________________
૪૮૮ ].
ન હવેઃ પ્રાથતે હિ ધ્રુવં તન્ના
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૮
અનંત સ્વરૂપવાળું તથા અજ્ઞાન સમય પૂરતું તે તદ્દન સત્ય હોય એમ ભાસે છે, પરંતુ પ્રબોધને ઉદય થતાં જ તે અસત્ય હોઈ કેવળ એક આત્મસ્વરૂપે જ અનુભવમાં આવે છે. આથી જ હે કૌતેય! આ સર્વ વાસનાત્મક ભૂતે ક૯૫ના અંતે નદી જેમ અંતે સમુદ્રને જ મળે છે તેમ મારી અવ્યક્ત પ્રકૃતિને આવીને મળે છે; તથા ક૯૫ના આરંભમાં પ્રકૃતિ, તથા તેના સાક્ષી ઈશ્વર(વૃક્ષાંક ૨)ના અંશવડે બ્રહ્મદેવ સ્વરૂપ બનીને હું જ તેમને એટલે અવ્યક્તમાં રહેલા બધા જીવોને સજુ છું, એમ કહેવામાં આવ્યું છે. એટલે કે કપમાં અવ્યક્તવૃક્ષાંક ૪)માંથી આ બ્રહ્માંડારિરૂપે સૃષ્ટિ રચવાનું કાર્ય આત્મસ્વરૂપ એવા હં(વૃક્ષાંક ૧) જ બ્રહ્મદેવરૂપ વિવર્તારૂપે બનીને કરું છું તથા મહાકલ્પ સંપૂર્ણ થયા પછી મારી અવ્યક્ત શક્તિ(વૃક્ષાંક ૪)માંથી પુનઃ બ્રહ્મદેવાદિની ઉત્પત્તિ કરવાનું કાર્ય ઈશ્વર(વૃક્ષાંક ૨)સ્વરૂપે કાળની પ્રેરણા વડે મારી માયાશક્તિના આધારે આત્મવરૂપ એવો “હું” જ કરું છું. આ રીતે હું પોતે આત્મસ્વરૂપ હોવાથી તે તમામ કાર્યો મારાથી યકિચિત પણ ભિન્ન નથી.
प्रकृति स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः। भूतग्राममिमं कृत्स्नमवशं प्रकृतेर्वशात् ॥ ८ ॥
પ્રકૃતિના પાશમાં પરતંત્ર બનેલે ભૂતસમુદાય આ રીતે સર્વે પ્રકૃતિવશ્ય એટલે પ્રકૃતિના પાશમાં સપડાઈને અવશ(પરતંત્ર) બનેલા ભૂતસમુદાયને આત્મસ્વરૂપ એવો હું(વૃક્ષાંક ૧) અનિર્વચનીય તથા નિઃસંગ હોવા છતાં પણ પોતાની પ્રકૃતિના આશ્રયે ફરી ફરીથી સન્મ છું. ભગવાન કહે છે કે, જેયું આ મારું યોગસામર્થ્ય ? તદ્દન અસંગ, નિર્વિકાર, નિરામય, અવ્યય અને અનિર્વચનીય એવો આત્મસ્વરૂપ “હું” ગુણાતીત હોવા છતાં પણ જાણે કે, મિથ્યા માયા કિવા પ્રકૃતિના આશ્રયે આ સર્વ ભૂતોના સમુદાયને પુનઃ પુનઃ સજું છું. જેમ કે વનની અંદર જોવામાં આવતો તમામ ભાસ રવપ્ન પડનારની માનસિક કલ્પનાશક્તિ મુજબ ખડો થઈ જાય છે છતાં જેને સ્વપ્ન થયું હોય તે મનુષ્ય કાંઈ સ્વપ્નને કર્તા થઈ શકતો નથી, તેમ આ બધું દશ્ય જાળ આત્મ કિવા ચૈતન્યસ્વરૂપ એવા મારા અધિકાન ઉપર મારી માયાશકિતના આધાર વડે જ રચાયેલું હોવા છતાં પણ ઘરમાં રહેલા આકાશની પેઠે હું તે તદ્દન અલિપ્ત જ છું, એમ નિશ્ચિત સમજ. મારા યુગનું અભુતપણું કિવા કર્મકુશળતા તે આ જ.
પ્રકૃતિ તમારે આવે છે કે તમારામાં નથી ? શ્રીકૃષ્ણ ભગવાને આગળ કહે છેઃ હે ધનંજય ! તું કદાચ એમ કહેશે કે તમો એક બાજુ કહે છે કે મારી પ્રકૃતિનો આશ્રય કરીને હું આ સર્વ પરતંત્ર એવા ભૂત સમુદાયને સળું છું તથા બીજી બાજુ કહો છે કે મારે તેની સાથે યુકિચિત પણ સંબંધ નથી. આ બંને પરસ્પર વિરોધી વિધાને (કથાનો) શી રીતે સંભવે? કાં તે કહો કે હું અનિર્વચનીય આત્મા હોવાથી કાંઈ નિર્માણ કરતો જ નથી, મારા (આત્મ)સ્વરૂપમાં પ્રકૃતિ કિવા તેનું કાર્ય વગેરે કાંઈ હોઈ શકે જ નહિ, અથવા તો કહે કે “હું આ પ્રકૃતિને નિર્માણ કરીને તેના આશ્રયે આ બધું સજુ છું. પણ પ્રકૃતિના આશ્રયવડે હું આ બધું સજું છું, છતાં તેની સાથે મારો પતકિચિત પણ સંબંધ નથી, આમ કહેવું એ કાંઈ બરોબર બંધબેસતું નથી. તે.આ શંકાના સંબંધમાં મારું કહેવું હવે તું સાંભળ, કે જેથી મારું વિધાન પરસ્પર વિરોધી નથી, પરંતુ અતિશય ગહન અને સૂક્ષમ અર્થવાળું છે, એમ તારા ધ્યાનમાં આવશે. જીવન્મુક્તપણું પ્રાપ્ત થતાં જ કર્મો બાબતનું ખરું રહસ્ય સારી રીતે સમજવામાં આવે છે અને પછી આવા સંશયને સ્થાન રહેતું નથી,
- અહેવક કિંવા અનાસક્ત કર્મો એ અકર્મો છે પાર્થ! તું પોતે બુદ્ધિમાન છે; માટે થોડો વિચાર કરીને જે કે પાણીની અંદર આ નદી છે, આ તળાવ છે, આ સરોવર છે, આ સમુદ્ર છે; તેમાં પણ વળી પાછાં ફીણ, પરા , તરંગે; આ રાતું, પીળું,