________________
ગીતાહન ] (કેમ કે) ઘણા સાંભળ્યા છતાં પણ તને જાણી શકતા નથી. [ ૬૫ તેમાં(જુઓ વૃક્ષાંક આ ૧૪ ); ત્યાંથી સમ્મના કારણ તથા વિરાટ પુરુષના કારણે દેહ એવા પ્રજ્ઞ કે જેના અભિમાની દેવતા ઈશ્વર હેઈ જેને સદાશિવ યા વાસુદેવ એ નામે વડે પણ શાસ્ત્રમાં સંબંધે છે (વૃક્ષાંક આ ૧૫ જુઓ) તેમાં તેમાંથી પછી વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ એ ત્રણેના તથા તેની અંદર આવેલા ચરાચરના દ્રષ્ટા કિવા સાક્ષી ઈશ્વર( વૃક્ષાંક : ૧૬ )માં વિલય થાય છે. સાક્ષીમાં વિલય થયો કે તે અનાયાસે જ અનિર્વચનીય એવો “તત’ વા આત્મ (વૃક્ષ આ વૃક્ષાંક ૧ તથા વૃક્ષ આ વૃક્ષાંક ૧૭) સ્વરૂપે બને છે. એ કમે ઉત્તરાયણ ગતિવાળે અંતે પરમગતિને પ્રાપ્ત થાય છે. જ્યાં ગયા પછી તેને ફરીથી પુનરાવૃત્તિ એટલે જન્મમરણના દુઃખરૂ ૫ ચક્કરમાં આવવું પડતું નથી. આને જ અચિરાદિ કિવા દેવયાન પથ વા માર્ગ કહે છે. શાસ્ત્રમાં યજ્ઞાદિ કાર્યો કરવાની જે આજ્ઞા છે તેનું કારણ પણ આ જ છે. આમ યજ્ઞ સુધીના નિષ્કામ યજ્ઞાદિ કર્મો કરવાથી તેમાં જે જેવી વાસના કરીને યજ્ઞ કરે છે તે તેનો ઘનીભાવ બની તે આ અંતરાળમાં જઈ ઉપર બતાવેલા માર્ગે બ્રહ્મસ્વરૂપ જ બને છે.* આ પ્રમાણે વેદમાં બતાવેલા નિવૃત્તિ માર્ગનું અવલંબન કરનારને
ગની પૂર્ણતા પહેલાં જ જે અંત થાય છે તે દુર્ગતિએ નહિ જતાં આ ક્રમે મુક્તિને પામે છે અથવા તે પ્રથમ બતાવી ગયા તેમ તે શ્રીમાનને ત્યાં જન્મ લઈ પોતાને પાછલે અભ્યાસ સંપૂર્ણ કરી અંતે મોક્ષની પ્રાપ્તિ કરી લે છે. આ નિવૃત્તિમાર્ગે જનારાઓ સંબંધે કહ્યું. હવે એક યા અનેક બને જન્મનારા એટલે આવ તને પામનારાઓ પિતૃમાર્ગે પ્રયાણ કરનારા કહેવાય છે, તે સંબંધે પણ સંક્ષેપમાં વિચાર કરીશું.
ધૂમાદિ કિવા પિતયાણ માર્ગ વેદમાં બતાવ્યા પ્રમાણે પ્રવૃત્તિમાર્ગનું અવલંબન કરનારા અર્થાત સકામ કમી કરનાર તેમના જન્મ મરણને કેરે પૂરો થયો નથી એવાઓનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેઓ પ્રથમ અંત્ય ક્રિયામાં મલા પ્રેતયજ્ઞ વિધિના મંત્ર સામર્થ્યધારા ધૂમાડાની સાથે એક્યરૂપ થઈ તે ધૂમાડાનો જે અધિદેવતા છેડા : છે સાથે એકરૂપ થઈ જાય છે (વૃક્ષાંક આ ૨); ત્યાંથી સાવન પ્રદેશની અંતર્ગત આવેલા રાત્રિના દેવના(વૃક્ષાંક ૩ )માં; ત્યાંથી પિતરના પ્રદેશમાંના વદી કિંવા કૃષ્ણપક્ષના દેવતા( વૃક્ષાંક ૬ જુઓ )માં; ત્યાંથી અસુર પ્રદેશમાંના દક્ષિણાયન વૃક્ષાંક આ ૮ )ના માર્ગે થઈ અંતે સેમ સ્વરૂપ કિંવા શીત તેજ એવા ચંદ્રની જ્યોતિના પ્રદેશ(વૃક્ષાંક આ ૧૦)માં જાય છે અને આટલે બધે ઊંચે જઈને વળી પાછો આ ભૂલકમાં લે છે. વચ્ચે તેને યમાદિ શિક્ષાઓ ભેગવવી પડે છે. આને દક્ષિણ ગતિ, ધૂમાદિ અથવા પિતૃયાણનાગ કહે છે. આ માર્ગે ગયેલા ફરી ફરીથી જન્મના ચક્કરમાં જ પડ્યા કરે છે, ઉપર દેવયાન અને પિતૃયાણ માગંના મુખ્ય મુખ્ય ભેદ બતાવેલા છે. આ દરેકની અંતર્ગત ઘણું સૂક્ષ્મ ભેદ છે, તે વિરતારભયે અને બતાવવામાં આવેલા નથી. મૃત્યુ પછી જીવાત્માની કેવી ગતિએ થાય છે તથા તેમાં મુખ્ય મુખ્ય કેટલા ભેદો પડી શકે છે. તે સંબંધે નીચે શાસ્ત્રીય કથન આપવામાં આવે છે કે જે ઉપરથી બુદ્ધિમાનાને તેની સામાન્યતઃ કલ્પના થઈ શકશે. આમાં શ્રી સરસ્વતી દેવી તથા પ્રબુદ્ધલીલાનો સંવાદ છે.
મરણ પછી જીવની થતી સ્થિતિ પ્રબુદ્ધલીલાને પ્રશ્નઃ હે દેવેશ્વરી ! જેવી રીતે પ્રાણીનું મરણ થાય છે તથા જન્મ થાય છે તે વિશે બેધ થવા માટે કરીથી વિસ્તારપૂર્વક કહો. લીલાનો પ્રશ્ન સાંભળીને વિદ્યાદેવી સરસ્વતી કહે છે. સાંભળ. નાડીના પ્રવાહ બંધ થવાથી શરીરમાં વાયુ શાંત થઈ જાય છે તેથી પ્રાણીમાં હલન ચલનાદિ કરનારે જે ચેતન હોય છે તે તદ્દન શાંત બની જાય છે પણ જે શુદ્ધ ચેતન(2ક્ષાંક ૧) છે તે તો નિશ્ચલ જ હોય છે. તે કદી પણ શાંત થતું નથી એટલે મરણ પામતું નથી તેમ તેનો કદી ઉદય એટલે જન્મ પણ થતો નથી. તે સ્થાવરમાં, જંગમમાં, આકાશમાં, પર્વતમાં, અગ્નિમાં તથા પવનમાં ઈયાદિ તમામ જગા ઉપર રહેલું છે. શરીરમાંથી કેવળ પ્રાણવાયુનો નિરોધ થવાથી જ્યારે ફુરણા થતી બંધ થાય છે ત્યારે તે જડ થયેલા શરીરને પુરુષ મરી
- યજ્ઞાદિ તથા બ્રહ્માંડની રચના સંબંધે વધુ વિવેચન માટે શ્રી કૃષ્ણાત્મક વાકસુધા પ્રકાશન ૪ મહાકાળપુરુષ વર્ણન ભાગ ૧ કિરણુશ ૩૧ તથા પ્રકાશન ૩, કિરણાંશ ૧ જુએ,
૩૦.