________________
ગીતાદહન ] હે નચિકેતા! બુદ્ધિમાનેએ પૈર્યથી તેને ત્યાગ કર્યો છે. [ ૫૦૧ ચાર ઋત્વિજે વડે કરાતું ચાતુહીંત્રરૂ૫ યજનકર્મ બરાબર શાસ્ત્રવિધિ અનુસાર ભરત રાજાએ કર્યું હતું. યજ્ઞમાં હતાનું કર્મ તે શસ્ત્રકમ કહેવાય છે, જે સ્વરાનુપૂર્વ રહિત મંગે વડે સ્તુતિકરવારૂપ હોય છે; ઇયા કર્મ એ અધ્વર્યુનું હોઈ તે દેવતાઓને ઉદ્દેશી દ્રવ્યયાગ રૂપ હોય છે; સ્તુતિઑમ એ ઉજ્ઞાતાનું કર્મ છે જે વરાનુપૂર્વી સહિત મંત્રો વડે રસ્તુતિરૂપ હોય છે, આને સામાન પણ કહે છે; અને પ્રાયશ્ચિત તે બ્રહ્માનું કર્મ છે. આ રીતે યજ્ઞોમાં ચાતુર્તોત્ર કર્મ કરવામાં આવે છે. એ પ્રમાણે ક્રિયાનુષ્ઠાનથી જેઓની અંગક્રિયા સંપાદન કરવામાં આવી હતી એવા અનેક યજ્ઞો જ્યારે ચાલી રહ્યા હતા ત્યારે યજમાન ભરત રાજા તે તે યજ્ઞોને જે જે ક્રિયાકળ તથા ધર્મ નામનું ફળ ઉત્પન્ન થતું હતું, તેનું યજ્ઞપુરુષ વાસુદેવ ભગવાન વિષે જ ચિંતન અર્થાત અર્પણ કરતા હતા. આ વાસુદેવ ભગવાન સર્વ દેવતાઓના પ્રકાશક, વેદમંત્રોનો ઇંદ્રાદિ દેવતાઓરૂપ જે અર્થ છે તેના નિયામક હોઈ સર્વાના સાક્ષાત કર્તા અને પરમદેવ છે. આ મુજબ ચરાચરમાં રહેલા આત્મસ્વરૂ૫ એવા વાસુદેવના ચિંતનમાં જ જેઓ નિયંતિ નિમમ છે તથા ચિંતન કરવારૂપી પોતાની નિપુણતાથી જેમના રાગાદિ કષાય (મેલ) નાશ પામેલા છે એવા આ ભરત રાજા જે વેળા અધ્વર્યું એટલે યજ્ઞ કરાવનારા યાજ્ઞિક હાથમાં હેમના દ્રવ્યો ગ્રહણ કરતા ત્યારે તે હેમકાવ્યો (હુત દ્રવ્યો) તથા યનભોગનો ઉપયોગ કરનારા સૂર્યાદિ દેવતાઓને પણ યજ્ઞપુ, ઈશ્વર(ક્ષાંક ૨)ના નેત્રાદિ અવયવોમાં જ ચિંતતા હતા. ઉપર જે યજ્ઞો વડે ક્રિયાફળ તથા ધર્મ ફળ ઉત્પન્ન થાય છે એમ જણાવ્યું, તે યાકળોને પૂર્વમીમાંસકા(શાસકારો) અપૂર્વ કહે છે અને તેના બે ભેદ પાડે છે: (૧) જે ફળ સમ સ્વરૂપે યજ્ઞ કરતી વખતે જ ઉત્પન્ન થાય છે તેને ક્રિય ફળ કહે છે તથા (૨) જે કાળાંતરે ઉત્પન્ન થાય છે તેને ધર્માદળ કહે છે. જેમ કે યજ્ઞકિયાએ થવાથી તેના હવિર્ભાગે દેવતાઓને મળે છે અને તે થકી યજ્ઞ કરનારને શુભ ગતિરૂ૫ કળની ઉત્પત્તિ થાય છે તેમ જ યજ્ઞથી વરસાદ પડી લોકોમાં સુખશાંતિ પ્રવર્તે છે. આમ લોકોમાં જે થકી સુખશાંતિ ઉત્પન થાય તેવું કર્મ જ ધર્મરૂપ કહેવાય અને આવું નિષ્કામ કર્મ જ અંતે ચિત્તશુદ્ધિારા પરમશ્રેયની પ્રાપ્તિ કરાવી આપે છે. તાત્પર્ય એ કે, ભારત રાજા પોતે આ રીતે યજ્ઞની તમામ ક્રિયાઓ કરાવનારા ઋત્વિજો, તેને લાગનારા હવ્ય તથા કવ્ય દ્રવ્યો, તેને ભાગ ગ્રહણ કરનારા દેવતા તથા પિતરો ઇત્યાદિ તમામને યજ્ઞપુરુષ, ઈશ્વર(વૃક્ષાંક ૨)નું વાસુદેવરૂપે ચિંતન કરીને તેમનામાં જ અર્પણ કરતા હતા. આ મુજબ કર્મની વિશુદ્ધિને લીધે એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિને લીધે જેમનું અંતઃકરણ તદ્દન શુદ્ધ થયેલું છે તે ભરતરાજાને પોતાના હદયાકાશરૂપી સ્થાનમાં પ્રકટ થનારા આત્મસ્વરૂપ એવા વાસુદેવ વિષે દિનપ્રતિદિન વધતી જતી અતિ ઉત્કૃષ્ટ એવી પરમ ભકિત ઉત્પન્ન થઈ ( ભાઇ &૦ ૫ અ૦ ૭ શ્લોક ૨ થી ૭).
યજ્ઞપુરુષ આત્મરૂપ જ છે.
આ વિવેચન ઉપરથી સમજી શકાશે કે, સર્વના મૂળ યજ્ઞપુરા હેઈ તે વ્યવહાર એટલે કાર્ય આરંભ પણ બ્રહ્મદેવે પ્રથમ યજ્ઞ વડે જ કરેલ છે. યજ્ઞની અંદર કંતુ, યજ્ઞ, સ્વધા, ઔષધ(સ્વાહા), મંત્ર, ઘી, અગ્નિ અને આહુતિ(હવન કર્મ) ઇત્યાદિ ક્રિયાઓની જરૂર હોય છે, તે પ્રથમ જણાવેલું છે. દેવતાઓને અર્પણ કરતી વખતે સ્વાહા બોલાય છે તથા તે યજ્ઞ દ્વારા ક્રમે વૃષ્ટિ, ઔષધિ, રેત અને અસંખ્ય મનુષ્ય ઉત્પન્ન થાય છે તેમ પિતરોને અર્પણ કરતી વખતે સ્વધા કહેવામાં આવે છે. દેવતાઓ પ્રીત્યર્થ હવન થનારા દ્રવ્યોને હપ્ત દ્રવ્ય તથા પિતરો પ્રીત્યર્થ થતા હવનદ્રવ્યોને કવ્ય કહે છે. તાત્પર્ય એ કે, પ્રત્યેક પ્રાણીમાત્રની થતી તમામ ક્રિયાઓ પછી તે કાયિક, વાચિક કિવા માનસિક હે પરંતુ તે તમામ યજ્ઞરૂપ છે, એ દભાવના કરવી કે જેથી તેને પ્રથમ વિલય યજ્ઞપુરુષમાં થશે તથા આ યજ્ઞપુરુષ આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧)એવા હું ૨૫ હેવાથી તેને વિલય આત્મામાં થશે. ટૂંકમાં આ સર્વ અનિર્વચનીય એવા આત્મસ્વરૂપ જ છે, તે સિવાય બીજું કાંઈ છે જ નહિ, એમ ભગવાન અને પ્રત્યે અત્રે કહી રહ્યા છે આની વધુ સ્પષ્ટતા આગળ કરવામાં આવી છે.