂ૫ બનેલો હોવાથી તેને પણ યજ્ઞ જ કહે છે. આ હિરણ્યગર્ભનું ઉત્પત્તિથા ચિત્ત(લાંક ૯) હેઈ તેના દેતા ક્ષેત્રજ્ઞ કિવા વિષ્ણુ છે. આ વિષ્ણુ જ ક્રમે ક્રમે રપૂલ ઉત્પત્તિના પ્રત્યક્ષ કારણરૂ૫ ગણાય છે અને તે જ આ કાર્ય સૃષ્ટિના આદિ બીજરૂપ છે. જેવી રીતે બીજાને જમીનમાં રોપવામાં આવે તો તેમાંથી ક્રમે અંકુર, થડ, શાખા, ૫૯લવે વગેરે ટે છે તેમ આ પ્રત્યક્ષ કાર્ય૩૫ સૃષ્ટિનું મૂળબીજ હિરણ્યગર્ભરૂપ મન:શકિત(વૃક્ષાંક ૧૨) છે. તથા તેને અંકુર વિષ્ણુ (વૃક્ષાંક ૮)ના નાભિકમળમાંથી બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) રૂપે પ્રકટ થવા પામેલ છે, આથી જેમ ભડાકારણ (વૃક્ષાંક ૩) ની ઉત્પત્તિ પૂર્વે સર્વને અધિષ્ઠાતા એ આત્મા (વૃક્ષાંક ૧) સૌથી પ્રથમ યજ્ઞપુરુ કિવા ઈશ્વર (વૃક્ષાંક ૨) સ્વરૂપે વિવર્તાભાવને પામેલે ભાસે છે, તેજ ક્રમે કારણ પ્રકૃતિના આરંભ પૂર્વે સૂત્રાત્મા (મહાપ્રાણુ વૃક્ષાંક ૬)વરૂપે બનેલો હોય છે. ત્યાર પછી ક્રમે ક્રમે તેજ મહત્તત્ત, અહંકાર, ચિત, બુદ્ધિ, મન(વૃક્ષાંક ૭ થી ૧૧) અને છેવટે હિરણ્યગર્ભરૂપે (વૃક્ષાંક ૧૨) બની અને તે કાર્ય કિંવા કર્મ સૃષ્ટિની પ્રત્યક્ષ ઉત્પત્તિ કરનારા બ્રહ્મદેવ (વૃક્ષાંક ૧૩) રવરૂપે પ્રકટ થાય છે. અને ત્યાર પછી તે સમષ્ટિની રચના કરે છે. આ વિવેચન ઉપરથી પણ સમજી શકાશે કે, જેનું અધિષ્ઠાન આત્મા (વૃક્ષાંક ૧) છે એવો યજ્ઞપુ, ઈશ્વર (ક્ષાંક ૨) જ પ્રથમ મહાકારણું અથવા કરણ (વૃક્ષાંક ૩ થી ૫) તથા બાદ કારણ(વૃક્ષાંક ૬ થી ૧૨) અને પછી કાર્ય કિંવા કર્મ (વકાાંક ૧૩ થી ૧૫) એમ ક્રમે ક્રમે વિવર્તભાવને પ્રાપ્ત થયેલ છે. મહાકારણ પૂર્વે તે ઈશ્વર જ યજ્ઞપુરુષ કહેવાય છે, કારણ પૂર્વે તે યજ્ઞપુરુષ સૂત્રાત્મા અને કાર્ય પૂર્વે તે યજ્ઞપુરુષ ક્ષેત્રજ્ઞ એટલે વિષ્ણુ સ્વરૂપે કહેવાય છે. આથી વિષ્ણુ એજ યજ્ઞ દેવતા છે, એવું પુરાણદિમાં વર્ણન આવેલું છે. ત્યારબાદ તેના અંશના મિશ્રણ સહિત ઉત્પન્ન થનારા ચિત્ત, મન, હિરણ્યગર્ભ ઇત્યાદિ તત્તવો સૂમ હોઈ આ વિસર્ગ સૃષ્ટિરૂપ પ્રત્યક્ષ કાર્યની રચના કરનારા બ્રહ્મદેવ હોવાથી તે ઋત્વિજ કહેવાય છે. યજ્ઞની અંદર કાર્ય કરાવનારા ચાર મુખ્ય બ્રાહ્મણને ઋત્વિજે કહે છે, તેમ આ બ્રહ્માંડરૂપ વેદીમાં ચૌદ લોક સૃજવાનું વિશાળ કાર્ય બ્રહ્મદેવને હાથ કરાતું હોવાથી તેને શાસ્ત્રજ્ઞાનુસાર ઋત્વિજ કહેવામાં આવેલ છે. જેમ આ મહાકારણ તથા કારણ સૂષ્ટિ એ સર્વ યજ્ઞ સ્વરૂપ જ છે એમ ઉપર કહેવામાં આવ્યું છે તેમ આ કારણુ સૃષ્ટિના આદ્ય પ્રણેતા બ્રહ્મદેવ તથા તેમનું આ બધું વિરાટ કાર્ય એ તમામ યજ્ઞરૂ૫ જ છે તથા એ યજ્ઞ તો આત્મરૂપ જ છે, એવા પ્રકારને સર્વાત્મભાવ આમાં ભગવાને કહેલો છે. બ્રહ્મા વગેરે સર્વે ય૩૫ હેવા સંબંધી યુતિશાસ્ત્રમાં નીચે મુજબ કહેવામાં આવેલું છે.
યજ્ઞપુરુષની માતા કોણ? બ્રહ્મારૂપ ઋત્વિજ સ્વરૂપે તથા ચંદ્રરૂપ મને કરી મનુષ્ય સ્વર્ગલેને વિષે ચડી શકે છે. યજ્ઞ(વૃક્ષાંક ૨) બ્રહ્મારૂપ છે, મન (રક્ષાંક ૧૧) બ્રહ્મારૂપ છે, તેમજ મનના દેવતા ચંદ્ર (રક્ષાંક ૧૧) પણ બ્રહ્મ રૂપ છે. બ્રહ્મા (વૃક્ષાંક ૧૨) તો અતિમુક્ત વા આત્મા (ક્ષાંક ૧) રૂ૫ છે, આ અતિમુકિત એટલે અતિમોક્ષ યા આત્મા વૃક્ષાંક ૧) સંબંધે કહેવામાં આવ્યું” (અશ્વલ તથા યાજ્ઞવલ્કયને સંવાદ બ૦ ઉ૫૦ અ૦૩, બ્રા, ૧ મં૦૬) પુરુષ (વૃક્ષાંક ૨) યજ્ઞરૂપ હોવાથી માતા (પ્રકૃતિ ક્ષાંક ૭) તે બાળક૨૫ યજ્ઞને જન્મ આપશે, આમ શ્રતિમાં કહેવામાં આવ્યું છે. તેનો ભાવાર્થ એ છે કે પ્રકૃતિ કિંવા માયારૂપ હું (વૃક્ષાંક ૩)ની ઉત્પત્તિ થવાથી જ એમ જાણી શકાય છે કે, આ બંને જાણનારો તેને કઈ ગુપ્ત સાક્ષી હેવો જોઇએ અને તે કેવળ લક્ષ્યાર્થથી જ જાણી શકાય તેવો છે. જેમ દીવામાંથી પ્રકાશ પ્રકટ થયા પછી જ જાણી શકાય છે કે દીવામાં પ્રકાશ છે,