________________
ગીતાદહન ] આ (આત્મા) ના નિપુણ (અપરક્ષાનુભવી જીવન્મુક્ત) વક્તાની પ્રાપ્તિ દુર્લભ છે. [ ૪૬૭
શ્રેષ્ઠ યાને ઉત્તમ ધર્મ કરનારની ગતિ (૪) ચેાથે પ્રકારઃ જે મહાપુણ્ય કરનાર હોય છે તે મરણને મેહ મટ્યા પછી પુણ્યરૂપી વાસનાની જાગૃતિથી સ્વર્ગમાં વિદ્યાધરનાં નગરનો અનુભવ કરે છે. આમ પુણ્ય ભોગવ્યા પછી તે લાવૃત કિંવા કિપુરુષ ખંડમાં કર્મનું ફળ ભોગવે છે અને ત્યાર પછી મનુષ્યલેકમાં લક્ષ્મીવાન એવા સજજન મનુષ્યને ઘેર જન્મ ધારણ કરે છે, અથવા યોગીને ત્યાં જન્મે છે (શુવન શ્રીમતિ હે અ ૬ શ્લ૦ ૪૦થી ૪૫ જુઓ).
સામાન્ય તથા મધ્યમ ધર્મ કરનારની સ્થિતિ ( પ-૬) પાંચમ અને છકો પ્રકાર : મધ્યમ અને સામાન્ય ધર્મ કરનાર પુરુષનો જીવ મરણનો મોહ છૂટ્યા બાદ તે ઔષધિઓ તથા પલથી ભરેલા નંદન અને ચિત્રરથાદિ વનમાં કિન્નર તથા કિપુરુષના શરીર થકી જાય છે. ત્યાં પોતાનું કર્મ ભોગવ્યા પછી તે વાયુ અને વરસાદ દ્વારા પૃથ્વીમાં શાલ, જવ વગેરે ઔષધિમાં પ્રવેશ કરે છે અને તે દ્વારા પુરુષના વીર્યને માગે તે સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે. *સામાન્ય ધર્મ કરનારની ગતિ પણ થોડા ઘણા ફેરફારે ઘણે ભાગે આ મુજબની જ છે. આ રીતે ઉપર કહેલા છ જાતના પ્રતાની મરણમૂછ મટ્યા પછી ક્રમે કરીને ઉપર પ્રમાણેની ગતિ થાય છે.
મરણ પછી સામાન્ય સ્થિતિ મરણ પામનાર પુરુષ (જીવ)ને પ્રથમ મારું મરણ થયું એવું જ્ઞાન થાય છે. પછી બંધુઓએ આપેલા પિંડદાન કિંવા દરેક ધર્મમાં તે પ્રીત્યર્થે જે ક્રિયા કરવામાં આવેલી હોય તે વડે મારું શરીર ઉત્પન્ન થયું એવું જ્ઞાન તેને થાય છે. જીવે અનેક જન્મમાં યજ્ઞાદિ તથા આ શ્રાદ્ધાદિ ક્રિયાઓનો અનુભવ લીધેલો હોવાથી મરણ પછી તેને એ દઢ સંસ્કારોનું જ સ્મરણ થાય એ નિયતિનો નિયમ છે. મરણ બાદ પ્રથમ તો કાળપાશને ધારણ કરનાર યમના અનુચરો આવીને મને લઈ જાય છે અને હું તેમની સાથે યમપુરીમાં જાઉં છે, એવું જ્ઞાન તેને થાય છે. ઉત્તમ પુણ્યવાન તો મૃત્યુ પછી પોતાના પુણ્યકર્માથી પ્રાપ્ત થયેલું દિવ્ય ઉદ્યાન તથા શેભિતાં વિમાન પોતાની પાસે દેખે છે તથા તેમાં બેસીને વિહાર કરે છે. પાપી માણસ પોતાના પાપ કર્મ વડે હિમ (બરફ), કાંટા અને અસિપત્ર વનને જુએ છે, મધ્યમ પુણ્ય કરનાર તે આ પગદંડી રસ્તો સુખેથી જઈ શકાય તે છે, આ શીતળ લીલાં ખડ ચારે બાજુએ ઉગ્યાં છે, આ ઘાટી છાયાવાળી સુંદર વાવ છે એમ અનુભવે છે. આ બધું મૃત્યુ પછી મનના સંક૯૫ વડે પ્રથમના અનુભવ પ્રમાણે તેને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. હું હવે યમપુરીમાં આવ્યો છું. આ પ્રાણિઓને શાસન કરનાર યમરાજા છે. આ સભા ચિત્રગુપ્ત વગેરે બધા મારાં કર્મોનો વિચાર કરે છે. આ રીતે આ દશ્ય સ સાર જેવી રીતે હાલમાં સર્વને સત્યરૂપે દેખાય છે, તેવી જ રીતે જેમ સ્વમામાંનો સર્વે સંસાર તે વખતે સત્ય હોય છે તેમ આ મરણ પછીનો સંસાર પણ સમગ્ર પદાર્થ તથા તેની ક્રિયા વડે શોભતે પ્રત્યેક પુરુષ (જીવ)ને અનભવવો પડે છે; પરંતુ ખરી રીતે વિચાર કરતાં સ્વરૂપથી રહિત એવો આ જાગૃતિ અને ? ખાદિમાંનો જીવિત અવસ્થાનો તથા મરણ પછીનો અનુભવાતે દસ્ય પ્રપંચ જે કે દેશ, કાળ અને ક્રિયાની દીર્ધતા વડે ભાસમાન થાય છે તે પણ તે સાવ શૂન્યરૂપ છે. એટલું જ નહિ પરંતુ વાસ્તવિક તે તે સર્વે વિશેષ બેધવાળા અનિર્વચનીય એવા આત્મરૂપ જ છે.
સ્વસંકલ્પથી જ જીવ વાસનાવશાત અનુભવ લે છે યમરાજે કર્મફળ ભોગવવા માટે મને આ દિશામાં જવા માટે આજ્ઞા કરી છે. હું સ્વર્ગમાં જાઉં છું તથા આ બાજુએ નરકનો પ્રદેશ છે. મેં આ વર્ગ કિંવા નરક ભગવ્યું. મેં આ અનેક પ્રકારની યોનિઓ ભેગવી અને હું સંસારમાં ઉત્પન્ન થયો છું. હવે શાલ (ડાંગર કિંવા ધાન)માં જન્મી અંતે કળરૂપે થયો છું. આવા ક્રમે મનુષ્યનું શરીર ઉત્પન્ન થયા પછી આ ઉત્પત્તિની તે જીવને શાસ્ત્ર અને
છે શરીરમાં માંસ રુધિર એ માતાને રેતસ અંશ કિંવા ભાગ છે, એટલે તે રેતસથી બનેલું હોઈ અસ્થિ આદિ ઈતર પાંચ ધાતુઓ એ પિતાનો અંશ છે. એટલે આ પાંચ પિતાના વીર્ય વડે બને છે.
+
-
+ +
-
-
e*
-
: -
-
Re
-