________________
ગીતાદોહન] અતિ સૂક્ષ્મ અને તર્કથી પણ પર એવું એ આત્માનું જ્ઞાન પણ શકાતું નથી. [ ૭૭
એ શંકાનું સમાધાન પ્રથમ કરવામાં આવ્યું છે, તેમજ અંતકાળના સમયે આત્મસ્વરૂ૫ એવા મને જાણવા થકી મનુષ્ય પરમ ગતિને જ પામે છે એમ પણ કહેવામાં આવ્યું છે; તો તેવું મારું વિજ્ઞાન એટલે અપરોક્ષ અનુભવ સહિતનું જ્ઞાન તને કહું છું. તે ઉપરથી તારી ખાતરી થશે કે હું એટલે કેવળ આ શરીરધારી કૃષ્ણ નહિ પરંતુ આત્મા છે (અધ્યાય ૩ શ્લ૦ ૩૦ થી ૩ર માં આ વિષય ઉપર વિવેચન છે તે જુઓ)
अश्रधानाः पुरुषा धर्मस्यास्य पुरन्तप ।
अप्राप्य मां निवर्तन्ते मृत्युस५सावर्त्मनि ॥३॥
અશ્રદ્ધાળુઓ મૃત્યુ વાળા સંસારના માર્ગમાં જ ભટકે છે - હે પરંતપ! એટલું તે ખાસ ધ્યાનમાં રાખ કે જેઓ હું શરીરધારી કૃષ્ણ નહિ પરંતુ આત્મા છું એવા પ્રકારની મનમાં દર શ્રદ્ધા વગર હું એટલે આ દેહધારી જ છું એમ સમજી કેવળ મેઢેથી તેવું કહી મને ભજે તે તે વડે કાંઈ તેઓ મોક્ષને માર્ગે જઈ શકતા નથી. એ તો શું પરંતુ આ તેમ જ પ્રથમ બતાવેલા મને પાસના કિવા પ્રાણોપાસનારૂપ ધમ (માર્ગ) ઉપર શ્રદ્ધા નહિ રાખનારા પુરુષો આત્મા અર્થાત આત્મસ્વરૂપ એવા મને (તત વૃક્ષાંક ૧ ને) નહિ પામતાં સંસારમાં જન્મમરણના માર્ગમાં જ ભટકે છે એટલે હંમેશાં પરિવર્તનને જ પામ્યા કરે છે..
मया ततमिदं सर्व जगदव्यक्तमूर्तिना।। मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थितः ॥४॥
મારામાં સર્વભૂત છે પરંતુ તેમાં હું નથી શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહી રહ્યા છે કે હે પાર્થ ! આત્મસ્વરૂપ એવા મેં (વૃક્ષાંક ૧ જુએ) મારા (વૃક્ષાંક ૩ ના) અવ્યક્ત સ્વરૂપ (વૃક્ષાંક ૪ જુઓ) વડે આ સર્વ જગત વિસ્તારેલું અથવા પ્રસરેલું છે. હું રૂ૫ (વૃક્ષાંક ૩) એવા મારે ઠેકાણે આ સર્વ ભૂત ( વૃક્ષાંક ૪ થી ૧૫ સુધીનાં) રહેલાં છે, પરંતુ તે હું (વૃક્ષાંક ૩) તેઓમાં (વૃક્ષાંક ૪ થી ૧૫ માં) રહેલ નથી. આની સ્પષ્ટતા માટે પ્રથમ સુવર્ણનું દષ્ટાંત આપવામાં આવેલું છે (અધ્યાય ? જુઓ) છતાં અને સંક્ષેપમાં વિચાર કરીશું.
મારું અવ્યક્ત શરીર કયું? શ્રીકૃષ્ણ ભગવાન અને ઘણું જ યુક્તિ વડે સમજાવી રહ્યા છે તે રહસ્ય સમજવાને માટે પ્રથમ તે વૃક્ષ મનું સારું જ્ઞાન હોવું જોઈએ. આમાં પ્રથમ ભગવાને સાક્ષીભાવ(વૃક્ષાંક ૨)માં સ્થિત રહીને અજુનને સમજાવેલું છે કે આ સર્વ જગતાદિ દશ્ય (વૃક્ષાંક ૩ થી ૧૫ઘ) મારા આમા( વૃક્ષાંક ૧)ના અવ્યક્ત ભૂતિના એટલે આત્માના અવ્યક્ત સ્વરૂપ (વૃક્ષાંક ૪ જુઓ) વડે સુજાયેલું છે. જેમ સુવર્ણ એ આ મા (વૃક્ષાંક ૧) છે. તેને આ સુવર્ણ છે એમ કહેવું તે “હું” (વૃક્ષાંક ૩) સમજો તથા તે “હું”ને પ્રેરણાત્મક અપ્રકટ અને સૂક્ષ્મ સાક્ષીરપ શુદ્ધ “હું.” તે ઈશ્વર (વૃક્ષાંક ૨) સમજે. હવે તે સુવર્ણ પકી જેટલા ભાગના દાગીના બનાવવાના હોય તેનો એક ગોળ કિવા લગડી જુદી કાઢવામાં આવે તે અવ્યક્ત ( ક્ષાંક ૪) સમજે. આ ગાળામાંથી જ અનેક પ્રકારના ચિત્રવિચિત્ર દાગીનાઓ કારીગર (સોની) પાસે બનાવી લેવામાં આવે છે. તે કારીગરની પાસે બેસીને બનાવરાવી લેનાર તે ક્રિયા જ્ઞાનશક્તિયુક્ત એવું અર્ધનારીનટેશ્વર કિના પ્રકૃતિપુરુષ (વૃક્ષાંક ૫)નું મિશ્રણાત્મક તત્ત્વ છે, એમ સમજે, આને શિવશક્તિ પણ કહેવામાં આવે છે. અને કારીગર ની એ તે જીવ કિંવા મહાપ્રાણુ (વૃક્ષાંક ૬) છે, એમ સમજે. આ જીવ વાસનાવશાત, અનેક ચિત્રવિચિત્ર ઘાટો પડે છે, પરંતુ આ સર્વકાર્ય તે પિતાની અંદર વસેલા જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિના બળવડે અર્થાત પુરુષ અને પ્રકૃતિના મિશ્રણાત્મક અંશની પ્રેરણા અનુસાર કરે જાય છે. માયા પ્રકૃતિ