________________
ગીતાદેહન ] તેમ જ આને જાણવાવાળે નિપુણ (અનુભવી) જ્ઞાતા મળ પણ દુર્લન છે
[ ૬૯
જેમ પારો દરેકને ઓગાળી નાખે છે તેમ તે સર્વને ઓગાળી નાખે છે. તે ફરીથી હાથ લાગતો નથી. તેથી ત્યાં પ્રાણીઓ રહી શકતાં નથી. ત્યાર પછી લોકાલોક પર્વત આવે છે. આ સૂર્ય જે આપણે જોઈએ છીએ, તે તે અર્થે ગોલક છે. તેને પ્રકાશ નીચે જેમ જંબૂદીપ સુધી પ્રસરેલ છે તેમ બીજા અડધા ગોળાને પ્રકાશ આ લોકાલોક પર્વત સુધી પહોંચે છે. અત્રે ભૂગોળની મર્યાદા પૂર્ણ થાય છે. લોકાલોક પર્વત પૂર્વની આ બધી તે લોકભૂમિ કહેવાય છે. આ લોકાલોક પર્વત પછી એટલી જ અલોકની ભૂમિ છે અને આ અલોકની પેલી તરફ શુદ્ધ યોગેશ્વરની ગતિ છે. જે ગતિ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને બ્રાહ્મણના મૃત પુત્રોને લાવતી વખતે બતાવેલી હતી,
જબૂદીપ સિવાય બીજા દ્વીપ કેમ જાણી શકાતા નથી ઉપરના વિવેચન ઉપરથી જાણી શકાશે કે, પૃથ્વી એટલે સાતદ્દીપ અને તેની આજુબાજુએ એકથી બમણું એવા સાત સમુદ્રો વડે વિંટાયેલા બ્રહ્માંડનો જેટલો ભાગ છે તે સર્ષ મળીને પૃથ ી કહેવાય છે(બાજુનું વૃક્ષ ૪ જુઓ). ઉદ્દેશ એ કે, પૃથ્વી તથા ભૂગોળ સંબંધી શાસ્ત્રમાં જે વર્ણનો આવે છે તે આ કક્ષાનાં સમજવાં. આધુનિક લોકો જડવાદી હોવાથી ક્ષાર સમુદ્રથી ઉપર આવેલા અન્ય દ્વાપોથી તેઓ અજ્ઞાત હોય છે. જુઓ કે આધુનિક ઈતિહાસકારો અમોએ અમુક (અમેરિકા) ખંડ શોધી કાઢ્યો એમ ગૌરવથી કહે છે પરંતુ વાસ્તવિક રીતે તો એ એક પ્રચાર કહેવાય, કેમ કે ખંડ તે ત્યાંને ત્યાં જ હતો. માત્ર અમો તેથી અજ્ઞાત હતા એટલું જ. મનુષ્યને એવા સ્વભાવે છે કે તે પોતાનું અજ્ઞાન કદી પણ કબૂલ કરતે નથી; ૫૨ તુ પોતાની અજ્ઞાનતાને છુપાવવાનો પ્રયત્ન કરે છે. એવો માનવીય સ્વભાવ છે એ સિદ્ધાંત છે. તે મુજબ જંબુદ્વીપ સિવાયના ઇતર ખંડો નહિ સમજી શકવાનું કારણ આજકાલ અમારી અજ્ઞાનતા હોવાનું જ જણાઈ આવશે. પણ જે અમે શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે સૂક્ષ્મ દૃષ્ટ પ્રાપ્ત કરીશું તો શાસ્ત્રમાં કહેવામાં આવેલા ઇતર દ્વીપો અને તેમાં ચાલનારો તમામ વ્યવહાર જેવો છે તે પ્રત્યક્ષ સારી રીતે અનુભવી શકીશું, એમાં જરા પણ શંકા નથી, પરંતુ આજકાલ તે માગે નહિ જતાં શિયાળની “ દ્રાક્ષ ખાટી છે' એ પ્રસિદ્ધ કહેવત પ્રમાણે અમારી અર્ધદગ્ધ જેવી સ્થિતિ થવા પામેલી છે.
શાસ્ત્રોમાંનાં વર્ણને ન સમજવાનું કારણ વાસ્તવિક મૂઢ છતાં પોતાને વિદ્વાન સમજનારા આચારવિચારવિહીન, પારકાંનું આંધળું અનુકરણ કર્યા કરવું એ જ ધ્યેય માની બેઠેલા, મંદબુદ્ધિના આધુનિક યુગના જડવાદીઓ, મહર્ષિઓના અંતર્નાનાદિ વડે નિશ્ચિત થયેલા શાસ્ત્ર સિદ્ધાંતો સમજવાને શક્તિમાન હેતા નથી. તેઓ સૂક્ષ્મદર્શી અને દૂરંદેશી નહિ હોવાને લીધે અંતર્દષ્ટિથી લખાયેલાં સહમતો કેવી રીતે સમજી શકે? પણ મિથ્યા અભિમાનને લીધે તેમ કબૂલ કરવા તૈયાર હોતા નથી, આથી જ તેવાઓની રિથતિ અર્ધદગ્ધ જેવી થવા પામે છે. તેવા શાસ્ત્રમાં આવેલા આ દૂધ, દહીં, ઘી, મધ, શેરડીના રસના વગેરેના સમુદ્રોના આવતા વર્ણન વાંચીને ભ્રમમાં પડી જાય છે. તેમની આ શાસ્ત્રની અજ્ઞાનતા નષ્ટ થવાને માટે કિચિત અંશે પણ ઉપયોગી થાય એટલા માટે તેનો સંક્ષેપમાં થોડો વિચાર કરવો પડશે કેમ કે આ વિષયે ઘણો જ લાંબો થાય તેમ હોવાથી વિસ્તારભયે તેનો અત્રે ટૂંક સાર આપવામાં આવેલો છે એમ જાણવું.
દૂધ દહીંના સમુદ્રોનું રહસ્ય વિચાર કરતાં જણાશે કે વ્યવહારમાં જેમ ગાય, ભેંશ વગેરે પ્રાણીઓ દૂધ આપે છે તે કાંઈ તેમના પેટમાં ભરેલું હોતું નથી, પરંતુ તેઓ જે ઘાસચારો વગેરે ખાદ્ય પદાર્થો ખાય છે તેમાંથી કેટલાક ભાગનું રક્ત, કેટલાકનું માંસ, કેટલાકની મજા વગેરે બને છે તેમ કેટલાક અંશનું દૂધ બને છે. તે ઉપરથી એમ
સ્પષ્ટ જાણી શકાય તેમ છે કે તેઓ જે પદાર્થો ખાય છે તે પદાર્થોમાં સૂક્ષ્મરૂપે આ અંશે હોવા જ જે ઈએ કિંવા દૂધમાં જેમ સૂક્ષ્મરૂપે માખણ હોય છે તેમ આ પૃથ્વી તત્ત્વમાં ઉત્પન્ન થતા દરેક ખાદ્યાદિ પદાર્થોમાં દૂધ, દહીં વગેરે પદાર્થોના અંશો સૂક્ષ્મરૂપે હોય છે. તે સૂક્ષ્મ અંશનો સાંઠે બ્રહ્માંડ મધ્યેના જે ભાગમાં હોય છે તે ભાગો એ જ ઉપર કહેવામાં આવેલા દૂધ, દહીં, ઘી વગેરે સમુદ્રો જાણવા.