________________
ગીતાદહન ] જેમ આંધળા વડે દોરવાતા આંધળા અનર્થને પામે છે તેમ. [ ૫૩ તેણે એ સ્વચ્છ આકાશને પણ દૂર કરી નાખ્યું. આથી મદિરાપાન કરેલો જેમ મૂઢ થઈ જાય તેમ તેનું મને મૂઢ બની ગયું, પ્રૌઢ વિચારવાળા ઉદ્દાલકે તે મૂઢપણું પણું દૂર કરી નાખ્યું. આ મુજબ, અંધકાર, તેજ, નિદ્રા, મૂઢપણું ઇત્યાદિકથી રહિત થયેલું ઉદ્દાલકનું મન વાણીથી વર્ણવી નહિ શકાય એવી નિર્વિકપતાને પ્રાપ્ત થઈને થોડીવાર શાંત થયું. પણ પાછું વિક્ષેપના સંસ્કારપ્રાબલ્યવંડે તુરત જ જાગૃત થયું.
ઉદ્દાલકને પરમ સ્વરૂપની પ્રાપ્તિ ધાનાદિના લાંબા અનુસંધાનને લીધે અને નિર્વિકલ્પ સમાધિમાં મળેલા રવતઃસિદ્ધ અને અનિર્વચનીય આનંદના અનુભવના સંસ્કારને લીધે, જગતના દેખાવવાળી વૃત્તિમાંથી પાછું નિર્વિકલ્પ સમાધિમાં ખેંચાવા લાગેલું એ ઉદ્દાલકનું મન, વચમાં જેમ સોનું અલંકારોને પ્રાપ્ત થાય તેમ ઇષ્ટ દેવાદિ ચેતન પદાર્થોના દેખાવવાળી સવિકલ્પ સમાધિને પ્રાપ્ત થયું, (નિર્વિકલ્પ સમાધિ પછી આત્મસ્વરૂપ બનેલાની આ પ્રથમાવસ્થા સમજવી). બાદ તે સમાધિના અભ્યાસના પરિપાક વડે મનપણાને છોડી દઈ ચાન્યપણાની બીજી અવરથાને પ્રાપ્ત થયું. ત્યારબાદ સાક્ષી ચિતન્યપણને પ્રાપ્ત થઈ પછી તે મહાચૈતન્યની સાથે એકરસ બની ગયો અને પછી દશ્ય, દર્શન, દ્રષ્ટાદિ ત્રિપુટીઓથી રહિત, દ્વતાભાસથી પણ પર, શુદ્ધ મહાતવમાં જાણે અમૃતને મહાસાગર હેય તે, બ્રહ્માદિ મહાત્માઓ જેનો સ્વાદ લે છે એવા નિરતિશય આનંદને તે પ્રાપ્ત થયો. અનેક સિદ્ધિઓ, સિદ્ધો, દેવતાઓ, સાથે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ મહાદેવે તેની પાસે આવીને ઉભેલા જોવામાં આવ્યા, છતાં ૫ણુ કાઈ વડે નહિ લલચાતાં તે તો અખંડ એક બ્રહ્મરૂપપણામાં જ રહ્યો. એ જ બ્રહ્મપદ ઉત્તમ છે, શાંત છે, કલ્યાણપ્રદ છે, અવિચળ અને સુખરૂપ છે. એ પદમાં જેને શાંતિ મળી હોય, તેને સંસાર સંબંધી ભ્રમ ફરીવાર કદી પણ નડતા જ નથી. આ રીતે સાતમી ભૂમિકા વટાવીને સઘળા વિસે પિનો ઉપરામ થવાથી અને નિરતિશય આનંદરૂપ પરમપદની પ્રાપ્તિથી, જેનાં ચિત્ત, જન્મ તથા મરણ ગલિત થઈ ગયાં છે અને જેનો સદેહરૂપી હિંચકે ક્ષીણ થઈ ગયે છે, એવો તે ઉદ્દાલક તદ્દન શાંત, વ્યાપક ચિત્તથી રહી, નિર્મળ અને આવરણાદિથી રહિત, શુદ્ધ, પરબ્રહ્મરૂપ થયેલા એવા આ અવમુક્ત દેહને ધરી રહ્યો.
A બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ પણ સત્તા સામાન્યમાં જ રહે છે | સર્વ દશ્ય પદાર્થોનો સંપૂર્ણ વિલય થઈ પોતા સહિત ચિત્ત પણ સ્વરૂપમાં લીન થઈ જાય અને કેવળ એક સામાન્ય ચૈતન્ય જ બાકી રહે તેને સત્તા સામાન્ય કહે છે. ચિત્ત જ્યારે ચૈતન્યની સાથે તદાકાર થાય, ચૈતન્ય વિના બીજું કાંઈ રહે જ નહિ અને તે આકાશ જેવું અત્યંત નિર્મળ થઈ જાય તેને સત્તા સામાન્ય કહે છે. પૃથ્વીમાં ફરનારા જીવન્મુક્ત સતપુરુષો, ઋષિઓ, આકાશમાં સંચાર કરનાર નારદાદિ તથા તેઓથી પણ ઉપર રહેનારા બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ મહાત્માઓ આ સત્તા સામાન્યમાં જ રહેલા છે. ઉદાલક મુનિ પણ આ સત્તા સામાન્ય પદવીનો આશ્રય કરીને પિતાના પ્રારબ્ધને ક્ષય થતાં સધીને માટે આ તિરૂપી ઘરમાં વમુક્ત અવસ્થામાં રહ્યો. આ પ્રમાણે સત્તા સામાન્યરૂપ બનેલા ઉદ્દાલકને ઘણા સમય પછી જીવન્મુક્ત અવસ્થામાંથી વિદેહમુક્ત થવાની એટલે કે હું દેડને છોડી દઈ વિદેહમુક્ત થઈને રહું એવો દઢ વિચાર થયો. વિદેહમુક્તિના દઢ વિચારને લીધે એ ઉદ્દાલક પર્વતની ગુફામાં આસન ઉપર પદ્માસન વાળીને નેત્રને અડધાં ઉઘાડાં રાખી તેને સ્થિર કરી બેઠે. તેણે પગની પાની વડે ગુદાને રેકીને ચિત્તના નવે દ્વારને રેકી દીધાં. શદરપર્ણાદિ વૃત્તિઓને હદયમાં હોમી દીધી એટલે તેમાં પોતાના સ્વરૂપભૂત અખંડ બ્રહ્મથી જ એકસરખાપણાની ભાવના કરીને પ્રાગુવાયુને રેકી દીધે, તથા ડોકને સ્થિર રાખી જમના મૂળાને કંઠના છિદ્રમાં કમાડની પેઠે ખોસી દીધું. મનને કે દષ્ટિને બહાર, અંદર, ઊંચે, નીચે, વિષયમાં કે શૂન્યમાં કોઈ પણ જગાએ જડ્યાં નહિ, અને ઉપરના તથા નીચેનાં દાંત પરસ્પર અડે નહિ એવી રીતે મુખ રાખ્યું, પ્રાગુના પ્રવાહને રોકવાને લીધે મન આદિની ચંચળતાથી રહિત થયેલ, પ્રસન્ન તથા સુશોભિત મુખવાળો અને બ્રહ્માનંદના અનુભવને લીધે રોમાંચિત થયેલા શરીરવાળે એ ઉદ્દાલક મુનિ, મતની સઘળી વૃત્તિઓના લય કરવાના અભ્યાસ વડે મનનું મનપણું ટાળીને પ્રતિબિંબ ચૈતન્યથી બિંબચતન્યમાં એક રસ થઈ ગયો