________________
ગીતાદોહન ]
તેને અનેક પ્રકારે કહેવામાં આવે તેા પશુ
[ ૭૫
આ ન્યાયાનુસાર રાજા એ લેાકેામાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તેથી મહર્ષિએએ આ અત્યંત ગુહ્યુ એવી બ્રહ્મવિદ્યાને પ્રચાર સૌથી પ્રથમ રાજામાં કર્યાં. આી વ્યવહારમાં આ જ્ઞાન રાજવિદ્યા રાજગુહ્ય નામે પ્રસિદ્ધ છે- શ્રુતિશાસ્ત્રકારો આને મધુવિદ્યા પણ કહે છે (જુઓ બૃ॰ અ॰ ૨/૧/૧૫ અને ૨/૫/૧૬ થી ૧૮ તથા છાંદોગ્ય પ્ર૦ ૭/૧૧/૩ તેમ જ પાછળ અ૦ ૪ શ્લોક !). આ જ્ઞાન જગતમાં કેવી રીતે અન્નતીણું થયું તે સંબધે શાસ્ત્રામાંને ઋતરત્ર થયેલ નિષ્ણુય જાણવાથી આને રાજવિદ્યારાજગુહ્ય કેમ કહેવામાં આવે છે તે સારી રીતે સમજી શકાશે.
પૃથ્વીમાં થયેલા કર્મકાંડ તથા યજ્ઞના વિસ્તાર
શ્રીરામ પૂછે છે કે : મહાત્મા બ્રહ્માની બુદ્ધિ, સૃષ્ટિ ઉત્પન્ન કર્યાં પછી જગતમાં જ્ઞાન ઉતારવાને માટે કયા પ્રકારથી પ્રવર્તી ?
શ્રી વસિષ્ઠ મેલ્યા જેમ સમુધ્માં ચલનાત્મક માર્જા ઉત્પન્ન થાય તેમ બ્રહ્મમાં વાસનાને લીધે નિર ંતર ક્રિયાશક્તિના અશવાળા બ્રહ્મા પાતે ઉત્પન્ન થયા. તેમણે કેવળ પેાતાના મનના સંકલ્પ વડે જ ચૌદ લેાકના વિસ્તારવાળી આ બધી સૃષ્ટિએ ઉત્પન્ન કરી. ત્યારબાદ બ્રહ્માએ તેઓનું અવલેાકન કર્યું. તે આ તમામ સૃષ્ટિએ અતિશય દુઃખી છે એમ તેને જણાયું, વળી બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરે તેા પણ ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણે કાળની સબળા સૃષ્ટિની સ્થિતિ પણ આ પ્રમાણે જ દુ:ખી હોવાનું તેને જણાયું, તેથી તેને સુખી શી રીતે કરવી તે સંબંધે તેણે વિચાર કર્યાં; તે ઉપરથી તેને જણાયું કે શુભ સાધને કરવાને ચાગ્ય એવા આ સત્ય(કૃત)યુગાદિ જેવા આ કાળા અંત જ્યારે આવશે ત્યાર પછી લોકોને ભવિષ્ય કાળમાં ઉત્તરાત્તર વધુ મેહ થશે. આથી તેમની બ્રહ્માને દયા ઉત્પન્ન થઈ, તે ઉપરથી બ્રહ્માએ સંકલ્પ વડે તરત જ મને સર્જ્યો તથા વારંવાર જ્ઞાન આપીને આ લેાકનું અજ્ઞાન મટાડવાને માટે મને પૃથ્વીની પીઠ ઉપર મેકલ્યા છે. જેમ તેમણે મને મેકલ્યા તેમ સનકુમારે। તથા નારદાદિ બીજા ધણા ધણા મહર્ષિઓને પશુ મેાકલ્યા. આ પ્રમાણે બ્રહ્માંડેામાં માનસિક તથા અજ્ઞાનરૂપી રોગ વડે પીડાતા લેાકેાનું અજ્ઞાન નષ્ટ કરવાના ઉદ્દેશથી બ્રહ્માએ પવિત્ર એવા કર્માંકાંડાદિના ક્રમ વડે જેને અંત છેવટે આત્મજ્ઞાનમાં જ થાય છે એ રીતના જ્ઞાનના ક્રમના વિસ્તાર માટે અને અજ્ઞાનીઓને ઉદ્દાર કરવા સારુ અમને સને મેકલ્યા છે. જેએ કર્મકાંડાદિમાં આસક્તિવાળા હોય તેમને કમ કાંડમાં ક્રમથી તથા સૂક્ષ્મ બુદ્ધિશાળીઓને આનંદ આપનારા જ્ઞાનના ક્રમથી બેધ આપવામાં આવે છે. આ મુજબ સૌથી પહેલા સત્યયુગ ૧૭૨૮૦૦૦ સૌર વર્ષોના હાઈ જેને પ્રથમ વા કૃતયુગ પણ કહે છે તે સપૂર્ણ થયા પછી પૃથ્વીમાં કાળક્રમને લીધે શુદ્ધ કર્મકાંડ સăાચ પામી ગયા. તેથી બ્રહ્મદેવની આજ્ઞા મુજબ મન્વાદિષ્ઠાએ જગત મધ્યે મર્યાદાની સ્થાપનાને માટે દેશેાના જુદા જુદા વિભાગા કર્યાં અને તેમાં રાજાઓની સ્થાપના કરી ( આ પૃથ્વી ઉપર સુવ્યવસ્થિત રાજ્યની સ્થાપના કરનારા સૌથી પહેલા રાજા પૃથુ છે, તે ઉપરથી જ આનું પૃથ્વી એવું નામ પડ્યુ છે ); ત્યારે તે દરેક મન્ત્રાદિકા તથા મહર્ષિઓએ તે તે ક્રિયાક્રમના વિધાન માટે તેમ જ પૃથ્વીમાં ધર્મ, કામ અને અની સિદ્ધિઓને માટે ચેાગ્ય ધર્મ શાસ્ત્રા તથા વિધવિધ યજ્ઞક્રિયાએ સંબધી શાસ્રાતી રચના કરી
આને રાજવિદ્યા રાજગુહ્ય કેમ કહે છે ?
કેટલાક કાળ તે। આ ક્રમ ચાલ્યા. પર'તુ જેમ જેમ સમય વ્યતીત થવા લાગ્યા તેમ તેમ વળી પાછે ધર્માદિકના આ ક્રમ તૂટી ગયે; તમામ લેઢા માત્ર વિષયમાં જ લપટ થઈ નિત્ય ઐહિક એવા ભાગ્ય પદાર્થોને મેળવવામાં જ રચ્યા પચ્યા રહેવા લાગ્યા. રાજાઓમાં ધર્માંનું રક્ષણ અને પ્રજાપાલનનો ભાવના નહિ રહેતાં માલિકપણાના ભાવ ઉત્પન્ન થયેા. તેથી તેએમાં એકબીજાના દેશા પડાવી લેવાને માટે પરસ્પર દ્વેષ અને વેરભાવા ઉત્પન્ન થયા- આ રીતે પૃથ્વીમાં ઘણાં માણસે શિક્ષાને યાગ્ય થયાં. આમ થતાં જે રાજાએ પ્રથમ ધર્મ પાલન તથા પ્રારક્ષણની દૃષ્ટિ રાખી પૃથ્વીનું પાલન કરવાને સમર્યાં હતા તેઓ યુદ્ધ કર્યાં વિના પૃથ્વીનું પાલન કરવાને માટે અસમર્થ બન્યા. એટલું જ નહિ પરંતુ પરિણામે રાજા અને પ્રજા અને અત્યંત કંગાલ થઈ ગયાં. તેઓની આ દીનતા મટાડવાને માટે અને લેાકેામાં માત્મજ્ઞાનના પ્રચારને માટે મેં તથા