________________
અવિદ્યામાં રહેતા છતાં
[ ૪૪૭
ગીતાદહન ]
સ્વરેની માત્રાનું જ્ઞાન ચાપ પક્ષો એક માત્રાને સુર કાઢે છે, કાગડો બે માત્રાના, મેર ત્રણ માત્રાને, અને નોળિયો અ માત્રાને સૂર એટલે અવાજ કાઢે છે.
અશુદ્ધોચ્ચારથી થતી હાનિ ઉપર કહેવામાં આવ્યું તે સિવાયના અન્ય કતીર્થ અર્થાત ઉપર બતાવેલા કંટાદિ સ્થાનના નિયમ સિવાયના અપવિત્ર સ્થાનમાંથી ઉચ્ચારવામાં આવતો અવ્યકત અને અસ્પષ્ટ વર્ણવાળા તથા અરધે અક્ષર બહાર અને અરધો અંદર એ રીતે ખવાઈ ગયેલા વર્ણવાળે ઉચ્ચાર કિવા પઠન પાઠન જેમ દુષ્ટ એવા સર્પને પાપમાંથી મોક્ષ થતું નથી તેમ દુઃખમાંથી છૂટકારો કરી સુખ વા શાંતિ કદાપિ પ્રાપ્ત કરાવી આપતું નથી. પરંતુ ઉપર બતાવ્યા પ્રમાણે સુતીર્થ એટલે યોગ્ય અને પવિત્ર રથાનેમાંથી પદ્ધતિસર પષ્ટ, વ્યકત, શુદ્ધ સ્વર સહિત કંઠ મુખાદિ સ્થાનોઠારા કરવામાં આવતું વ્યવસ્થિત ઉચ્ચાર કિંવા પઠન-પાઠન જ શોભાયા છે. ટૂંકમાં અશુદ્ધ પઠનપાન દુઃખરૂપ હોઈ શુદ્ધ પઠન પાઠન સુખ અને શાંતિ આપનારું છે. વર કે વર્ણાદિ ઉણપવાળા અથવા મિથ્યા પ્રયોગવાળા મંત્ર ઉચાર વગેરેથી હેતુ સિદ્ધ તો થતો નથી. પરંતુ ઊલટું તેવી વાણુરૂપ વજ થકી તે યજમાન એટલે બેલનારને નાશ કરે છે, જેવી રીતે જ રz' શબ્દના સ્વર ઉચ્ચારમાં ભૂલ થઈ જતાં વૃત્રાસુરનો પિતાનો જ નાશ થવા પામ્યું તેમ સ્વર વર્ણાદિથી રહિત બેટ ઉચ્ચાર પોતાના જ આયુષ્યનો નાશ કરનાર નીવડે છે, એટલું જ નહિ પરંતુ ઊલટા સ્વર વ્યાધિ ઉપજાવનારો છે. વર્ણ, રવર અને માત્રાદિ રહિત ઉચ્ચાર શસ્ત્રરૂપ હોવાને લીધે માથામાં વજ સમાન ઘાત કરે છે એટલે તે સર્વસ્વ નાશ કરનાર છે. - હાથની ક્રિયા વિના તથા વર, વર્ણ અને અર્થથી વર્જિત (રહિત) જે વેદ પાઠ કરવામાં આવે છે તે
ફ, યજુ અને સામ વડે દગ્ધ થઈ નીચ યોનિને પ્રાપ્ત થાય છે અને હાથની ક્રિયા સાથે તથા સ્વર, વણ તેમ જ અર્થ સહિત થતું વેદપઠન કિંવા વ્યવહારમાં કરવામાં આવતું ઉચ્ચારણ કફ, યજુ અને સામવડે પવિત્ર બનીને બ્રહ્મલોકમાં પૂજાય છે. સમસ્ત શબ્દોના સાંઠા ૩૫ અ પૌરુષેય એવા મહાન સમુદ્રમાંથી નવનીતરૂ૫ આ વાડમયસ્વરૂ૫ વાગ્રેવીને પ્રથમ ભગવાન શ્રીશંકરે ઉમાને આપી; તેમણે તે બુદ્ધિમાન દાક્ષીપુત્ર પાણિનિને આપી: એ પ્રમાણેની પરંપરા છે, તે નિશ્ચિત જાણવું. આમ સાક્ષાત્ મહેશ્વર શ્રી શંકરપરંપરાથી અકારાદિ યુક્ત સમાજ્ઞા એટલે સંપૂર્ણ વર્ણશાસ્ત્ર શીખીને વ્યાકરણની રચના જેસે કરી છે તે પાણિનિને નમસ્કાર હ નિર્મળ એવી શબ્દજાળ વડે સમસ્ત લોકેની વાણીને જેણે શુદ્ધ કરી છે, એટલે કેવી રીતે બોલવું તે -
. આ શાસ્ત્ર શ્રી શંકર પ્રથમ માને કહેલું હોઈ તે દ્વારા પાણિનિને પ્રાપ્ત થયું. એ પરંપરા બતાવવાને શાસ્ત્રઉદેશ એ છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, સૂર્ય, દેવી, ગણેશ વગેરે સ્વયંભૂ હોઈ મહાદેવ તો કેવળ જ્ઞાનસ્વરૂપ એવી સ્વયંભૂ મર્તિ છે, તેથી તેઓ ઈશ્વર (વૃક્ષાંક ૨) સ્વરૂપે પોતાની પ્રકૃતિ શકિત સતી કિંવા ઉમા (વૃક્ષાંક ૩)ને બાધ આપે છે. અને તે અપીય માધ જે પરંપરાએ વ્યવહારમાં પ્રગટ થવા પામ્યા હોય તે પરંપરા બતાવવામાં આવે છે. કેમ કે પ્રત્યેક દશ્ય વસ્તુ પ્રથમ અવ્યક્ત સ્વરૂપમાં હોય છે, તેને તપશ્ચયોદિ સાધનદ્વારા પ્રથમ વ્યક્ત કરવાની જેણે શરૂઆત કરી હોય તેની પરંપરા બતાવવાની શાસ્ત્રમાં પદ્ધતિ છે. આ મુજબ દરેક જ્ઞાન, સૃષ્ટિ ઉત્પત્તિની પૂર્વે અવ્યક્ત' (અપ્રકટ) સ્વરૂપે હોય છે, તે જ્ઞાન સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી તપશ્ચર્યાદિ દ્વારા જ્ઞાનસ્વરૂપ સ્વયંભૂ દેવોને પ્રકટ કરીને તેની પાસેથી જાણી લઈ તે જગતમાં વ્યકત (પ્રકટ) કરવામાં આવે છે. આથી જે જ્ઞાન અપૌરુષેય હોય તેના પ્રકટ કર્તાઓ તો ફક્ત મંત્ર દ્રષ્ટા જ કહેવાય અને તેથી જ વેદાદિ ત્રષિત નહિ પણ ગષિ પ્રભુત કહેવાય છે. આ નિયમાનુસાર આ ઉચ્ચાર શાસ્ત્ર કે જે પૂર્વે અપ્રકટ હતું તે સૌથી પ્રથમ શ્રીશંકરે પ્રસન્ન થઈ પોતાની શકિત હમાને કહેલું હતું અને તેજ જ્ઞાન આ બહાંડમાં તપશ્ચર્યા વડે સૌથી પ્રથમ મહર્ષિ વરચિને પ્રાપ્ત થઈ તેનું ભાષ્ય તપશ્ચર્યાદિ સામર્થ્યથી પતંજલિએ કર્યું અને તેને તપશ્ચર્યાથી જાણી લઈ સૂત્ર રૂપે પાણિનિએ તૈયાર કરી લેકેમાં પ્રકટ કર્યું અને પછી શિષ્ય પરંપરાથી તે વાણી રૂપે જગતમાં સર્વત્ર વિસ્તારને પામેલું છે. આ રીતે જગતમાં ઉચ્ચાર શાસ્ત્ર શી રીતે પ્રસુતિને પામ્યું તેને ક્રમ કહેવામાં આવેલ છે,