________________
૪૭૦ ]
ન નરેગાન ગો – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૮)ર૬
દૂધ દહીંના સમુદ્રો કયાં છે? આ પૃથ્વીમાં જોવામાં આવતા સ્થાવરજંગમાદિ અનેકવિધ પદાર્થો પરમાણુના સમુદાય થકી બનેલા છે. તે પરમાણુઓનું મિશ્રણ દરેક પદાર્થોમાં પંચમહાભૂતવશાત ભિન્ન ભિન્ન હોવાથી તે પ્રકારના પદાર્થો દગ્ગોચર થાય છે. આમ હોવાથી જ્યારે તે પદાર્થોનું સાચું સ્વરૂપે જોવાની ઇચ્છાએ પૃથક્કરણ કરવામાં આવે છે, ત્યારે એક જ પદાર્થના અનેક રૂપાંતરો થતા ભાસે છે. જેમ કે ઘર લ્યો. તેમાં માટી, ચૂનો, ઇંટ, લોખંડ, લાકડું વગેરે ભાગે નો સમાવેશ થાય છે. તેમાં આવેલા સાધનોને જે વેગળાં ગળાં કરી નાખવામાં આવે તો ઘરનું અસ્તિત્વ જ સિલક રહેવા પામતું નથી. તેથી ઘર બનાવવાના કારણભૂત એવાં આ માટી, ઈંટ, ચુને, લાકડાં વગેરેનો સ છે જેમાંથી મળી શકે છે. તે તે ભાગો સાંઠા કિવા સમુદ્રરૂપ સમજવા. તેમ આ પૃથ્વી એ ઘરરૂપ સમજે. તેમાં આ દૂધ, દહીં, ધત વગેરે તમામ અંશોના મિશ્રણ હોય છે, બાજુ(વૃક્ષ ફુ)માં બતાવ્યા પ્રમાણે સાતકીપ અને તેને વીંટળાયેલા સાત સમુદ્રો મળીને જ આ સ્થૂલ પૃથ્વી બને છે. આ બધાના અંશો તેમાં હોવાથી તે પરમાણુઓ બ્રહ્માંડના જેટલા ભાગમાં પ્રસરેલા ય છે તેટલા ભાગો સુધી પૃથ્વીની મર્યાદા છે એમ શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે. આ વિવેચન ઉપરથી જાણી શકાશે કે આ દૂધ, દહીં, ઘી, મધુ અને મદ્યાદિના સમુદ્રોનું વર્ણન શાસ્ત્રમાં આવે છે તે અંશને સાંઠે આ પૂલ અને જડ દેખાતા પૃથ્વીના બ્રહ્માંડના જે ભાગમાંથી પૂરો પાડવામાં આવે છે તે પ્રદેશ છે એમ સમજવું. આ રીતે ક્ષીર સમુદ્રની મર્યાદા જ્યાં સંપૂર્ણ થાય છે તેટલે ભૂપ્રદેશ એ પૃથ્વી કહેવાય તથા લોકાલોકની મર્યાદા જ્યાં સંપૂર્ણ થાય છે તે પ્રદેશ એ જ ભૂગોળની મર્યાદા છે; એમ શાસ્ત્રોમાં આવેલાં વર્ણનો સંબંધમાં સમજવું.
લક્ષ શામેલાદિ દ્વીપમાં ચાલતા વ્યવહાર કદાચ કોઈ કહેશે કે જંબૂદીપ સિવાયના ડીપોમાં પણ લોકોનો વ્યવહાર તો ચાલે છે એવાં પુરાણમાં વર્ણન આવે છે, તે સંબંધે સર્ગ પરંપરાની કલ્પના માટે પ્રસંગવશાત યોગ્ય વિવેચન આપવામાં આવ્યું છે, છતાં અત્રે સંક્ષેપમાં એટલું જાણવું જરૂરનું છે કે આ બ્રહ્માંડની અંદર બહાર સર્વત્ર અનંત જીવોનું નળે પથરાયેલું છે. એક પરમાણુના પણ કરોડમાં ભાગમાં વાસનાવશાત લાખો જીવોના સમૂહે રહેલા છે. આ બ્રહ્માંડમાં જે પરમાણું છે તે તેમાં રહેલા છની દૃષ્ટિએ તો પચાસ કરોડ યોજનવાળું બ્રહ્માંડ છે. વળી તે બ્રહ્માંડમાં પણ પરમાણું છે. આ પ્રમાણે સર્ણ પરંપરાઓનો તે અંત જ નથી. તેમ જોવામાં આવતું આ ચૌદ લેક વડે વ્યાપેલું મોટું નમ્ર બ્રહ્માંડ એ પણ એક બ્રહ્માંડ મધ્યે આવેલું પરમાણું છે. આ રીતની અગણિત સપરંપરાનો તે પાર નથી.
તેમાં રહેલાં તમામ પ્રાણીઓના સમુદાયો પોતપોતાની વાસનાવશાત કે પૃથ્વી, કેાઈ જળ, કઈ વહિ, કઈ વાયુ તો કઈ આકાશ અને તેમાં આવેલા અનેક ચિત્રવિચિત્ર ભાસોને રવમમાંના લોકોને માવતા અનુભવ પ્રમાણે જાણે પ્રત્યક્ષ અનુભવતા ન હોય એમ અનુભવે છે, પરંતુ વાસ્તવમાં તો તે દરેક જૂથની પોતપોતાની વાસનાનું જ પ્રતિબિંબ હોય છે. આ પ્રત્યેક જૂથની વાસના ભિન્ન ભિન્ન હોવાથી પાસે સૂતેલાનું . સ્વમ જેમ બીજાના અનુભવમાં આવતું નથી તેમ એક જૂથનો અનુભવ બીજાને આવી શકતો નથી. જેમ જમીન ખોદતાં તેમાં કેટલાક પંટો કાળી માટે ના, કેટલાક લલ, કેટલાક પીળી એમ અનેકવિધ રંગોની માટીના હેવાનું જણાઈ આવે છે. તે દરેકમાં જુદા જુદા પ્રાણીઓના સમૂડો ઈ તે પરસ્પર એક બીજાને જાણતા કિવા ઓળખતા નથી; તેમ આ બ્રહ્માંડ મધ્યે આવેલા આ પૃથ્વી, જળ, વહ્નિ, વાયુ અને આકાશાદિ પાંચ મહાભૂતો અને તેના અંતર્ગત આવેલા પેટા ભૂતસમુદાયમાં અનેકવિધ પ્રાણીમાત્રોનો સમૂહે હાઈ તેઓ દરેક પોતપોતાની વાસનાવશાત તે તે સૃષ્ટિનો અનુભવ લઈ આપ આપસમાં વ્યવહાર કરતા રહે છે. તેવા જૂથને પિતાથી ભિન્ન જૂથના છેવાને ચાલતા વ્યવહારની કલ્પના હોતી નથી. તેમ આ પ્લેક્ષ શામલાદિ સાતકીપના પ્રદેશ બ્રહ્માંડમાં જ્યાં આવેલા છે તે તે સ્થાનમાં રહેલા છેવો વાસનાવશાત પિતપોતાના પ્રદેશના વ્યવહારને સારી રીતે અનુભવે છે. વિશેષતા એ છે કે, આ પ્રદેશમાં રહેલા જીવો પ્રથમ મનુષ્ય યોનિમાં આવી