________________
૪૩૪ ]
તારાં વિરમચીવાણો– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી. અ૦ ૮/૧૦
અંતે આત્મસ્વરૂપ એવા મને જ પામીશ હે પાર્થ! હું તને વારંવાર કહી રહ્યું છે કે, તે સર્વ કાળમાં એટલે હંમેશાં તત કિવા આત્મસ્વરૂપ એવા મારું (ક્ષાંક ૧નું) સ્મરણ કર અને યુદ્ધ કર. આ રીતે મન, બુદ્ધિને તત રૂપ એવા મારામાં અર્પણ કરીશ એટલે તું નિઃસંદેહ આત્મરૂપ એવા મને જ પામીશ, અર્થાત આત્મરૂપ જ બની જઈશ. ઉદ્દેશ એ છે કે, તું જે આત્મસ્વરૂપ એવા મારું સ્મરણ કરતાં કરતાં એટલે કે મન, બુદ્ધિને આત્મસ્વરૂપ એવા મારામાં જ નિત્યપ્રતિ પરોવી રાખી તેમાંથી કિચિન્માત્ર પણ ઢળવા નહિ દેતાં યુદ્ધ કરીશ અને કદાચ તેમ કરતાં મૃત્યુ થાય, તે બંને બાજુએથી ભ્રષ્ટ તે થઈશ નહિ ને? એવી જે તને શંકા ( અધ્યાય ૬ શ્લોક ૩૭ ૩૮માં) થઈ હતી તે શંકા તદ્દન નિરર્થક જ છે, એમ જાણું. તેનું નિરસન તે જે કે મેં પ્રથમ કરેલું છે છતાં અત્રે ફરીથી કહું છું કે, બુદ્ધિાગાદિનો આશ્રય નહિ લેતાં કેવળ “હું શરીરધારી એ કૃષ્ણ નહિ પરંતુ આત્મા છું” એવા એક નિશ્ચય વડે તું યુદ્ધ કરીશ અને તેમાં જે તારું મૃત્યુ થાય તો પણ તું આત્મસ્વરૂપ એવા મને જ પામીશ અને મૃત્યુ નહિ થાય તો પણ અંતે મારા આત્મસ્વરૂપમાં જ સ્થિર થઈ જીવન્મુક્ત બનીશ, એમાં જરા પણ શંકા નથી. સિવાય પ્રસંગ પણ ઘણે કટોકટીને હોવાથી બીજા બધા અભ્યાસને માટે તને અવસર પણ નથી તેથી આ સહેલામાં સહેલી યુક્તિ મેં તને કહેલી છે. માટે તેના આશ્રય કરીને હવે વાર નહિ લગાડતાં તું યુદ્ધ કર; એમ સૂચવવાને આમાં ભગવાનનો ઉદ્દેશ છે.
अभ्यासयोगयुक्तेनचेतसा नान्युगामिना । જ નુ બ્ધિ વારિ શણાતુવિદાયન ગાતા
| દિવ્ય એવા પરમ પુરુષની પ્રાપ્તિ હે પાર્થ ! પરમ પુજ્ય એટલે પરમાત્મા (રક્ષાંક ) વિના ચિત્તને બીજે કંઈ પણ સ્થળે નહિ જવા દેવારૂપ અભ્યાસરૂપી વેગ વડે યુક્ત થયેલો અને નિરંતર આત્માનું ચિતન કરનારા પુરુષ અંતે દિવ્ય એવા પરમ પુરુષને જ પામે છે. એટલે કે ચિત્તમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું કદી ઉથાન જ થવા નહિ પામે અને જે કદાચ થાય તો તરત તે આત્મરવરૂપ જ છે, એવા પ્રકારે તેને તત્કાળ દાબી દેવામાં આવે એવા પ્રકારના અભ્યાસરૂપી યોગ વડે યુક્ત થયેલ અને “ના ગામિના” એટલે ચિત્તને બીજે કઈ સ્થળે જવા નહિ દેતાં હંમેશ એક આત્મામાં જ પરોવી રાખનાર તથા તે પ્રકારનું નિરંતર ચિતન કરતો પરમાત્મધ્યાનમાં નિમગ્ન થયેલ દિવ્ય એવા પરમ પુરુષને જ પામે છે. ઉદેશ એ કે, યુદ્ધમાં અન્ય યુક્તિ કરતાં આજ
ક્તિ શ્રેષ્ઠ છે; એ ભક્તિયોગનો અભ્યાસક્રમ ઉપર ભગવાને અર્જુનને બતાવ્યો હોઈ અને તેવા અભ્યાસનું પરિણામ શું આવે છે તે કહેવામાં આવ્યું છે. તેનો સાર એ છે કે, તું મને શરીરધારી કૃષ્ણ એવો પુરુષ નહિ સ જતાં હું એટલે આત્મસ્વરૂપ એવો દિવ્ય પુરુષ છું એમ સમજ અને પછી તેમાં જ ચિત્તને એકરસ કરીને પરોવી રાખ. આત્મા સિવાય બીજો કોઈ પણ સ્થળે દષ્ટિપાત પણ કરીશ નહિ, આમ કરવાથી તું અંતે મારા દિવ્ય એવા પરમપુરુષને જ પ્રાપ્ત થઈશ. આ રીતે મને પાસાને દિવ્ય પુરુષની પ્રાપ્તિ શી રીતે થાય તે સંબંધમાં વર્ણન કર્યું. હવે પ્રાપાસક પણ તે કેવી રીતે પ્રાપ્ત કરે છે તે કહું છું (સાંખ્ય, જ્ઞાન અને ભક્તિનો સમાવેશ મનાપાસનામાં થાય છે ).
कवि पुराणमनुशासितार
મળeળીવારણમકુમાર !