________________
રસંગમાં પ્રતિષ્ટા – [ સિદ્ધાન્તકાડ ભ૦ ગ૦િ અ ૯/૧૬
શ્રત અને સ્માત થશે હે પાર્થ ! આ વનકર્મના મુખ્યત્વે બે પ્રકારે છેઃ (૧) શ્રૌત અને (૨) સ્માર્તા. વેદજ્ઞાનુસાર શ્રતિમાં કહેલા અમિત્રાદિ કર્મો એ શ્રૌત કર્મો કહેવાય (શ્રૌત સૂત્ર જુઓ) તથા વેદજ્ઞાનુસાર રમૃતિમાં કહેલા કર્મો તે સ્માર્તા કર્મો કહેવાય (ગૃહ્ય સૂત્ર જુઓ). અહીં કર્મ શબ્દ એ યજ્ઞની બીજી સંજ્ઞા સમજવી.
શ્રૌત કર્મોના મુખ્ય બે પ્રકારે છે : (૧) હવિર્યજ્ઞ અને (૨) સમયાણ. હવિર્ય સાદા અને ઘરમાં થઈ શકે તેવા હેય છે; તેમાં ઘી, દૂધ, દહીં, ધાન્ય, તલ ઇત્યાદિ વિદ્રોની જરૂર હોય છે. જેમ કે ઉત્સર્જન, ઉપાકર્મ. ગ્રહયજ્ઞ, અગ્નિહોત્ર વગેરે; (૨) સમયાગ મોટા હોઈ તેમાં રાજય, અશ્વમેધ ઇત્યાદિનો સમાવેશ થાય છે. (યોના કેટલાક નામો માટે અધ્યાય ૪/૩૧ નીચેનું વિવરણ જુઓ. પૃઢ ૨૭૮). અશ્વમેધ સિવાયના બીજા યજ્ઞોમાં દેવતાઓને ઉદ્દેશીને આપવાનું હુતદ્રવ્યપાત્ર કે જેને હરિપત્ર કહે છે તે તેમજ સુફસુવાદિ નામના પાત્રો પણ લક્ષ નામના વૃક્ષની શાખાના જ બનાવેલા હોય છે, જ્યારે અશ્વમેઘયજ્ઞમાં હુત દ્રવ્ય એટલે અગ્નિમાં હેમવાના પાત્રો નેતરના પાત્રમાં રાખીને અપાય છે; અશ્વમેધ યજ્ઞમાં સતત ત્રણ દિવસ કરવામાં આવે છે; તેમાં (૧) અમિષ્ટમયાગ, (૨) ઉથયાગ, (૩) અતિરાત્રયાગ એ ક્રમ હોય છે. (૧) જ્યોતિષ્ઠોમ, (૨) અશિષ્ટોમ, (૩-૪) બે વાર કરવામાં આવતો અતિરાત્ર, (૫) અભિજિત (૬) વિશ્વજિત (૭-૮) બે વાર થત આપ્તર્યામ; એ આઠ મહાતુ કહેવાય છે. આ બધા શ્રૌત ય છે. સ્માત યજ્ઞમાં ઉપર કહેવામાં આવેલા દેવ, બ્રહ્મ, પિત, મનુષ્ય અને ભૂત, એ પ્રમાણે મુખ્ય પાંચ પ્રકારો છે. આ પાંચ યજ્ઞો બ્રાહ્મણાદિ દિનેએ નિત્યપ્રતિ કરવાની શાસ્ત્રજ્ઞા છે(કલ્પ સૂત્ર જુઓ). આ રીતે કતુ અને યજ્ઞના મુખ્ય ભેદે છે. આ બધા વૈદિકકર્મો કહેવાય અને તે જગતશાંતિ ઉપરાંત ચિત્તની શુદ્ધિ કરનારા છે. ચિત્તશુદ્ધિ ક—ારા નિષ્કામ કર્મ વડે જ્ઞાન અને જ્ઞાન વડે એક્ષપ્રાપ્તિ થઈ શકે છે. સ્વસ્વરૂપનું શુદવાન એટલે જ આત્મસાક્ષાત્કાર, આત્મસાક્ષાત્કાર એ જ તમામ જેનું અંતિમ ધ્યેય છે. હે અર્જુન ! આ બધા યજ્ઞ અને ક્રતુ પણ વાસ્તવિક આત્મવરૂપ એવા હું રૂપ જ છે. મારાથી બિન નથી. વળી સ્વધા એટલે પિતરને નિમિત્તે અર્પણ કરવામાં આવતું, તેમ જ ઔષધ એટલે દેવતાઓને અર્પણ કરવામાં આવતાં અાદિક દ્રવ્યો કે જે અર્પણ કરતી વખતે સ્વાહા એવો ઉચ્ચાર કરવામાં આવે છે તે, તેમજ પિતરને નિમિત્તે અર્પણ કરવામાં આવતા અન્નને
સ્વધા શબ્દ વડે કહેવામાં આવે છે તે, સ્વાહા (ઔષધિ) તેમ જ સ્વધા પણ હું જ છું; યજ્ઞની અંદર હવન કરતી વખતે બેલવામાં આવતા મંગે પણ હું જ છું; હોમવામાં આવતાં દ્રવ્ય કે જેને હુતદ્રવ્ય કરે છે તે સર્વેમાં મુખ્ય એવું ઘી પણ હું જ છું; અમિ પણ હું જ છું તથા હવન પણ હું જ છું; યની અંદર દ્રવ્ય મંત્ર, વિધિ, યજ્ઞ, યજમાન, ઋત્વિજ, ધર્મ, દેશ અને કાળ તથા દક્ષિણાનો સમાવેશ થાય છે, તે સર્વ પણ હું જ છું; એમ ભગવાન અત્રે કહે છે. આમ કહેવાનું પ્રયોજન શું છે તેને હવે આપણે સંક્ષેપમાં વિચાર કરીશું.
યજ્ઞપુરુષ, વિષ્ણુ તથા ઋત્વિજ બ્રહ્મદેવ ઉપનિષદાદિ શાસ્ત્રકારો ઈશ્વર(વૃક્ષાંક ર)ને જ યજ્ઞપુ કહે છે (છાંતુ પ્રપાઠક, ખંડ ૧૭, મંત્ર ૫) તે જ આ ચરાચર શ્યાદિનું મૂળ છે. સાંખ્ય શાસ્ત્રકારો આને જ પુરુષ તથા માયાવાદીઓ ઈશ્વર કહે છે. આ યજ્ઞપુરુષ જ સમસ્ત દશ્યાદિનું આરંભરથાન હોવાથી બીજાંકુર ન્યાયાનુસાર તે જ સર્વરૂપ છે, એવો ભાવ આમાં બતાવવામાં આવેલ છે. જેમ કે વડનું બીજ રોપવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતાં અંકુર, મૂળ, થડ, શાખા, પ્રતિશાખા, પાન, ફળ અને ફૂલ એ તમામને સમાવેશ વડનું ઝાડ એમ કહેતાંની સાથે જ થઈ જાય છે તેમ આ યજ્ઞ કહેતાંની સાથે જ કg, યજ્ઞ, સ્વધા, ઔષધ, મંત્ર, ઘી, અગ્નિ અને હવનકર્મ ઇત્યાદિ તમામનો સમાવેશ થઈ જાય છે. અને તે સર્વે ૫ણ આત્મસ્વરૂ૫(વૃક્ષાંક ૧) એ હુંરૂપ જ છે. મારાથી ક, આત્મસ્વરૂપથી કિચિત્માત્ર પણ ભિન્ન કાંઈ નથી. એ શ્રીકૃષ્ણ ભગવાનને કહેવા આશય છે આ આત્માના અધિષ્ઠાન વડે જ યજ્ઞપુરુષ(વૃક્ષાંક ૨) ચરાચરના હૃદયમાં નિત્યપ્રતિ સાક્ષી સ્વરૂપે રહેલો હે પિતાની