________________
૪૯૦ ]. તો મા નાવિતા – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગ. અહ છે, તેને ઉદ્દેશ આત્મા સ્વતઃસિદ્ધ અને અનિર્વચનીય છે એ કથન સારી રીતે તારા ધ્યાનમાં આવી શકે એટલા પૂરતું જ છે, એમ સમજ.
આત્મા, મન, વાણી કે બુદ્ધિને વિષય નથી ભગવાન આગળ કહે છેઃ હે પાર્થ ! આત્મા તો વાણી, મન કે બુદ્ધિને વિષય નથી. સંકલ્પને અંશ પણ જેમાં નથી, એવા પ્રકારના જ્ઞાનને લીધે ચિત્તને ક્ષય થઈ ઉદય પામેલી નિર્મળ અને શુદ્ધ એવી આત્મસત્તામાં સ્થિર રહીને તું કાર્ય કરે કિંવા નહિ કરે એ બંને સરખું જ છે. તું જાગ્રતાવસ્થામાં પણ સુષુપ્ત જેવો રહી પ્રાપ્ત વ્યવહાર કર. આ રીતે જાગ્રત તથા સુષુપ્તાદિ ભેદને જુદા પાડનારાં અજ્ઞાન તથા તેના કાર્યોનો જ્ઞાન વડે બાધ થતાં આ બંને અવસ્થાનું કેવળ એક આત્મપણામાં જ અક્ય થવા પામે છે તથા સર્વના અવધિરૂપ જે ચિત્માત્ર પરમ તત્વ અવશેષ રહે છે તે જ ખરું સ્વરૂપ કિંવા આત્મસ્વરૂપ હોઈ તે તું પિોતે જ છે. આ રીતે વિવેક દષ્ટિએ વિચાર કરીને અભ્યાસ દ્વારા અનંત એવા અદ્વિતીય પરમપદમાં રિથરતા કરી લેવી જોઈએ. આ પરમપદ સર્વ વસ્તુમાત્રથી વિલક્ષણ તથા લોકોત્તર છે. જગતનું અવસ્તુપણું હોવાથી તત્ત્વદષ્ટિએ જોતાં જગત અને પરમાત્મા એ બંનેમાં દૈત કિંવા અદ્વૈતપણું એકે સંભવતું નથી પરંતુ અનિર્વચનીયપણું જ સિદ્ધ છે. આવો દઢ નિશ્ચય કરી તું આકાશની પેઠે વિશાળ અને નિર્વિકાર હદય રાખી પરમ શાંતિની પ્રાપ્તિ કરી લે.
અજ્ઞાની તથા જ્ઞાનીને ઉત્તર આપવાની પદ્ધતિ અજુન ! વળી પણ સાંભળ. પ્રશ્ન કરનારા પુરૂષો બે પ્રકારના હોય છે (૧) જ્ઞાની અને (૨) અજ્ઞાની. તેમાં અજ્ઞાનીને અજ્ઞાન કેટીમાં રહીને યુક્તિઓદ્વારા ઉત્તર આપવો પડે છે તથા જ્ઞાનીઓને જ્ઞાનની કોટીમાં રહીને ઉત્તર આપવો પડે છે. કેમ કે જ્ઞાનીઓને વિકલ્પાત્મક ઉત્તર આપો ઠીક નથી. જેમ જાળિયામાંથી પડનાર તડકે સૂમ એવા ત્રસરેણુ વડે વીંટાયેલો હોય છે, તેમ વાણીનો વિષય પછી તે સૂક્ષ્મ અર્થવાળો હોય કે વિશેષ અર્થવાળા હોય, ઘેડ હોય કે અધિક હોય, પરંતુ આત્મામાં (૧) આ સર્વનો અભાવ હોવા છતાં તે છે એવા ભાવને ગ્રહણ કરવાપણું; (૨) અસાધારણ ધર્મને લીધે આત્મામાં પરિચ્છેદ એટલે દેશાદિરૂપ મર્યાદિતપણું નહિ હોવા છતાં પરિચ્છેદપણું; (૩) દૈત એટલે આત્મામાં દૈત વા જુદાપણું બિલકુલ નહિ હોવા છતાં તે છે એમ પરસ્પર પોતાનું એક બીજાથી ભિન્નપણું; (૪) આત્મામાં સંખ્યાપણું નહિ હોવા છતાં શન્ય એક, બે ઇત્યાદિ સંખ્યા પણું તેમ જ (૫) આત્મામાં કાળપણું નહિ હોવા છતાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન આદિ કાળપણું વગેરે પ્રકારના દોષો વડે તે વીંટાયેલો હોય છે. તત્ત્વવિદોને કલંકવાળા ઉત્તર આપો ઉચિત નથી. વળી ઉપર કહ્યા મુજબ બુદ્ધિ, મન અને વાણીનો સર્વ વ્યવહાર તો કલંકવાળો હોવાને લીધે કલંક વગરની વાણી તો છે જ નહિ. તત્વવિત અને વિવેકીએાને તે યથાર્થ કહેવું જોઈએ અને યથાર્થ વાત તો ફક્ત એક સુષુપ્તમૌન જ છે (મૌન માટે અ૦ ૧૦, ગ્લૅક ૩૮ તથા અ૦ ૧૩, શ્લેક ૧૨ નું વિવરણ જુઓ).
વાણી વડે કરવામાં આવતા ઉપદેશને હેતુ છે ? બ્રહ્મતત્ત્વ યા પરમપદ અનિર્વચનીયરૂપ છે અને તત્ત્વજ્ઞાન એટલે અપરોક્ષ અનુભવ થતાં સુધી શિષ્યોને બોધ કરવાને માટે અજ્ઞાનતાનો મિથ્યા આરોપ કરી ગુરુશિષ્યાદિ પરંપરા દ્વારા સત્યબાધ અર્થે તેને વાણીના વિષયરૂપે ક૯પી લેવામાં આવે છે. બાકી એક વખત વિચાર વડે એ પરમતત્વ સારી રીતે ઓળખવામાં આવે અર્થાત આત્માનું પરોક્ષજ્ઞાન સારી રીતે થાય એટલે તો તે તત્વ વાણીનો વિષય જ નથી એમ વિવેકીઓને સારી રીતે સમજાય છે, આથી તેમાં સુષુપ્ત મૌન એ જ શ્રેષ્ઠ છે, એમ સમજ (સુષુપ્ત મૌન સંબંધમાં અ૦ ૧૩, શ્લોક ૧૨ જુઓ). હે પાર્થ! પુષ્પ અહેરાત્ર ચિત્તના અનુસંધાનને લીધે પોતે જે જે રૂપે થઈ રહ્યો હોય તેવું જ તે બોલે છે, તે જે પદ તસ્વસાક્ષાત્કાર એટલે અપરક્ષાનુભવ વડે જ અનુભવમાં આવે છે અને જે નિર્વિકલ્પ યા અનિર્વચનીય હોઈવાણી વડે અગમ છે, એવા પરમપદમાં સ્થિર થયેલો તે