________________
૪૯૪ ]
જામ
ઝરત પ્રતિel –
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી અહ હ૧૪
अवजानन्ति मां मुढा मानुषी तनुमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ॥ ११ ॥
રાક્ષસી તથા આસુરી પ્રકૃતિવાળા મૂઢ કેણ? ભગવાન આગળ કહે છેઃ હે પાર્થ! ઉપર કહ્યા પ્રમાણે હું સર્વભૂતોને મહેશ્વર વા પરમ ઈશ્વર એટલે તદ્દન અસંગ તથા નિર્લેપ એવો આત્મા(વૃક્ષાંક ૧) હોવા છતાં મારા આ પરમભાવને નહિ જાણતાં મૂઢ હું મનુષ્ય શરીરને જ આશ્રયી છું એમ સમજી અવજાતિ અર્થાત ઊલટી રીતે જ પિછાને છે. એટલે મારા સાચા સ્વરૂપને નહિ ઓળખતાં ખોટા અને મિથ્યા માયાવી સ્વરૂપે જ ઓળખે છે. જેમ હીરાને નહિ ઓળખનારા તેને આ કાચ છે એમ જાણે છે, તેમ ભગવાન આમાં ઘણું જ ગૂઢ રહસ્ય સમજાવી રહ્યા છે. ભગવાન કહે છે કે હે અર્જુન સાંભળ! તદ્દન નિલેપ અને અસંગ એ હું આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) છે છતાં સર્વ ભૂતેના પરમ ઈશ્વર રવરૂપ એવા મારા આ પરમ સ્વરૂપ (વૃક્ષાંક ૧)ને નહિ જાણવાવાળા મૂઢ પુરુષ અને એટલે તરૂપ કિવા આત્મસ્વરૂપ અથવા અનિર્વચનીય એવા હું (વૃક્ષાંક ૧)ને માનુષી શરીરનો આશ્રયી સમજે છે એટલે મને આત્મસ્વરૂપે નહિ જાણતાં હું એટલે શરીર જ છું એમ દેહભાવથી જાણે છે. આ કથનમાં ભગવાને આસુરી સ્વભાવવાળા કોને કહેવા તેની સ્પષ્ટતા કરી સમજાવેલું છે. તેમને આશય એવો છે કે જેઓ મને એટલે તતરૂપ વા આત્મરૂપ એવા હું (વૃક્ષાંક ૧)નું સાચું સ્વરૂપ જાણતા. અર્થાત દરેક મનુષ્ય જે પોતે પોતાને માટે “હું', “હું' એમ જે કહે છે તે હું કોણ છે? તેનું સાચું સ્વરૂપ સમજતો નથી અને વાસ્તવિક રીતે પોતે તતરૂપ એટલે આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) હેવા છતાં પણ પિતાને આત્મસ્વરૂપે નહિ જાણતાં હું એટલે તે આ શરીર જ છે એમ સમજે છે અર્થાત પોતે પોતાને હું એટલે અનિર્વચનીય એવો મહેશ્વર કિંવા આત્મરૂપ છે એમ નહિ જાણતાં હું એટલે તે આ સાત ધાતુનું બનેલું શરીર છું એમ માની લઈ તેને જ ગમે તે પ્રકારે સુખી કરવું એમ સમજીને તેની પાછળ જ હંમેશાં રાપો રહે છે, તથા પિતાના સાચા આત્મસ્વરૂપને ભૂલી જાય છે. એ રીતે હું ને અવજાનન્તિ એટલે અવમાને છે. અવમાનવું એટલે અસલ આત્મરૂપે માનવાને બદલે તેને બીજી રીતે એટલે દેહરૂપે માનનારા ખરેખર રાક્ષસી અને આસરી સંપત્તિવાળા મૂઢો જ છે એમ જાણ.
मोघाशा मोधकर्माणो मोघशाना विचेतसः ।
राक्षसीमासुरीं चैव प्रकृति मोहिनी श्रिताः ॥ १२ ॥ રાક્ષસી અને આસુરી સંપત્તિવાળાની આશા અને કર્મો વ્યર્થ છે આત્મસ્વરૂપ એવા મારી અવજ્ઞા કરનારા અને મિથ્યા એવી આ પ્રકૃતિ(વૃક્ષાંક ૩)ના મોહપાશમાં સપડાયેલા રાક્ષસી તથા આસુરી વૃત્તિવાળા મૂઢ અને અવિચારી પુરૂની આશાઓ વ્યર્થ છે, અને તેમનાં થતાં તમામ કર્મો નિરર્થક છે. હું સમજુ છું એમ જે જે કાંઈ તેઓ માનતા હોય તેઓનું તે તે તમામ જાણવાપણું કિવા જ્ઞાન વાંઝણીના પુત્રની જેમ સાવ મિથ્યા છે. આ અવિચારીઓનું ચિત્ત મોહને લીધે ભ્રમિત થયેલું હોય છે. કેમ કે તેઓ રાક્ષસી તથા આસુરી સ્વભાવના આશ્રય કરનારા છે એમ જાણ. તાત્પર્ય કે, જે હું (વૃક્ષાંક ૩)ને આત્મા (વક્ષાંક ૧)રૂપે નહિ સમજતાં શરીરરૂપે સમજે છે એટલે દરેક મનુષ્ય પોતે પિતાને હંમેશ હું હું એમ જે કહે છે તે હું એટલે વાસ્તવિક આત્મા હોવા છતાં હું એટલે શરીર જ છું એમ સમજે છે તેવા અવિચારી મૂઢોને ભગવાને રાક્ષસી કિવા આસુરી કહેલા છે. વ્યવહારમાં પણ એ નિયમ છે કે ઇષ્ટ સ્થળે પહોંચવાના ઉદ્દેશથી તે કરતાં ઊલટી દિશામાં ગમે તેટલું દૂર જવામાં આવે અથવા તે