________________
ગીતાહન ] આ (આત્મજ્ઞાન) વરરહિત એવા પ્રાકૃત બુદ્ધિને નરવડે તેને કહ્યા છતાં– [ ૪૭૧ ગયા બાદ વાસનાવશાત કર્મ દ્વારા બ્રહ્મલેક સુધીનાં તે તે લેકને પ્રાપ્ત થાય છે. સિવાય, મનુષ્યયોનિમાં બ્રહ્માંડ મધ્યે આવેલા તમામ તત્ત્વોનાં સંપૂર્ણ મિશ્રણ હોય છે, તેથી તે ધારે તે અભ્યાસ વડે બ્રહ્માંડની અંદર અને બહાર આવેલા ગમે તે પ્રદેશ કિવા તન ઠરેલા અભ્યાસ વડે જ્ઞાન પ્રાપ્ત કરી અનુભવ લઈ શકે છે. આ અનુભવ પ્રાપ્ત કરવાને ઈરછનારાઓ તે તે પ્રકારના સિદ્ધિઓની પ્રા (સિદ્ધિ સંબંધમાં અધ્યાય ૬ જુઓ).
આ બધા છો ઘણી વખતે પશુપક્ષી બનીને મનુષ્ય બનેલા છે પૃથ્વી તથા ભૂગોળ સંબંધી શાસ્ત્રમાં કોને માટે કહેવામાં આવેલું છે તે પ્રદેશની ક૯૫ના પૂરતું જ ઉપર વર્ણન આપવામાં આવેલું છે. કાળ અને યોજન વગેરે સૂક્ષ્મ ભેદભેદ જોવાની ઇરછા હશે તેમણે તે શાસ્ત્રોમાં જોઈ લેવા. અને તે આપણને આ બધું જાણવાનું કારણ એટલા પૂરતું જ છે કે, શાસ્ત્રમાં જીવાત્મા અનેક
નિઓમાં વાસનાવશાત જન્મ લે છે એમ જે કહેવામાં આવ્યું છે તેનો અર્થ એમ સમજો કે જીવ નામનું એક અતિ સૂક્ષ્મ તત્ત્વ છે. તેનો વ્યવહાર બે પ્રકાર છે. (૧) એક શરીર છોડી વાસનાવશાત બીજાં શરીરો ધારણ કરતા રહેવું. પછી તે પશુ, પક્ષી, પાષાણુ ઇત્યાદિ ગમે તે હો તથા (૨) શરીર ધારણ કર્યા પછી તેનો જન્મથી મરણ પર્યંતને ચાલતે વ્યવહાર. આ રીતે બે પ્રકારનો વ્યવહાર મળીને જ જીવાત્માનો સંસાર કહેવાય છે. આ બધા વ્યવહાર પ્રપંચ જે જીવાત્માની અનેકવિધ વાસનાઓ વશાત ચાલી રહ્યો છે તે જીવતત્વ ઘણું જ સૂક્ષમ છે. આ રીતે તે જીવ અનેક શરીરો લે છે. એક નષ્ટ થાય ત્યારે બીજું અને બીજું નષ્ટ થયે ત્રીજું; એ મુજબ તેનો ક્રમ તેને આત્મસ્વરૂપનું પૂર્ણ જ્ઞાન થઈ તેમાં એકરૂપ થતાં સધીને માટે ચાલુ જ હોય છે. આટલું જાણ્યા પછી દુરાગ્રહ છાડીને શુદ્ધ દષ્ટિએ વિચાર કરવાથી બુદ્ધિમાનના લક્ષ્યમાં આવ્યું હશે કે આ જે પૃથ્વી ઉપર મનુષ્યો કિવા વૃક્ષ પાષાણાદિ જે જે અસંખ્ય જીવો જોવામાં આવે છે તે બધા આજ સુધી ઘણી વખતે કોઈ જન્મમાં પશુ, તે કેાઈ જન્મે પક્ષી, તો કોઈ જન્મ વૃક્ષો વા પથરો, તો કોઈ જમે મનુષ્ય તો વળી પાછા તેમાંથી પહાડ, ઝાડ, પશુ, પક્ષી, કીટ, પતંગાદ એ રીતે ઘણી વખતે અસંખ્ય ફેરાઓ ખાઈને આવેલા છે. તેનો પાર નથી; અને વળી પાછા તે તે યોનિમાં કેટલી વખતે જન્મ લેશે તેનો પણ પાર નથી. શાસ્ત્રનો નિયમ તો એવો છે કે, ચોરાશી લાખ યોનિઓ ક્રમથી ભોગવ્યા પછી જીવ જ્યારે છેલ્લે મનુષ્ય યોનિમાં જન્મે છે ત્યારે તે પુરુષાર્થ વડે આત્મજ્ઞાન મેળવીને કૃતાર્થ બની શકે છે અને આ જ તેનું સાચું કર્તવ્ય છે. પરંતુ તેને અનેક યોનિઓના પૂર્વ અભ્યાસથી વિષપભોગની વાસના જ દઢ હોવાથી તે પોતાનું આ ખરું કર્તવ્ય કિવા પુરુષાર્થ ભૂલી જવા પામેલા હોવાથી વાસનાવશાત ફરી ફરી ઉપર નીચેની યોનિઓમાં ભટક્યા કરે છે. પ્રસ્તુત આ બધું જગત આ રીતે મનુષ્ય યોનિમાં આવીને ફરી પાછું સ્થાવર જંગમાદિ નિ કિવા આકતિઓ રૂપે થયેલું પ્રતીતિમાં આવે છે, એ ભૂલવું નહિ.
મહાક૯૫, ક૯૫ અને આ ચાલુ પૃથ્વીની ઉત્પત્તિ થવાને કાળ ઉપર મુજબની અનેકવિધ વાસનાવશાત જીવાત્માની થતી સ્થિતિ જાયા પછી સારી રીતે જાણી શકાય તેમ છે કે, જ્યાં કાળની મર્યાદા પણ કરવી શક્ય નથી તેટલા સમયથી જીવને આ ક્રમ ચાલુ છે, છતાં
જ્યારે તે બ્રહ્માંડનો કપ પૂરો થાય ત્યારે તે તે બ્રહ્માંડમાંના તમામને અવ્યક્ત(ક્ષાંક ૪)માં એક રૂપે વા એક સાથે વિલય થઈ જાય છે તથા પાછો કપના આરંભમાં તેમના વ્યવહાર પૂર્વની જેમ શર થાય છે. તે ન્યાયાનુસાર ચાલુ મહાકપનો આરંભ થયાને સૌરમાન પ્રમાણે ૧૫,૫૫,૨૧,૯૭,૨૯,૪૯,૦૪૪૧ વર્ષ થયાં છે, તથા ચાલુ બ્રહ્મદેવના
• શ્રી ભા ૦ ૫, અ૦ ૧૬ થી ૨૬ તથા ઇતર પુરાણમાં પણ આ વણને આવેલાં છે તે જુઓ.
૧ આ વર્ષ ગણત્રી શાલિવાહન શક ૧૮૬૬ ના પૂર્ણ માસે પૂર્ણ થતા માસ પ્રમાણે ચૈત્ર કૃષ્ણ ૦)) કિવા ચાંદ્રમાન પ્રમાણે ફાળુન કૃષ્ણ ૦)) સુની છે, ગુજરાત તથા દક્ષિણ પ્રદેશમાં ચાંદ્રમાસ ચાલે છે તથા મારવાડથી ઉપર ઉત્તર પ્રદેશમાં પૂર્ણિમાંત માસ ચાલે છે.