________________
ગીતાદેહન ]
આગળ કાંઈ પણ છે, તેનું ભાન વિનાના અજ્ઞાની –
[ ૪૫૫
मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् । नाप्नुवन्ति महात्मान ससिद्धि परमां गताः ॥१५॥
પરમ સિદ્ધિને પામેલે મહાત્મા ભગવાન કહે છેઃ અર્જુન ! આ પ્રમાણે મને આત્મસ્વરૂપ સમજીને નિત્ય મા સ્મરણું કરવા થકી તેઓને કોઈ બીજી જ ગતિ મળશે એમ સમજીશ નહિ પરંતુ તેઓ આત્મસ્વરૂપ એવા મને પામીને અશાશ્વત એવા આ દુઃખના ઘરને પુનઃ કદિ પણ પામતા નથી. તેઓ તે પરમ કલ્યરૂ૫ સંસિદ્ધિને પામેલા હોય છે. તાત્પર્ય કે, મને પામીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા મહાત્માઓને પુનઃ કદિ અશાશ્વત એવા દુઃખ૩૫ સંસારમાં એટલે જન્મમરણાદિના ચક્કરમાં આવવું પડતું નથી, પરંતુ તેઓ પણ મોક્ષને જ પામે છે.
એકલી બુદ્ધિ જ અવિચળ પદમાં પહોંચાડે છે. ભગવાન કહે છે કે હે અર્જુન! એ મુજબ વિચાર, વૈરાગ્ય તથા સમાધતા અભ્યાસક્રમથી વિહાર કરતાં, પિતાથી પિતાને આત્માનો અનુભવ કરીને તે અત્યંત શુદ્ધ એવા આભપદમાં સ્થિર થા. અધ્યાત્મશાસ્ત્રના શ્રવણથી, શાસ્ત્રમાંના અર્થની દષ્ટિએ પરીક્ષા કરવાથી, તરવ7 એવા પર દાનુભવથી સબુરી ઉપદેશથી અને પોતે કોણ છે? તેની ચિત્ત વડે શોધ કરી સર્વે દયોને અભ્યાસ વડે ક્ષય કરીને. જયાં સુધી તે (દસ્ય વડે) થયેલ સર્વ દૈતાદ દોનો બાધ થઈ પરમપદમાં વિશ્રાંતિ મળે નહિ ત્યાં સુધી વિચાર કર્યા. કરો. ઉપર કહેલા વૈરાગ્યથી, અભ્યાસથી, શાસ્ત્રના શ્રવણથી, શાસ્ત્રના અર્થની પરીક્ષાયી, બુદ્ધિથી, આત્મપરાયણ એવા સદગની કપાથી તથા મનના નિગ્રડ ઇત્યાદિ સાધન વડે એ પરમ પવિત્ર પદની પ્રાપ્તિ થાય છે. કલંકથી રહિત, જ્ઞાનયુક્ત અને સૂમથી પશુ સૂક્ષ્મ એવા તત્વષ્ટિની પરીક્ષાના અર્થમાં પ્રવેશ કરાવવાની શક્તિવાળી બુદ્ધિ જેમાં છે તેઓને માટે તો બીજા કોઈ પશુ સાધનોની સવડ ન હોય તો પણ ફક્ત તે જ એક મનુષ્યને અવિચળ પદમાં પહોંચાડે છે.
आय सभुवनाल्लोकाः पुनरावतिनोऽर्जुन । मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ॥१६॥
બ્રહ્મલોક સુધીના સર્વે પુનરાવર્તનને પામે છે શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે કે, હે અર્જુન! વધુ શું કહું? બ્રહ્મલોક સુધીના જે લોકે છે તે સર્વે પુનરાવર્તનને પામનારા છે; એટલે જેઓ અત્યંત કષ્ટપ્રદ તપશ્ચર્યાદિ અથવા તે યજ્ઞયાગાદિ કરી બ્રહ્માંડની અંદર આવેલા સ્વર્ગાદિલેક કિધા છેવટે બાલકની પ્રાપ્તિ કરે છે, તેવા અત્યંત તપસ્વિને પણ કાંઈમેક્ષ મળી શકતો નથી. પણ તે કરેલી તપશ્ચર્યાનું ફળ ભોગવીને પાછો જન્મમરણાદિન: ચક્કરમાં જ પડે છે; પરંતુ આત્મસ્વરૂપ (વક્ષાંક ૧) એવા મને પામનારને માટે તે પુનર્જન્મ જ નથી. અર્થાત તે તે પરમપદને પ્રાપ્ત થાય છે. તાત્પર્ય, બ્રહ્માદિ લેાક સુધી પચેલા સકામીઓ પણ પુનરાવર્તનને પામે છે; પરંતુ મને એટલે તરૂપ એવા આત્મ (વૃક્ષાંક ૧) ને પ્રાપ્ત થયેલાને તે મોક્ષપદ જ મળે છે.
બ્રહ્મલામાં જનારાઓ પુનરાવર્તનને કેમ પામે છે? આ વિવેચનને ઉદ્દેશ એવો છે કે, આ બ્રહ્માંડની અંદર વાસનાવશાત અનેક નિને પ્રાપ્ત થયેલા અનેકવિધ પ્રકારના ચિત્રવિચિત્ર પ્રાણીઓ છે. કેઈ સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરે છે, તે કોઈ તે ઉપરના મન્વાદિ લેકની પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે, તે કઈ સત્યાદિ લેકની પ્રાપ્તિની ઈચ્છા રાખે છે. તથા કોઈ કોઈ તો બ્રહ્મલોકની પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે. આ રીતે તેઓ પોતપોતાની ઈચ્છાનુસાર તે તે
1