________________
ગીતાદેહન ] પિતાને ધીર અને પતિ માનનારા એ (અવિવેકીઓ) [ ૪૪૯
શબ્દબ્રહ્મ એ વેદનું સ્વરૂપ છે. આત્મવિદ્યા શુદ્ધ અંત:કરણવાળાઓ જ સમજી શકે છે, પણ તેવા અધિકાર વગર સમજવી શકય નથી. કેમ કે આધકાર વગરના લેકે જે એ વાતમાં લાગે છે તે શુષ્ક વેદાંડી બની. કર્મોને વૃથા ત્યાગ કરીને ઉભયવિધ ભ્રષ્ટ થાય છે. એવા કારણુથી વેદમાં પરોક્ષવાદ કહેલો છે ( પરોક્ષવાદ માટે પાછલા અ૦ ૨, કલેક ૩૯ તથા અ. ૪, શ્લોક ૧૭ જુઓ). કર્મ કરો એમ કહેવામાં કર્મ છોડાવવું એ ઉદ્દેશ જેમાં હોય તે પરોક્ષવાદ છે. જેમ બાળકને રમતમાંથી નિવૃત્ત કરવું હેય તો તેને એવો નિયમ બાંધી આપવામાં આવે છે કે, તારે અમુક અમુક વખતે રમવું અને અમુક અમુક વખતે અભ્યાસ કરવો. આ ઉપરથી તેને રમતમાં લગાડવાનો ઉદ્દેશ તેમાં કાંઈ હોતું નથી પરંતુ રમતમાંથી અભ્યાસમાં લગાડવાને હેતુ સમાયેલો હોય છે, તેમ વેદમાં કર્મ કરવાનું જે કહેવામાં આવ્યું છે તે સંબંધે પણ જાણવું. આનું નામ જ પક્ષવાદ છે. જે કે મીમાંસકાના આચાર્ય જમિનિ આદિ ઋષિઓ વેદને યથાર્થ સમજવાનું અભિમાન રાખે છે, પરંતુ વેદ
અને તેના અર્થને આભરવરૂપ એવા “હ” વિના બીજો કોઈ યથાર્થ રીતે જાણતો જ નથી. એવો નિશ્ચય - છે. શબ્દબ્રહ્મ એ પણ વેદનું જ રવરૂપ છે, તથા તેનો અર્થ જાણ અતિ મુશ્કેલ છે. પરા, પર્યંતી, મયમાં નામની વાણીના શબ્દનું સુક્ષ્મ સ્વરૂપ દેશ અને કાળથી અપરિછિન્ન હોવાને લીધે તે સમજવું ઘણું જ કાણું છે તે પછી તેને અર્થ સમજવો એ અતિ મુશ્કેલ હોય તેમાં નવાઈ શી? કારણ કે તેને તે અર્થ ઘણો જ ગંભીર હોઈ જે સમુદ્રનો અંત લાગતો નથી તેમ તેમાં પ્રવેશ થવો પણ તદ્દન અશક્ય છે. તે આત્મવરૂપ એવો હું કે જે અંતર્યામી હોવા છતાં પણ વ્યાપક, વ્યાપક હોવા છતાં પણ નિર્વિકાર અને નિર્વિકાર હોવા છતાં પણ અનંતશક્તિમાન હોવાને લીધે સર્વને નિયંતા છું, તેની સાથે સત્તાથી રડેલું એ શબ્દનું સૂમ વરૂપ, સૂમ દષ્ટિવડે અંતર્મુખ થઈને અંદર જેવાથી કમળના નાળના તંતુની પેઠે તે તમામ. પ્રાણીઓમાં નાદરૂપે જોવામાં આવે છે. એ સૂમ સ્વરૂપમાંથી વૈખરી નામનું સ્થૂળ સ્વરૂપ જેમ કરોળિયો પિતાના હૃદયમાંથી મુખદ્વારા લાળના તંતુને બહાર પ્રકટ કરે છે, તેમ પ્રાણરૂપ ઉપાધિવાળા હિરણ્યગર્ભ ભગવાન કે જે વેદમૂર્તિ અને સ્વરૂપે અમૃતમય છે, તે સૂમ નાદ રૂપ ઉપાદાન કારણને લીધે અક્ષરના સંકલ્પો કરનાર મનરૂપ નિમિત્તકારણથી પોતાના હદયમાંથી મુખદ્વારા વૈખરી વાણીને બહાર પ્રકટ કરે છે. /
૭૦ એજ અક્ષર છે હદયમાં રહેલા સૂક્ષ્મ “માંથી છાતી અને કંઠ આદિના સંગથી સ્પષ્ટ જણાયેલા સ્પર્શ, સ્વર, ઉષ્મા અને અંતઃસ્થથી શણગારેલી, ચિત્રવિચિત્ર પ્રકારની લૌકિક અને વૈદિક ભાષાઓથી વિસતાર પામેલી. ઉત્તરોત્તર ' ચારચાર અક્ષરોથી વધતાં જતાં, છેદોથી ભરપૂર, અંત અને પાર વગરની વૈખરી વાણીને વિરાટ શરીરના ધારણકર્તા આત્મવરૂપ એવા બ્રહ્મદેવે (વૃક્ષાંક ૧૨ એ) સૂજેલી છે તથા કરોળિયે જેમ પોતાની લાળને પાછો ગળી જઈ પિતામાં જ લીન કરે છે તેમ આ વિસ્તારેલી વાણી પણ તે પોતે જ પડતામાં સમેટી લે છે. જેમ અંકુરમાં જે રસ હોય તે જ અંકુરના વિસ્તારરૂપ વૃક્ષની અનેક શાખાઓમાં પણ હોય છે, તેમ હદયમાં રહેલા સુક્ષ્મ ‘આકારને એટલે પરમાત્માનો જે અર્થ છે, તે જ સઘળા વેદોનો કિવા જ્ઞાનનો અર્થ છે (ભા સકં૦ ૧૧ અ૦ ૨૧ ૧૦ ૩૦થી ૪૧).
એ બ્રહ્મને વાચક છે શ્રી ભગવાન કહે છેઃ હે અર્જુન! આગળ તે સ્પષ્ટ કહીશ જ પરંતુ અત્રે એટલું જ સૂચવું છું કે વેદવિદો જેને અક્ષર કહે છે, જેઓ તદ્દન આસક્તિ રહિત થયેલા હોય તેમને જ જ્યાં સ્પર્શ થઈ શકે છે તથા બ્રહ્મચર્યનું આચરણ કરનારાઓ અહર્નિશ જે (બ્રહ્મનું) જ ચિંતન કર્યા કરે છે એવું જે પદ તે જ બ્રહ્મ કિંa આત્મા હોઈ તેને વાચક અક્ષર એ જ % છે, એ જ એક અક્ષર અર્થાત જેનો કદી પણ નાશ થતો નથી એવું ૫૬ છે.