________________
ગીતાહન ].
તું અનિત્ય માનીને તેનો ત્યાગ કરે છે,
[ ૪૩૩
અધિદેવ, અધિભૂત, અધ્યાત્મ, કર્મ વગેરે બધું આત્મસ્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧) રૂપ જ છે. એ રીતે મને એટલે “હું” ને જે આત્મસ્વરૂપે જાણે છે તે પ્રયાણકારી એટલે જ્યાં કાળ, દેશ, ક્રિયા ઈત્યાદિ તમામને અંત થઈ જાય છે એવા તત સ્વરૂપ મને (આમાને) જ જાણે છે. અર્થાત્ એ પ્રમાણેને જાણનારો કાળ, દેશાદિ પરિચ્છેદથી એટલે મર્યાદાથી પર એવા મારા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)ને જ પામે છે એમ સમજે. ઉદેશ એ કે હ. . તે, આ, મારું, તારું ઇત્યાદિ અનેકરૂપે ભાસના તમામ દર્યા પછી તે અધિયg, અધિદેવ, અધિભૂત, અધ્યાત્મ, કર્મ કે બીજા કોઈ પણ હો, તે સર્વ એક આત્મસ્વરૂપ એવા મારું જ સ્વરૂપ છે; આ રીતે મને દેહાદિરૂપે નહિ પરંતુ આત્મરૂપે જાણી આત્મરૂપ એવા મને જ જે હંમેશ નિયમમાં રાખે છે, એટલે જ્યારે
જ્યારે કૃષ્ણ એટલે શરીરધારી છે, એમ લાગે ત્યારે ત્યારે તત્કાળ તે તે બ્રહ્મ કિવા આત્મસ્વરૂ૫ છે એ રીતે આત્મરૂપે મને જે નિયમમાં રાખે છે તે પણ અંતે દેશકાળાદિ મર્યાદાથી પણ પર એવા મારા સ્વરૂપને જ પામે છે. હે અર્જુન! આ દેહની અંદર રહેનાર “હું” તે આવા પ્રકારનો અનિર્વચનીય અને સર્વને અધિષ્ઠાન એ આત્મા હોઈ તે જ “હું” પ્રયાણકાળે જાણવા યોગ્ય છે.
મારું સ્મરણ કરતો અને મને જ પામે છે વ્યવહારમાં દેહ છોડવો તેને જ મરણ કિવા અંતકાળ કહે છે. એટલા માટે મરણ સમયે પણ “સુ” એટલે દેહધારી કૃષ્ણ નહિ પણ આત્મા છે; આવા પ્રકારના મારા સાચા આત્મસ્વરૂપને જાણીને મારું જ સ્મરણ કરતો કરતે જે દેહ છોડે છે તે પણ અંતે આત્મસ્વરૂ૫ એવા મને પામે છે; એમાં જરાપણું સંદેહ નથી. ભાવાર્થ એ કે હું શરીરધારી આ કૃષ્ણ કિવા તારા મામાને છોકરો છું એમ નહિ સમજતાં મને આત્મસ્વરૂપ સમજ અને તેવા નિશ્ચય વડે યુદ્ધ કરતાં કદાચ તારું મરણ થાય તે પણ તું અંતે આત્મસ્વરૂપ એવા મને જ પામીશ એવું ભગવાને અર્જુનને અત્રે સૂચવેલું છે.
यं यं वापि स्मरम्भावं त्यजत्यन्ते कलेवरम् । तं तमेपैति कौन्तेय सदा तन्द्रापभावितः । ॥६॥
જે જેનું સ્મરણ કરે છે તેવા ભાવને પામે છે હે કય! મેં તને પ્રથમ હેલું જ છે કે, જેઓ આ રીતે તતરૂપ એવા મારા સાચા આત્મસ્વરૂપને જાણતા નથી તેઓ અન્ય એટલે બીજા દેવતાઓને ભજે છે (અ૦ ૭ - ૨૦, ૨૧ જુઓ). હંમેશાં તે તે દેવતાઓની ભાવનાઓમાં જ તન્મય થવાને લીધે દેહ છોડતી વખતે તેઓ જે જે દેવતાઓનું સ્મરણ કરે છે તે તે ભાવને જ પામે છે. કહેવાનો ભાવાર્થ એ છે કે, જેઓ મને આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) એવો નહિ સમજતાં અન્ય અન્ય દેવતાઓની દષ્ટિ વડે જુએ છે, એટલે કે તેઓ કૃષ્ણ એટલે આ શરીરધારી નહિ પણ પોતપોતાની ઉપાસનાનુસાર કઈ વિષ્ણુ, શિવ, દેવી,. સૂર્ય, ગણેશ ઇત્યાદિ ભિન્ન ભિન્ન રૂપે દેખે છે અને નિત્યપ્રતિ તેને જ ભજે છે તથા અંતકાળે પણ પોતપોતાના ઈષ્ટ દેવતાઓનું પ્તિન કરીને દેહ છોડે છે; તેઓ ૫ણ જેમ નાની નદીનું પાણી મોટી નદીમાં અને મોટી નદીનું પાણી અંતે સમુદ્રમાં જઈને જ મળે છે તેમ પોતપોતાની ભાવનાનુસાર પ્રથમ તો તે તે દેવતાના રૂપને પ્રાપ્ત થઈ અંતે “તત ભાવભાવિતઃ' એટલે તતરૂપ એવા મારા આત્મસ્વરૂપ (ક્ષાંક ૧)ને જ પામે છે. કારણ કે, આ સર્વ ભાવે મારા તત એવા એક આસમસ્વરૂપ (વૃક્ષાંક ૧)ના જ છે એમ જાણુ.
तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर_युद्धघ च। मस्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसरंशयम् ॥७॥