________________
૪૬૮ ]
ના જ્ઞાતા યુરાનુટિ: I . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૮.૨૬ પુરાણથી ઉત્પન્ન થયેલ બોધ વડે ખબર પડે છે; પરંતુ તે જ્યારે શાલ અને ફળરૂપ જન્મમાં હોય છે ત્યારે તેને અંતકરણની વિચારશક્તિ હોતી નથી, તેથી તે અવસ્થામાં તેને પોતાના જન્મની ખબર પડતી નથી; પરંતુ જ્યારે તેને પુરુષ ખાય છે ત્યારે તે પ્રથમ પુરુષના શરીરમાં બીજરૂપે બને છે તથા તે બીજ વિદ્વારા માતાની યોનિમાં પડવાથી માતાના ઉદરમાં ગર્ભ બંધાય છે. તે ગર્ભ જ્યારે લોકમાં જન્મ ધારણ કરે છે ત્યારે તે બાળક પૂર્વજન્મના કર્માનુસાર સારી અથવા તે વિકૃત આકૃતિવાળો બને છે. ત્યાર પછી તેને ચંદ્રમાની કળાની જેમ વૃદ્ધિ અને ક્ષયવાળી બલ્ય, યુવા અને વૃદ્ધાદિ અવસ્થાઓ આવે છે. તે પૈકી જ્યારે યુવાવસ્થા આવે છે ત્યારે તે કામાદિ વડે અતિ વ્યાકળ બને છે અને વિષયભેગમાં જ લંપટ રહેવાથી હિમરૂપી વજન જેવી દુઃખદ જરા અવસ્થા આવી પડે છે અને એ વૃદ્ધાવસ્થામાં તેને અનેક પ્રકારના વ્યાધિઓ થાય છે તેથી તેને મરણમૂચ્છ પ્રાપ્ત થાય છે. આને જ વ્યવહારમાં મરી ગયો એમ કહે છે. આમ મરી ગયા પછી પૂર્વ દેહ તથા તેના સંબંધીઓથી તે છવ જુદો પડે છે પછી ફરીથી પ્રથમની પેઠે બંધુઓએ આપેલા પિંડદાનાદિથી તેને દેહ બંધાય છે. ત્યાર પછી પાછું તેને યમલેકમાં જવું પડે છે અને ત્યાં અનેક પ્રકારની યોનિઓમાં અવતારનો તેને અનુભવ કરવો પડે છે. આ મુજબ મોક્ષ થતાં સુધી ઘટાકાશમાંથી મહાકાશમાં અને મઠાકાશમાંથી ઘટાકાશમાં એ રીતે તેને વારંવાર જન્મમરણ થયા જ કરે છે ( ઉ૫૦ સ. ૫૫ શ્લ૦ ૧ થી ૪૩; વધુ માટે મૂળમાં સર્ગ ૫૪-૫૫-૫૬ જુઓ).
જેઓ પિંડદાન કરતા નથી તેઓનું શું? આ વિવેચન ઉપરથી શંકા થવા સંભવ છે કે, જે પિંડદાન વડે જ મૃત જીવને દેહ બંધાતા હેય તે પછી ચાલુ યુગમાં તેવા પ્રકારના જીવો પણ થોડા મળી આવશે. જગતમાં ઘણોખરે ભાગ તો પિંડકિયા જાણતો પણ નથી. અને તેઓ પોતપોતાના ધર્મને અનુસાર આવી ક્રિયાઓ હેવાનું માનતા પણ નથી. તે તેવાઓનું શું થાય ? આ શંકાનો વિચાર કરતાં ઘણું લંબાણ થાય તેવું છે, વળી તે પ્રસ્તુત વિષય સાથે સુસંગત પણ નથી, સિવાય આ સંબંધે અન્યત્ર (મહાકાળ પુષ્પ વર્ણન ભાગ ૧ માં કિરણાંશ ૨૯-૩૦-૩૧-૩૨-૩૪ જુઓ) વિવેચન કરવામાં આવેલું છે, જિજ્ઞાસુઓને તે ત્યાં જોઈ લેવું; અત્રે સંક્ષેપમાં તેનો વિચાર કરીશું.
પૃથ્વી અને ભૂગોળ એટલે શું ? આ શંકા કરનારાઓની વૃત્તિ વાસ્તવિક ઘણી જ સંકુચિત હોય છે. તેઓ દીર્ઘ અને વિશાળ દષ્ટિના હેતા નથી. તેમ તેઓને શાસ્ત્રાભ્યાસ પણ હોતો નથી. તેથી વસ્તુતઃ તેમની આ શંકા જ તદ્દન નિરર્થક હાઈ પાયા વગરની અને બુદ્ધિની મંદતા દર્શાવનારી છે, આથી જ તેઓની દિશાભૂલ થવા પામેલી છે. પ્રસ્તુત સમયે જે આ (એશિયા, યુરોપ, અમેરિકા, આફ્રિકા તથા એરટ્રેલિયા એવા નામથી) પાંચ ખંડો કિંવા ભેદ પાડીને જેને પૃથ્વી એમ કહેવામાં આવે છે તે વાસ્તવિક શાસ્ત્રદષ્ટિએ કહેવામાં આવેલી પૃથ્વી નથી, પરંતુ શાસ્ત્રમાં બતાવેલી પૃથ્વી પૈકી ફક્ત એક જંબદ્વીપ છે. શાસ્ત્રમાં જેને પૃથ્વી કહેવામાં આવે છે તે પૃથવી એટલે તે સર્વની મધ્યમાં મેરૂ હોઈ તેની ચારે બાજુ (૧) આ જંબુદ્વીપ આવેલો છે તેની ચારે બાજુ ખારો સમુદ્ર વીંટાયેલો છે; તે પછી (૨) પ્લક્ષદ્વીપ આવેલ છે તેની ચારે બાજુ મધુ શેરડીના રસનો સમુદ્ર વીંટાયેલો છે; તેની ચારે બાજી (૩) શામલદીપ આવે છે, તેની સર્વ બાજુએ મને સમુદ્ર છે તેની ચારે કોર (૮) કુશદ્વીપ હોઈ તે ચારે બાજુથી ધૃતના સમુદ્ર વડે વીંટાયેલ છે; ત્યાર પછી (૫) કૌચદ્વીપ હેઈ તેની ચારે તરફ દુગ્ધ સમુદ્રનું વેણન છે; ત્યાર પછી (૬) શાકદીપ હેઈ તેની તરફ દહીંના સમુદ્રનું વેઇન છે તથા છેવટે (૭) પુષ્કરદ્વીપ હેઈ, તેની આજુબાજુ તરફ શુદ્ધ જળનો મહાસાગર વા ક્ષીરસાગર વીંટાયેલો છે. આ બધો ભાગ પૃથ્વી ગોલકમાં ગણાય છે. એટલે આ બધું મળીને પૃથ્વી કહેવાય છે. મીઠા સમુદ્ર પછી સુમારે દોઢ કરોડ સાડાસાત લાખ યોજનની ભૂમિ આવેલી છે ત્યાં સુધી જીવો રહી શકે છે. પરંતુ ત્યાર પછી આઠ કરોડ ઓગણચાલીસ લાખ યોજનની બીજી એક ધરતી આવે છે ત્યાં તો પૃથ્વી પૈકી કોઈ પણ પદાર્થ ગયો એટલે