________________
ગીતાહન] મતે વિધવિધ પ્રકારની કુટિલ ગતિ ઇરછતા અનેક અનને પામે છે. [ ૩૫૧
*કાર એ પરબ્રહ્મનું નામ તથા સ્વરૂ૫ છે તથા તેનું ઉચ્ચારણ કરે તેને પરબ્રહ્મની પ્રાપ્તિ અવશ્ય થાય છે, એવો નિશ્ચય કરીને જેમ ઘંટનું મુખ લેલકરૂપી જીભ વડે મે નાદ કરે તેમ વનિ ઊંચે પહેચે એવી રીતે ઊંચા એટલે ઉદાત્ત સ્વરથી' એ મુનિ કારનું ઉચ્ચારણ કરવા લાગ્યા. ઉદ્દાલકનું કારના આકારની વૃત્તિમાં જ પ્રતિબિંબિત થયેલું પ્રત્યક ચિતન્ય તથા કુટસ્થ છવચેતન્ય એમ બંનેને કારની છેલ્લી અર્ધ માત્રાની ઉપર આવેલા નિર્મળ બ્રહ્મમાં જ્યાં સુધી તલ્લીન થવાય ત્યાં સુધી તેણે એ કારનું ઉચ્ચ સ્વરે ઉચ્ચારણ કર્યા કર્યું.
ની પ્રથમ માત્રારૂપ ધારણ ®કાર કે જે અકાર, કાર, આકાર અને છેલી અર્ધમત્રા એ રીતે સાડાત્રણ અવયવવાળે છે, તેને પહેલે ભાગ “અકાર” બહુ જ ઉચ્ચ સ્વરથી બેલા હેવાને લીધે નાક વડે પ્રાણની બહાર નીકળવાની તૈયારી થવાથી ગુદા સમીપના મૂલાધાર ચક્રથી માંડીને હોઠ સુધી આખા શરીરમાં રણકારો વ્યાપ્ત થઈ રહેતાં જેમ અગત્ય મુનિએ સઘળું જળ પી જઈને સમુદ્રને ખાલી કરી મૂક્યો હતો, તેમ એ ના ઉચ્ચારણ વડે પ્રાણુના બહાર નીકળવાના “રેચક” નામના ક્રમે ઉદાલક મુનિના સઘળા શરીરને ખાલી કરી મૂક્યું. જેમ પક્ષી પિતાનું શરીર છૂટ્યા બાદ પ્રાણરૂપે આકાશમાં જઈને રહે તેમ ઉદ્દાલકનો પ્રાણ વાયુ તેના શરીરનો ત્યાગ કરીને ચૈતન્યરૂપી રસ વડે ભરપૂર થયેલા બહારના આકાશમાં જઈને રહ્યો. આ સમયે જેમ ઉત્પાતના પવને ઉછાળેલ દાવાનળ સૂકાયેલા ઝાડને બાળી નાંખે છે, તેમ પ્રાણના બહાર નીકળવાના સંઘર્ષણથી હૃદયમાં ઉત્પન થયેલા પ્રજજવલિત જવાળાઓવાળા અગ્નિએ ઉદ્દાલકના સઘળા શરીરને બાળી નાંખ્યું.
ક્ષારના પ્રથમ ભાગનું ઉચ્ચારણ *કારના પહેલા ભાગનું ઉચ્ચારણ થતાં શરીરના શણરૂપ એટલે ખાલી થવારૂપ, પ્રાણની આકાશમાં સ્થિતિરૂપ, હદયમાંથી અગ્નિની ઉત્પત્તિરૂપ અને તે અનિથી શરીરના બળી જવારૂપ વગેરે આ સઘળી દશાઓ ઉદ્દાલકે નિયમ મુજબ સમાધિની ધારણા પ્રમાણે કેવળ ભાવના વડે જ માની લીધેલી હતી, હદયેગથી કરેલી નહોતી; કેમ કે હઇયે.ગથી પ્રાણુને બહાર કાઢવામાં આવે તો મૂરછી તથા મરણાદિ પ્રસંગે ના દુઃખો થવાનો સંભવ હોય છે. હઠયોગમાં ફક્ત પરકાયાપ્રશસિદ્ધિની ધારણા કરવામાં આવે ત્યારે જ પ્રાણવાયુનું બહાર ગમન કરી શકાય છે, છતાં તે વખતે પોતાનું શરીર મૂર્ણિ થઈ જાય છે. ગધારણના અભ્યાસમાં સત્ય એવા એક બ્રહ્મ કિવા આત્માની જ ભાવના સર્વત્ર થવાથી તેમાં આવો પ્રસંગ આવતો નથી; આથી ઉદ્દાલકે આ સમાધિ વગેરેના નિયમ પ્રમાણેની ભાવના ધારણાભ્યાસ વડે જ કરેલી હતી, નહિ કે હોગ વડે.
કારની બીજી માત્રારૂપ ધારણા ત્યાર પછી કારને બીજો ભાગ “ઉકાર” સ્વરિત સ્વર વડે બેલતાં, પ્રાણવાયુન નિશ્ચય તથા ભરપૂર રહેવારૂપ “ભક” નામનો બીજો ક્રમ થયો કે જે ક્રમમાં પ્રાણવાયુ કુંભમાં મોઢા સુધી ભરેલા જળની પેઠે બહાર, વચમાં, ઊંચે, નીચે કે બીજા કોઈ પણ ભાગોમાં ક્ષોભ પામતા નથી. એ મુજબ “ઉકાર"ની ધારણા વડે જેણે શરીરને બાળી નાંખ્યું, તે અગ્નિ વીજળીના અગ્નિની પેઠે ક્ષણમાત્રમાં શાંત થઈ ગયો અને સઘળા શરીરની હિમના જેવી જોળી સ્વચ્છ ભસ્મ દેખાવા લાગી. આ સ્થિતિમાં શરીરના અસ્થિઓ જાણે કપૂરના ચૂથી બનાવેલી શયામાં સુખથી સૂતા હોય એવા ઘળાં અને ગતિવિનાનાં જોવામાં આવ્યાં. ઊંચે ચાલેલા પ્રચંડ વાળીયા વાયુએ ઊચી આણેલી હાડકાંવાળી તે ભસ્મને હાડકાંનું અને ભરમનું ધારણ કરવાના નિયમવાળા અને તપ વડે અત્યંત કૃશ થયેલા અને કઈ ભક્ત પોતાના અવશેષ આકારમાં જોડી દીધી. આમ પ્રચંડ પવને ઉડાડેલી એ હાડકાંની ભસ્મ આકાશને ઘેરી લઈને ક્ષણમાત્રમાં જેમ શરદઋતુ મેઘનું ઝાકળ કયાંય જતું રહે છે તેમ એકદમ કયાંય અલેપ થઈ જતી રહી. ' ગવાસિષ્ઠ ઉ૫૦ સ. ૫૪. વિશેષ જાણવાની ઇચ્છા હોય તેમણે પાછલા સર્ગ ૫૧ થી ૫૩ સેવા.