________________
ગીતાદેાહન ] છતાં તે આત્મસ્વરૂપ પ્રિય તથા તીવ્ર જિજ્ઞાસુ શિષ્યને સારી રીતે જણાવવા માટે[ ૪૮૧
શરીરધારી અથવા આકૃતિવાળા છે એમ નહિ સમજતાં તે આત્મસ્વરૂપ છે એમ સમજીને તેની નિષ્કામભાવે ઉપાસના કરવી અને તન, મન, ધનાદિ સહિત સર્વસ્વ રીતે તેને જ શરણે જવું જોઈએ, એવા પ્રકારને ભાવ રાખવા માટે આ કથન કહેવામાં આવેલું છે. આ રીતના ભાવને જ ભક્તિ કહે છે. ભક્તના અર્થ તે જ્યાં જુદાપણાને લવલેશ પણ નથી તે જ ખરા ભક્તભાવ કહેવાય. એવા ભક્ત શબ્દોના અર્થ વ્યવહારમાં સ્પષ્ટ છે. શક્તિમાર્ગીની અભ્યાસ રીતિ
ભક્તિમાગ ની રચના શાસ્ત્રકારોએ એવા ઉદ્દેશ વડે કરેલી છે કે વાસ્તવિક રીતે તે પરમાત્મા ચરાચરમાં વ્યાપક છે. આ બ્રહ્માંડમાં સ્થૂળ વા સૂક્ષ્મ કાઈ પણ કાળ, દેશ, ક્રિયા કે વસ્તુ એવી નથી કે જે પરમાત્મસ્વરૂપ ન હાય એટલે કે સ`પરમાત્મા સ્વરૂપ જ છે, એવા નિશ્ચિત સિદ્ધાંત છે. છતાં જેએની આ શ્રદ્ધામાં ભિન્ન(દ્વૈત)પાની દૃષ્ટિ હેાય છે. તેઓના દ્વૈત ભ્રમના નિવારણ અર્થે જ વેદાદિ તમામ શાસ્ત્રોનું પ્રાકટ્ય થયેલું છે. શાસ્ત્રને અભ્યાસ કરનારાએ તે। આ વાત સારી રીતે જાણી શકે છે પરં તુ આ દ્વૈત વ્યવહારમાં સ્ત્રી, શ્રદ્ધાદિકે કે જેઓને બ્રાહ્માદિ વર્ગની જેમ શાસ્ત્ર અભ્યાસ કરવાને અવસરાતા નથી, તેવાઓને માટે પ્રથમ આત્માનું પરાક્ષનાન મેળવી પછી વિચાર દ્વારા તેના અપરાક્ષ સાક્ષાત્કાર કરવા, એ રીતની શાસ્ત્રપદ્ધતિનું અવલંબન અશક્ય હાય છે, તેવાઓને પરમાત્મપ્રાપ્તિને માટે આ બધી ખટપટો કિવા પરિશ્રમેતે છેાડી દઈ કેવળ શ્રદ્દા વડે જેઓ આત્મનિષ્ઠ બન્યા હાય એવા મહાત્માએ યા રામકૃષ્ણુાદિ દેવતા કિવા કાર ઇત્યાદિ પાતપેાતાના ઉપાસ્યા જ સર્વાંત્ર વ્યાપક છે, એ મુજબના દૃઢ નિશ્ચય વડે ઉપાસના કરવાનુ કહેવામાં આવ્યું છે અને તને તું જ સના કર્તા છે, તું જ હર્તા છે, તું જ ૐ છે, સગુણ તું જ છે, નિર્ગુણુ પણ તું જ છે, હું, તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ રૂપે જે જે કાંઈ ભાસે છે તે સર્વ પશુ તું જ છે, એ રીતે પાતા સહિત સને ભૂલી જવું કિવા આ બધું તેની પ્રેરણાથી જ હું કહી રહ્યો છું; એ પ્રમાણે કાયા, વાચા અને મન વડે થતાં તમામ કર્મો પાતપેાતાના ઇષ્ટદેવનાં હેય તે રૂપ જ સત્ર વ્યાપેલું છે એ રીતની સમર્પણુ બુદ્ધિ વડે કરવાં, તદ્દન નિઃશંક થઈ દૃઢ નિષ્ઠા વડે અહંભાવ કાઢી એટલું જ એક કાર્યાં કરવાનું હેાય છે કે જેથી તેઓને કાઈ પણ પ્રકારની ખટપટા નોંઢું કરતાં જ્ઞાન, ક્રમ, યાગ વગેરે કરનાર યાગીએ જે સ્થાનની પ્રાપ્તિ કરી શકે છે તે સ્થાનની પ્રાપ્તિ સહેજમાં થઈ શકે છે. એ તે શું પરંતુ સ` પરમાત્માનું જ સ્વરૂપ હોવાથી જગતમાંની કાઈપણ વસ્તુની ઉપાસના દૃઢ નિશ્ચય વડે તન્મયતા પ્રાપ્ત થતાં સુધી આ મુજબની એકત્વની ભાવનાથી કરવામાં આવે તેા પણ તેવી ભાવના સિદ્ધ થતાં તત્ક્ષણે જ ધ્યેયની પ્રાપ્તિ થઈ મનુષ્ય કૃતાર્થ બને છે. આ રીતે ઐકયભાવ કરનારા જ ખરા ભક્ત કહેવાય છે. તસ્માત્ ભક્ત બનનારે તેા ફક્ત હું અને મારું' એવા ભાવાને અંતઃકરણમાં કદી ઊઠવા જ નહિ દેવા જોઈએ અને જો કદાચ ઊઠવા પામે તા તે પેાતાના ઉપાસ્ય ઋષ્ટદેવ ભગવાનરૂપ જ છે, એમ જાણવું. એ પ્રમાણેના દૃઢ નિશ્ચય વડે તેને અપણુ કરવા. એટલી જ એક પરેજી આમાં પાળવાની હાય છે. જેમ પારકાની વસ્તુ પ્રત્યે ક્રાઇ આસક્તિ રાખતા નથી તેમ જેના પર મારું' મારું' એવા ભાવ હોય તે તમામ માં નહિ પરંતુ ભગવાનનું જ છે એમ સમજીને અહંકાર રહિત થઈ પછી જે કાયિક, વાચિક અને માનસિક વ્યવહાર કરવામાં આવે છે તેને ભકતભાવ કહે છે, અને આ માગનું અવલંબન કરનાર ભક્તિમાર્ગવાળા ગણાય છે. આ મામાં જ્યાં સુધી પેાતાસહ સભાવે મને અણુ નહિ થાય ત્યાં સુધીતે માટે તેને મારા સાચા સ્વરૂપની પ્રાપ્તિ કદાપિ થતી નથી, તે ધ્યાનમાં રાખવું. જેએ આ સર્વ ભગવાનનું જ છે એમ કહી પે।તે તે। ભગવાનથી જુદા તે જુદા જ રહે છે તે સાચા ભક્ત નથી. સાચા ભક્ત તે। તે જ છે કે જે પેાતાસહ મારું મારું' એવા સવભાવને ભગવાનરૂપ સમજે છે તથા સમજનારા પાતે પણ તેથી અળગા ન રહે. આથી જ મે તને અનેક પ્રકારની યુક્તિએ કહી તે સ`ને અંતે મને આ શરીરધારી કૃષ્ણ છે અથવા તે। આ મારા, મામાના છેકરા છે એમ નહિ સમજતાં હું એટલે અનિવચનીય એવા આત્મા છે, એવા નિશ્ચય વડે દૃઢ ભાવનાથી સમજપૂર્વક સભાવે આત્મસ્વરૂપ એવા મારે શરણે આવવાને માટે મેં તને કહેલું છે. ભક્તિમાર્ગ તે આ જ. નારાયણીય ધર્મ પણ આજ છે એમ સમજો.
૧