________________
ગીતાહનJ]
આ વિદ્યા છે અને અવિદ્યા છે એમ જાણનાર
[ ૪૪૧
પાણિનીય શિક્ષા » હવે પાણિનિના મતાનુસાર શિક્ષા એટલે ઉચ્ચાર શાસ્ત્ર તમોને કહીશ. કેમ કે તે મત જ વેદશાસ્ત્રની પરંપરા અનુસારનો હોઈ લેકમાં અને વેદમાં પણ ગ્રાહ્ય હોવાથી કહેવામાં આવે છે. એટલે તે મત અપૌરુષેય એવા વેદ સંપ્રદાય અનુસારને હાઈ લોકમાં પણ તે ગ્રાહ્ય હોઈ તે જગતમાં આ પ્રમાણે જ પ્રસૂતિને પામેલો છે. આ નિયમ પ્રમાણે જ વ્યવહારમાં પાણીના ઉચ્ચારની શરૂઆત થવા પામેલી છે. શબ્દોના અર્થે તે જો કે પ્રસિદ્ધ છે, છતાં મંદ બુદ્ધિવાળાઓ તે બરાબર સમજી શકતા નહિ હોવાથી વાણી ઉચ્ચાર શી રીતે કરવો તે રીત હું ફરીથી વ્યક્ત કરું છું.
ત્રેસઠ વા ચોસઠ વર્ષે ભગવાન શિવના મતાનુસાર વર્ણોની સંખ્યા ત્રેસઠ વા ચોસઠ છે અને સ્વંયભૂ અટલે અપસ્મય હોઈ અજન્મા એવા બ્રહ્માએ પોતે જ સંસ્કૃત અને પ્રાકૃતભાષા)માં કહેલા છે. અ, બ, ઉ, ઝ, લૂ એ પાંચ હવ; આ, ઈ ઊ ઋ એ, ઐ, ઓ, ઔ; એ આઠ દીર્ઘ તથા આરૂ, ઈ, જીરૂ, સૂર, એર, ઐર, એરૂ, ઔર, એમ આઠ તથા શૂર સાથે નવ લુત; આ રીતે લુત શૂર સહિત એકંદરે સ્વરે બાવીસ થાય છે. ક, ખ, ગ, ઘ, ડ; ચ, છ, જ, ઝ, ; ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ,ને; , ફ, બ, ભ, મ; એ પચીસ સ્પર્શી (સ્પર્શ રવરો) છે. ય વગેરે આઠ અર્થાત ય, ર, લ, વ એ ચાર અંતઃસ્થ અને શ, ષ, સ, હ એ ચાર ઉમાઓ મળી કુલ આઠ છે. કું, ખું, ગું, શું, એ ચાર યમો છે, તે ઉપરાંત અનુસ્વાર () વિસર્ગ (:) જિલ્લામલીય (૪) અને ઉપમાનીય (), એટલે ૪ ક. ૪ ખ અને ૪૫ x ફ પહેલાં બેલો અર્ધ વિસર્ગ (ક) જેવા ઉચ્ચાર તથા દુષ્કૃષ્ટ ૧; ૨; 3; મળીને ત્રેસઠ તથા સ્તુત છૂટ સાથે કુલ ચોસઠ થાય છે.
વર્ણની ઉત્પત્તિ શી રીતે થઈ ? બુદ્ધિ સાથે જોડાઈને અનિર્વચનીય એવો આત્મા વાણી દ્વારા શબ્દો બેલવાની ઈચ્છાવડે મનને પ્રેરે છે. મન પ્રથમ વિરાટ, પછી સમષ્ટિ અને પછી વ્યષ્ટિ એ રીતે કાયા(દેહ)માં રહેલા જઠરના વૈશ્વાનર વગેરે અગ્નિને ઉત્તેજિત કરે છે. એ અગ્નિ પ્રાણુદિ વાયુને પ્રેરે છે, આમ તે વાયુ જ મૂલાધારાદિ ચક્રોમાં પ્રવેશીને બાદ વક્ષસ્થળ કિંવા હદય સમીપના અનાહત ચક્રમાં આવીને મંદસ્વરને ઉત્પન્ન કરે છે. આ મંદસ્વર પ્રાતઃસવન એટલે પ્રાતઃકાળ (પ્રાતઃ સંધ્યા જુઓ) સાથે યુક્ત હોઈ તે ગાયત્રી છંદને આશ્રયે રહેલો હોય છે. પછી એ વાયુ કંઠમાંના વિશુદ્ધિચક્રમાં આવીને મધ્યસ્વરને ઉત્પન્ન કરે છે, આ મધ્યસ્વર માધ્યન્દિન સવન એટલે મધ્યાહ્નકાળ (મધ્યાહ્ન સંધ્યા જુઓ) સાથે યુક્ત હોઈ તે ત્રિષ્ટ્ર, છંદને આધારે રહેલો છે તથા અંતે આ વાયુ પ્રથમ વિરાટ, ત્યાંથી સમષ્ટિ અને પછી વ્યષ્ટિના મસ્તકમાં આવીને તાર સ્વરને ઉત્પન્ન કરે છે. આ તાર સ્વર ત્રીજા અથવા સાયંસવન અર્થાત સાયંકાળ (સાયં સંધ્યા જુઓ) સાથે યુક્ત હોઈ તે જગતી છંદને આધારે રહે છે. આ વાયુ ઊંચે ચડી માથામાં આજ્ઞાચક્રની સાથે અફળાઈ ઉપર બ્રહ્મરંધ્રમાં નહિ જતાં વળી પાછો ફરીથી મુખમાં આવીને વર્ષો(અક્ષર)ને ઉત્પન્ન કરે છે. આ રીતે આ ત્રેસઠ વા ચોસઠ વર્ગોની ઉત્પત્તિ થવા પામી છે.
વર્ણોના પાંચ વિભાગે વર્ણોના વિભાગો પાંચ પ્રકારના ગણાય છેઃ (૧) સ્વરતઃ એટલે ઉદાત્ત અનુદાત્તાદિ સ્વરવડે, (ર) કાળ એટલે હવ, દીર્ઘ, પશુત વગેરે માત્રાથી ગણાતા કાળવડે, (૩) સ્થાન એટલે કંઠ તાલ આદિ ઉત્પત્તિ સ્થાન વડે, (૪) પ્રયત્ન એટલે સૃષ્ટાદિ આત્યંતર પ્રયત્ન વડે અને (૫) અનુપ્રદાન એટલે વિવારસંવારાદિ અગીઆર બાહ્ય પ્રયત્ન વડે. આ રીતે વર્ણોના પાંચ વિભાગો વર્ણશાસ્ત્રના જ્ઞાતા(મહર્ષિ)એએ કહેલાં છે, તેને તું બરાબર સમજી લે.
આ ઉપરથી જ સંગીતશાસ્ત્રમાં પણું મંદ્ર, મધ્ય અને તાર એ ત્રણે પ્રકારે લીધેલા છે. તે દરેકમાં વળી પાછા ષડજ, ઋષભ, ગાન્ધાર, મધ્યમ, પંચમ, પૈવત અને નિષાદ એમ સાત સાત સ્વરભેદ છે જેને સપ્તક કહે છે; તેની મૂળ ઉત્પત્તિ પણ ઉચ્ચાર શાસ્ત્રમાંથી જ થવા પામેલી છે.