________________
ગીતાદહન ] કે જેમાં ઘણું માણસે ડૂબી જાય છે.
[ ૪૩૭ અત્યાર સુધી જે લયક્રમ કહ્યો તે સર્વ અપરા પ્રકૃતિ છે એમ સમજવું. આ અપરાપ્રકૃતિને લય પિતાના સાક્ષી સહિત પરામાં એટલે આત્મા(ક્ષાંક ૧)માં થાય છે. આ રીતે લય કરનાર યોગી સત, ચિત, આનંદરૂપ બની તેની તમામ ઉપાધિને નાશ થવાથી તે શાંત અને દિવ્ય એવા પરમાત્મસ્વરૂપને પામે છે. આ મુજબ લય કરીને જે પરમાત્મસ્વરૂપને પામ્યો તે પાછો આ સંસારના કારણ એવા જન્મમરણાદિને કદાપિ પ્રાપ્ત થતો નથી. આ માર્ગ સનાતન તથા વેદગ્રાહ્ય છે (યોગીએ દેહત્યાગ શી રીતે કરવો તે સંબંધમાં ભા. ૪૦ ૨, અ૦ ૨ જુઓ). ભગવાન કહે છે કે: હે પાર્થ! તને અત્યાર સુધી જે પ્રાણવિલયને પ્રકાર કહ્યો તે અગર્ભ કહેવાય. હવે સગર્ભ પ્રાણાયામનો પ્રકાર તથા તે દ્વારા જે રીતે પ્રાણુવિલય થાય તેની થતી ગતિ સંબંધમાં કહું છું, તે સાંભળ. કાર સહિત જે પ્રાણાયામ તે સગર્ભ કહેવાય છે. કારનું સ્વરૂપ શું છે તે સાંભળ.
यदक्षर वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः । यदिच्छन्तो ब्रह्मचर्य चन्ति तत्ते पद सङ्ग्रहेण प्रवक्ष्ये ॥११॥
વેદત્તાએ જેને અક્ષર કહે છે જેને વેદત્તાઓ અક્ષર એટલે જે કદી નાશ થતો નથી એવું બ્રહ્મ કહે છે, રાગ અર્થાત તમામ આસક્તિઓથી રહિત થયેલા યતિઓનો જ જેને વિષે પ્રવેશ એટલે સ્પર્શ થઈ શકે છે, ઈતરોને તે જેમાં ચંચુપ્રવેશ થવો પણ શક્ય નથી, જેને ઇચછનાર હંમેશ બ્રહ્મચર્યનું જ આચરણ કરે છે; શરીર, વાણી, મન, બુદ્ધિ ઇત્યાદિકારા જે જે કાંઈ દશ્ય ભાસે છે તે તમામ “તત કિંવા બ્રહ્મરૂપ છે” એવા પ્રકારના દઢ નિશ્ચય વડે અંતઃકરણમાં વૃત્તિઓનું ઉત્થાન થતાંની સાથે તે બ્રહ્મરૂપ છે એવી પ્રતિવૃત્તિ વડે જેએ તેને તત્કાળ દાબી દે છે; તેવા પ્રકારના આચરણ કરનારાઓ જ ખરા “બ્રહ્મચર્ય ચરંતિ' એટલે બ્રહાનું આચરણ કરવાવાળા કહેવાય. આવા પ્રકારનું જે તત વા આત્મપદ છે તે તને હવે સંક્ષેપમાં કહું છું (આ પ્રકારનું એક વાક્ય કઠોપનિષદ્ અ૦ ૧ ૧૦ ૨ મં૦ ૧૫માં છે તે જુઓ). તાત્પર્ય કે, આ અનિર્વચનીય બ્રહ્મપદમાંથી વ્યક્ત થએલો પ્રથમ બ્રહ્મરૂપ એવો જે અક્ષર છે તેને જ શાસ્ત્રકારો કહે છે. તેની ઉત્પત્તિ સંબંધે શાસ્ત્રમાં આ મુજબ વિવેચન આવે છે.
પર, પર્યંતી, મધ્યમ અને વૈખરી વાણીની ઉત્પત્તિનાં સ્થાનકો અપરોક્ષ પરમાત્મા કે જે સૌથી પ્રથમ વિરાટ તથા પછી સમષ્ટિ શરીરમાંના આધારાદિ ચોમાં પ્રથમ નાદાદિ રૂપે જન્મ્યા કિવા પ્રકટ થયા હોય એમ જણાય છે, ત્યાં પ્રથમ તે નાસિકાઠારા પ્રાણવાયુને પૂરક વ અંદર લઈ પ્રથમ વિરાટના ગુદા સમીપના આધારચક્રમાં પ્રવેશ કરે છે, ત્યાં પ્રથમ નાદાદિનો આરંભ શ૩ થાય છે ત્યારે તે પરાવાણી એ નામથી કહેવાય છે. આ મૂળાધારચક્રમાં હંમેશાં સ્વાભાવિક રીતે જ અખંડ અને અરકટ અક્ષરવાળે જે નાદ ચાલ્યા કરે છે તે જ પરાવાણી છે એમ સમજવું. તે નાદ સ્વતઃસિદ્ધ જ છે. એ રીતે આ પરમેશ્વર પ્રથમ પરાવાણીરૂપ નાદાત્મક બની પછી તે જ્યારે વિરાટના નાભિ સમીપના મણિપુરક ચકમાં આવે છે ત્યારે તે પયંતી વાણી એવા નામથી ઓળખાય છે. ઉચ્ચારણ થતાં પહેલાં જેનો ઉચ્ચાર કરવાનો હોય તે અક્ષર પ્રથમ મનથી જોઈ લેવામાં આવે છે તેટલા માટે તેને પયંતી એટલે જેવાવાળી વાણી એવું નામ આપવામાં આવેલું છે. આ જ પરમાત્મા રૂપે વિરાટના કk સમીપના વિશદ્ધિ ચકમાં જ્યારે આગળના દારે પ્રવેશે છે ત્યારે તે મધ્યમાવાણી એવા નામ વડે કહેવાય છે. આ વાણી એ પયંતિ એટલે જોવાપણાથી ઉપર અને સ્પષ્ટ શબ્દોચ્ચારવાળી વિખરીની નીચે આ બેની મધ્યમાં