________________
I
૪૮૪] સ્વાદ મુજાજિતઃ કા ઈ. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૯૫ પ્રયને જ્યારે તેમાં સિદ્ધતા મેળવે છે ત્યારે જ તે પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. સહજસમાધિ તે આ જ. આ સ્થિતિ પ્રાપ્ત કરનારો જીવભુત ગણાય છે. ઉપર બતાવેલો ભકિતમાર્ગ અને આ સર્વત્ર આત્મભાવ જોવાનો જ્ઞાનમાર્ગ (સહમનો અભ્યાસ) એ બેમાં આ મુજબનો ભેદ છે. જ્ઞાનમાર્ગમાં પોતાહ સર્વ આત્મભાવ દેખો અને ભક્તિમાર્ગમાં પિતામહ સર્વત્ર પોતાના ઈષ્ટદેવને દેખવા, એ રીતે નામનો જ ભેદ છે અને આ ભેદ કેવળ નામમાત્ર જ છે. બંનેનું પર્યવસાન તો હુ'ના વિલયમાં જ થાય છે. જે સારી રીતે ધ્યાનમાં આવવાથી આ બંને માર્ગે અંતે એક જ છે એટલું જ નહિ પરંતુ વેદગ્રાહ્ય છે, એમ જાણી શકાશે, તેમ જ ભગવાન તથા આત્મા એ બંનેમાં અજ્ઞાનદષ્ટિએ જોવામાં આવતો ભેદભ્રમ નિમૂળ થઈ જશે, આથી જ સર્વાત્મભાવ (સેહમ)ના અભ્યાસનો સમાવેશ સગણોપાસનામાં થઈ જાય છે. એમ પ્રથમ કહેવામાં આવેલું છે.
નિઃશેષ કિંવા નિણભાવ વડે સાક્ષાત્કાર સગુણ ઉપાસના સંબંધી ભ્રમ નીકળી ગયા પછી નિર્ગુણ સંબંમાં થોડે વિચાર કરીશું. જેમાં ગુણ નથી તે નિર્ગુણ તથા ગુણુસહ તે સગુણ, એવો અર્થ વ્યવહારમાં પ્રચલિત છે; જે પ્રથમ જણાવેલું જ છે. સગુણ અભ્યાસમાં જે જે કાંઈ ગુણવાળું દેખાય છે, તે સર્વ આત્મસ્વરૂપ છે અથવા પોતપોતાના ઇષ્ટ દેવતાનું રૂપ છે, એવા પ્રકારના અભ્યાસ કરવામાં આવે છે, જેનું વિવેચન ઉપર આવેલું જ નિર્માણનો સમાવેશ નિઃશેષ કિંવા નાહમના અભ્યાસક્રમમાં થાય છે. જે જે કાંઈ હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિરૂપે ભાસે છે, તે સર્વથી હું જીદો છું, એ મુજબ નિઃશેષભાવનો અભ્યાસ કરીને અને હું ભાવનો પણ વિલય કરી નિવિક૯૫તા પ્રાપ્ત કરી લેવી. આ રીતે તેમાં અપરોક્ષ અનુભવ લેવો પડે છે. ઉપર બતાવેલા ભકિત કિવા સર્વાત્મભાવના અભ્યાસમાં પણ અપરોક્ષાનુભવ થાય છે અને અપક્ષાનુભવ પછી સહજસમાધિમાં સ્થિરતા થવા માટે આગળનો જે અભ્યાસક્રમ છે તે પણ બધા માર્ગમાં ઉલટસૂલટ એક સરખો જ કરવો પડે છે. ઉદ્દેશ એ કે અપરોક્ષાનુભવ થતાં સુધીનો અભ્યાસ કિવા યોગને માટે જે માર્ગ અંગીકાર કરવામાં આવે છે તેની પૂર્ણતા થયા પછી તેથી વિપરીત (ઊલટા) માનો ફરીથી દૃઢ અભ્યાસ કરવો પડે છે અને આ રીતે બંને અભ્યાસની જ્યારે પૂર્ણતા થાય ત્યારે જ કૃતકૃત્યતા થઈ શકે છે.
જ્ઞાન વિનાની સમાધિ પણ નિરર્થક છે હે અને ! ભૂલીશ નહિ કે અપરોક્ષ જ્ઞાનનો ઉદય થયા વિનાની નિર્વિકલ્પ સમાધિ સુષુપ્તિની જેમ જડતારૂપ છે તથા અપક્ષજ્ઞાન વિનાની સવિકલ્પ સ્થિતિ એ જ જાગૃતિ રૂ૫ એવો આ સંસાર છે, તેથી કદાચ કોઈને ધ્યાન કિવા સમાધિનો લાભ થાય તે પણ જ્ઞાન થયા વિના તે મોક્ષરૂપ શકતું નથી. જ્ઞાન થયા વગરની જે નિર્વિકપ સમાધિ થાય તો તે પાષાણુના જેવી જ તારૂપે જ છે, એમ સમજવું. કેમ કે મોક્ષ એ કાંઈ પાષાણુની જેમ જડ કિવા વિકલ્પાત્મક સંભવ નથી. જેમ નિદ્રા થકી પરમ શ્રેય પ્રાપ્ત થઈ શકતું નથી તેમ પાષાણુવત જડ એવી નિર્વિકલ્પ સમાધિથી પણ કાંઈ વળે તેમ નથી. વાસ્તવિક રીતે તે તમામ દસ્યજાળરૂપ એવી આ સૃષ્ટિને અત્યંત અસંભવ છે તેથી સારી રીતે જ્ઞાનનો ઉદય થયેલા વિવેકી પુરુષની દૃષ્ટિમાં આ સર્વ દશ્ય ભ્રાંતિમાત્ર જ ભાસે છે. જીવન્મુક્તપણાને ઉદય થવો એનું નામ જ વારતવિક રીતે નિર્વિકપ સમાધિ કહેવાય. તે જ અનંત એવા નિવણરૂપ છે. મોક્ષ પણ તે જ કહેવાય. તુરીય અવસ્થા પણ તેને જ કહે છે. તેમાં કેવળ યથાસ્થિતપણે રહી સહેજ પણ ક્ષોભને નહિ પામતાં સર્વના પ્રકાશક એવા આત્મરૂપમાં સ્થિતિને નિશ્ચળ રાખવામાં આવે છે. આ મુજબ જ્ઞાનમાં સારી રીતે એકરસ થઈ સ્વાભાવિક સ્થિતિમાં તન્મય બની જવું તે ધ્યાન કહેવાય. વળી આ દશ્યાદિનો તો વાસ્તવિક અત્યંત અસંભવ છે તેથી આત્મસ્વરૂપને યથાર્થ એાળખવું તેને જ કૃતિઓ તથા તત્વવેત્તાઓ પરમપદ કિવા પરમપુરુષાર્થ કહે છે. તે સ્થિતિ કાંઈ પાષાણુના જેવી જડ નથી, તેમ સુષુપ્તિના જેવી મૂઢતાવાળી પણ નથી, તે નિર્વિકલ્પ કિંવા સવિકલ્પ પણ નથી, તેમ તદ્દન શુન્ય પણ નથી, પરંતુ તે આ દસ્પાદિતા અત્યંત